Abtak Media Google News

ગેરકાયદે પથ્થર કાપીને બેલા બનાવતા કારખાના પર ગીર સોમનાથ ક્રાઇમ બ્રાન્ચની તવાઇ

ગીર-સોમનાથ ક્રાઇમ બ્રાન્ચે કોડીનારના ઘાંટવડ ગામના આંબલીધાર નામની સીમ વિસ્તારમાં રણજીતભાઇ રામભાઇ ઝાલાની સર્વે નં.૪૩૨ પૈકી ર વાળી જમીનમાં નરેશભાઇ જમનભાઇ કોટડીયા રહે. મોટા કાજડીયાળા તા. વંથલીવાળા પથ્થર કાપવાની ચકરડીઓ ચલાવી ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા હોય જેને કાયદેસર અટક કરી તેમની પાસેથી ખનીજનો જથ્થો જેની કિ. રૂ ૧૦,૭૨,૦૫૧/- તથા ટ્રેકટર ર, ટ્રોલી, જનરેટર મળી કુલ રૂ. ૨૦,૨૨,૦૫૧/- નો મુદામાલ કબ્જે કરેલ આ સાથે કનુભાઇ મથુરભાઇ રહે ઘાંટવડ વાળાની સર્વે નં. ૪ર૬ પૈકી ૧,ર વાળી જમીનમાં ફારુક મહમદભાઇ શેખ રહે. હરમડીયા વાળો પથ્થર કાપવાની ચકરડીઓ મૂકી ખનીજ ચોરી કરતો હોય જેને કાયદેસર અટક કરી ખનીજ જથ્થો કી. રૂ. ૯,૫૬,૮૨૬/- તથા ટ્રેકટર-ર, ટ્રોલી, જનરેટર વિગેરે મળી કુલ રૂ.૧૯,૨૮,૮૭૭/- નો મુદામાલ કબ્જે કરેલ.

આમ કુલ મુદામાલ કી. રૂ. ૩૯,૨૮,૮૭૭/- નો કબજે કરી આરોપીઓ વિરુઘ્ધ કોડીનાર પો.સ્ટે.માં બે ગુનાઓ દાખલ કરવામા આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.