Abtak Media Google News

દરેક દેશના પોતાના અલગ અલગ કાયદા કાનૂન હોય છે. બની શકે કે કોઈ કામ એક દેશમાં ગેરકાયદેસર મનાય જયારે બીજા દેશમાં તેને છૂટ આપવામાં આવી હોય. આ સાથે બીજી અન્ય ઘણી પ્રવુતિઓ છે જે માનવીની પોતાની પ્રાઇવેટ લાઈફ મુજબ નક્કી થાય. તેમાં સરકાર કે કાનૂન કોઈ હસ્તક્ષેપ ના કરી શકે. હાલમાં ગુજરાત હાઈકોર્ટમાં પ્રાઇવેસીને લઈ ને એક અલગ જ કેસ સામે આવ્યો છે.

ગુજરાત હાઈકોર્ટમાં એક અચંબિત કરતો કેસ સામે આવ્યો છે. જેમાં કોર્ટ માટે નક્કી કરવું મુશ્કેલ છે કે, ઓફિસમાં કિસ કરવું યોગ્ય છે કે અયોગ્ય. કોર્ટે આ મામલે એમ પણ નક્કી કરવાનું છે કે, શું કિસ કરનારા કપલ સીસીટીવી કેમેરા લાગેલા હોવા પર તેને પોતાની પ્રાઇવેસીનું ઉલ્લંઘન માનીને દાવો કરી શકે છે કે નહીં.

સમગ્ર ઘટના એવી છે કે, મૂળ આસામની વેનેજુએલાની એક એન્જીનિયર જે ભાવનગરની તંબોલી કાસ્ટિંગ લિમિટેડમાં કામ કરી રહી હતી. તેને કંપનીમાં મેહુલ તંબોલી નામના શખ્સ સાથે સારા એવા સંબંધો હતા. બંને ઓફિસમાં કિસ કરતા હતા. આ યુવતીનો આરોપ એવો છે કે, કંપનીના ડિરેક્ટર વૈભવ તંબોલી અને તેમના પિતા બિપિન તંબોલી ચોરી છુપીથી યુવતીનો કિસ કરતા ફોટો પાડ્યા છે.

યુવતીએ આરોપ લગાવતા કહ્યું કે, ‘ પિતા અને પુત્રએ ચોરી છુપીથી તેના કલીગ સાથે કિસ કરતી હોય તેવા ફોટો પાડ્યા. અને તેમની તસવીર અને કલીપ લીક પણ કરી દીધી છે.’ આ કેસમાં મહત્વની બાબતએ છે કે છોકરી જેને કિસ કરતી તે યુવાન પણ આ કંપનીના પરિવારનો સભ્ય છે. મેહુલ તંબોલીનો તેના પરિવાર સાથે ઝઘડો ચાલતો હતો. મેહુલે કંપનીની બોર્ડની બેઠકમાં વૈભવને ચાકુ પણ મારી દીધું હતું.

જાણકારી અનુસાર વેનેજુએલાની મહિલાએ અમદાવાદના વરતેજ પોલીસ સ્ટેશનમાં વૈભવ અને બિપિન તંબોલી વિરૂદ્ધ સીસીટીવી ફુટેજ લીક કરવાને લઇને ફરિયાદ નોંધાવી હતી. આ બન્ને પર આઇપીસીની કલમ 354 સી અને IT એક્ટ હેઠળ કેસ દર્જ કરવામાં આવ્યો હતો.

તંબોલી પરિવારે કોર્ટમાં કરી દલીલ

FIRના જવાબમાં વૈભવ તંબોલી અને તેના પિતાએ પોતાના વકીલના માધ્યમથી કોર્ટમાં દલીલ કરી હતી. વકીલ મહેશ જેઠમલાણી અને અજય ચોક્સીએ કહ્યુ કે, ‘કલમ 354 સી હેઠળ કિસ કરવુ અંગત કે પ્રાઇવેટ એક્ટ હેઠળ સામેલ નથી થતુ. આ સાથે જ જો ઓફિસમાં કેમેરા લાગેલા છે, તો આ કેવી રીતે કોઇ વિચારી શકે છે કે તેને કોઇ જોઇ રહ્યુ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.