Abtak Media Google News

૧૪ જૂનથી રશિયામાં વિશ્વ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ: તડામાર તૈયારીઓનો ધમધમાટ

Advertisement

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કેમલીનમાં ફીફા બોસ ગિએનની ઈન્ફેટિનો સાથે મંગળવારે ફૂટબોલ રમત રમી હતી અને બોલને કીક મારી ફૂટબોલ વર્લ્ડ કપનાં કાઉન્ટ ડાઉન શરૂ કર્યા હતા. રશિયામાં યોજાનાર ફૂટબોલ વર્લ્ડકપના ૧૦૦ દિવસ પહેલા રાષ્ટ્રપતિ પુતિને કીક મારી દીધી છે.

રાષ્ટ્રપતિ પુતિન બોલને કીક મારતા હોય તેવો ફોટો ફૂટબોલની વર્લ્ડ ગવર્નીંગ બોડીએ રીલીઝ કર્યો છે. ફીફાએ ટવીટ કરીને આ માહિતી આપતા જણાવ્યું છે કે, કેટલાક લોકોનો આ અદભૂત શો જોવા માટે ઉતાવળા થઈ રહ્યા છે. આધિકારીક ટેલસ્ટાર ૧૮મા વર્લ્ડ કપમાં ઈગ્લેન્ડના મિડફીલ્ડર વેન ‚ની અને અર્જેટીનાના ડીઈઓ મેરોડોના પણ સામેલ થયા હતા.

બ્રાઝીલના ખેલાડી રોનાલ્ડોએ સમુદ્ર તટ પર બોલને ફટકાર્યો હતો. તા સ્વીડનના થોમસ બ્રાવલીને બરફમાં ફૂટબોલ રમી હતી જણાવી દઈએકે, રશિયન રાષ્ટ્રપતિ પુતિન ઓલરાઉન્ડર છે તેઓ આઈસ હોકી સ્કેટ માટે જાણીતા છે. રશિયામાં ૧૪ જૂનથી ૧૫ જુલાઈ સુધી આ વિશ્ર્વ ફૂટબોલ કપ ચાલશે. સો દિવસ પહેલા જ રશિયન ટીમો આ માટેની તૈયારીમાં જુટાઈ ગઈ છે.

આ ઉપરાંત, વિશ્વ ફૂટબોલ ટુર્નામેન્ટ માટે ૬૦૦૦ સ્વયંસેવકો માટે ખૂલ્લા મેદાનમાં સંગીત કાર્યક્રમનું પણ આયોજન કરાઈ રહ્યું છે.જયારે રશિયાની ઉતર રાજધાની સેંટ પીટરસબર્ગે ઉંધી ગણતરી ચાલુ કરી દીધી છે. કારણ કે આ અદભૂત શો આડે માત્ર ૯૯ દિવસ બચ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.