Abtak Media Google News

આજે ચૈત્ર નવરાત્રીનો આઠમો દિવસ છે. આ દિવસે માતા મહાગૌરીની પૂજા કરવાની પરંપરા છે. ભગવાન શિવને પામવા માટે તેમણે કઠોર પૂજા કરી હતી જેના કારણે તેમનું શરીર કાળું થઈ ગયું હતું. જ્યારે ભગવાન શિવે તેમને દર્શન આપ્યા ત્યારે તેમની કૃપાથી તેમનું શરીર ખૂબ જ સુંદર થઈ ગયું અને તેમનું નામ ગૌરી પડ્યું.

Kanjak Puja 2019 Date And Muhurat On Durga Ashtami And Maha Navami: Significance Of Kanya Pujan, Auspicious Time And Rituals During Sharad Navratri | 🙏🏻 Latestly

માતા ગૌરી શ્વેત રંગની છે અને સફેદ રંગમાં તેમનું ધ્યાન કરવાથી ખૂબ જ લાભ થાય છે. તેમની પૂજા લગ્ન સંબંધિત તમામ અવરોધોને દૂર કરવામાં અસરકારક છે. જ્યોતિષશાસ્ત્રમાં, તેઓ શુક્ર ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે.

મા ગૌરીની પૂજાની પદ્ધતિ શું છે

પીળા વસ્ત્રો પહેરીને પૂજાની શરૂઆત કરો. માતાની સામે દીવો પ્રગટાવો અને તેમનું ધ્યાન કરો. પૂજા દરમિયાન માતાને સફેદ કે પીળા ફૂલ ચઢાવો. ત્યાર બાદ આ મંત્રોનો જાપ કરો. જો પૂજા મધ્યરાત્રિએ કરવામાં આવે તો તેનું પરિણામ વધુ શુભ હોય છે.

ઈચ્છિત લગ્ન માટે આ રીતે કરો પૂજા

Maa Mahagauri

સફેદ વસ્ત્રો ધારણ કરીને દેવી માતાની પૂજા કરો. માતાને સફેદ ફૂલ અને સફેદ મીઠાઈ અર્પણ કરો. માતાને અત્તર પણ ચઢાવો. માતાની પૂજા કરવાથી ઈચ્છિત લગ્ન થાય છે. તેમજ શુક્ર સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે.

અષ્ટમી તિથિ પર કન્યાઓને ભોજન કરાવવાનું મહત્વ અને નિયમો

Kanya Pujan 2023: Why Do We Feed Girls On Ashtami And Navami?

નવરાત્રિ એ માત્ર  વ્રત અને ઉપવાસનો તહેવાર નથી. તે સ્ત્રી શક્તિ અને કન્યાઓ માટે સન્માનનો તહેવાર પણ છે. તેથી નવરાત્રિ દરમિયાન કુંવારી કન્યાઓની પૂજા અને ભોજન કરાવવાની પરંપરા છે. જો કે નવરાત્રિ દરમિયાન દરરોજ કન્યાઓની પૂજા કરવાની પરંપરા છે, પરંતુ અષ્ટમી અને નવમી પર પૂજા ચોક્કસ કરવામાં આવે છે. 2 વર્ષથી 11 વર્ષ સુધીની છોકરીઓ માટે પૂજા કરવાની પરંપરા છે. વિવિધ ઉંમરની છોકરીઓ દેવીના વિવિધ સ્વરૂપોનું વર્ણન કરે છે.

નવરાત્રી નો ઉત્તમ ઉપાય

Navratri Kanya Pujan: इस विधि से करेंगे कन्या पूजन तो माता दुर्गा होंगी प्रसन्न - Chaiti Navratra If You Worship A Girl On The Navami Of Navratri With This Method Then The

જો કોઈ છોકરીના લગ્ન નથી થઇ શકતા, તો અષ્ટમી તિથિ પર મા દુર્ગાને પીળી સાડી અને શણગાર સામગ્રી અર્પણ કરો. આનાથી તમારા લગ્નનું મહુરત જલ્દી આવી જશે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.