Abtak Media Google News

ભારતની સંસ્કૃતિ એ સૌથી પ્રાચીન સંસ્કૃતિ માની એક છે. ભારતને ‘સોને કી ચિડિયા’ પણ કહેવામા આવે છે. ભારતમાં મોટા ભાગના લોકો મંદિરો સાથે જોડાયેલા છે. ભારત દુનિયાનો સૌથી મોટો પ્રાચીન દેશ માનવમાં આવે છે. અને તેની અંદર હિન્દુ ધર્મને સૌથી વધુ યોગદાન મળી રહ્યું છે. ભારતની અંદર એટલા મંદિરો આવેલા છે કે જો આપણે ગણવા બેસીએ તો આખું જીવન ટૂંકું પડે.

ભારતની દર એક શેરી અને એક ગલીઓમાં એક – એક મંદિર તો જોવા મળે જ છે. હિન્દુ ધર્મમાં 32 કરોડ દેવી દેવતાઓ છે. ભારતમાં દરેક દેવી દેવતાઓનો એક અલગ મહિમા જોવા મળે છે છે દરેક દેવી દેવતાઓનું એક અલગ વિશાળ મંદિર હોય છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના કોઈપણ ખૂણે જઈને તમે ઊભા રહેશો તો તમને ત્યાં હિન્દુ ધર્મનું મંદિર જોવા મળશ.

10 Temples Southern India Hero 2તો આવો જાણીએ અમુક એવા મંદિરો વિષે જેની કલ્પના માત્ર તમે સપના જ કરી શકો છો પરંતુ હાલમાં પણ આ મંદિરો આ ધરતી ઉપર પોતાનું એક અનોખુ અસ્તિત્વ ધરાવે છે.

બાલીનું તહન લોટ મંદિર :

Pura Tanah Lot Temple 1529401896 1000X561તહન લોટ મંદિર ઇંડોનેશિયાના બાલીના સમુદ્રતટ પર સ્થિત છ. આ ઇંડોનેશિયાનું વિશ્વ પ્રસિદ્ધ મંદિર છે. તનહ લોટના શબ્દમાં બે શબ્દો શામેલ છે જેનો તહન શબ્દનો અર્થ ગિલી અથવા આઇલ જેવા દેખાતા રીફ તરીકે થાય છે. લોટ અથવા લોડ શબ્દનો અર્થ સમુદ્ર છે. તેથી તાનહ લોટ એ સમુદ્ર પર તરતા નાના ટાપુનો અર્થ છે. ટૂંકમાં તહન લોટ સમુદ્રતટની ભૂમિ એમ થાય છે.

એવું માનવમાં આવે છે કે તહન લોટ નું નિર્માણ 19મી સદીમાં એક નિરર્થ પૂજારીએ કર્યું હતું. બાલિમાં નિર્માણ પામેલ આ મંદિર વિષ્ણુ ભગવાનનું છે.

બાલીનું પુરાતન સરસ્વતી મંદિર :

Bali 1આમ તો ભારતમાં ઘણા બધા નાના મોટા મંદરો આવેલા છે પરંતુ બાલીમાં આવેલૂ આ સરસ્વતી મંદિર સૌથી વિશેષ છે. આ સરસ્વતી મંદિર બાલીમાં ઉબુધમાં બનેલું છે. આ મંદિર પાસે ખૂબસ સરસ અને સુંદર એક કુંડ આવેલું છે જે આ મંદિરની શોભાને વધારે છે. દર વર્ષે લખો લોકો આ મંદિરે પ્રવાસ માટે આવે છે . ખાસ કરીને અહિંની આંબોહવા લોકોનું ધ્યાન ખેંચે છે.

જાવાનું સિંધસરી શિવ મંદિર :

Prambanan Temple Images 1જાવનું સિંધસરી મંદિર સમગ્ર વિશ્વમાં સુપ્રસિદ્ધ છે. આ મંદિરમાં ભગવાન શિવની મુર્તિ સ્થાપિત કરવામાં આવી છે. આ શિવ મંદિરનું નિર્માણ ઇ.સ્. ૮૫૦નાં અરસામાં થયું હશે તેમ માનવામાં આવે છે.

આ મંદિર સંકુલમાં ત્રણ મુખ્ય મંદિરો છે, શિવ, વિષ્ણુ અને બ્રહ્માનું મંદિર. શિવ મંદિરમાં ત્રણ મુર્તિઓ છે – દુર્ગા, ગણેશ અને અગસ્ત્યની. આ ઉપરાંત શિવ, બ્રહ્મા અને વિષ્ણુનાં વાહનો અનુક્રમે નંદી, હંસ અને ગરુડનાં પણ મંદિરો છે.

Prambanan Shiva Temple Yogyakarta Java 1 1200 1

દુર્ગાની મૂર્તિને પાતળી કુમારીકા તરીકે પણ ઓળખે છે અને આ મંદિર દુર્ગાનાં નામ લોરો જોંગરંગથી પણ પ્રખ્યાત છે. લાંબા અરસાથી આ મંદિર ખંડેરની જેમ પડ્યું રહ્યું હતું, જેનાં પુનરોદ્ધારનં કાર્ય ઇ.સ. ૧૯૧૮માં શરૂં થયું હતું અને મુખ્ય મંદિરો ઇ.સ. ૧૯૫૩માં દર્શન માટે ખુલા મુકવામાં આવ્યાં હતાં. ૨૦૦૬માં આવેલાં ધરતીકંપમાં મંદિરને ખાસ્સું નુકશાન થયું છે, જેની મરમ્મતનું કાર્ય હજું ચાલું છે.

Prambanan Tempel Indonesie

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.