Abtak Media Google News

મોટા પ્રમાણમાં નવજાત શિશુઓના મોત સામે હોસ૫િટલના સત્તાધીશોની સબ સલામતની આલબેલ

દેશમાં માતા અને શીશુંના મૃત્યુ દર ઘટાડવા માટે સરકાર વિવિધ યોજનાઓ ચલાવીને કોઇ કચાશ રાખતી નથી તેમ છતાં વારંવાર ખાસ કરીને સરકારી હોસ્પિટલોમાં નવજાત શિશુઓના સામુહિક મૃત્યુની ઘટના આપણા દેશમાં પીછો છોડતી નથી. રાજસ્થાનની કોટા હોસ્પિટલમાં છેલ્લા એક મહિનામાં ૭૭ નવજાત બાળકોના મોતની ઘટનાએ હાહાકાર મચાવ્યો છે. અલબત હોસ૫િટલના સત્તાધીશોઓએ આ બેદરકારીના આક્ષેપો સામે સબ સલામતનાં દાવાઓ કર્યા છે.

છેલ્લા ૪૮ કલાકમાં વધુ ૧૦ બાળકોના મૃત્યુ સહતિ પ્રથમ ર૪ દિવસોમાં જ આ મહિને કોટાની કે.જે. લોન હોસ૫િટલમાં અત્યાર સુધી ૭૭ બાળકોના મૃત્યુ નિપજી શકયા છે. એક સામટા મોટી સંખ્યામાં બાળમૃત્યુની આ ઘટના અંગે મંગળવારે જ રચવામાં આવેલી એક સમીટીએ પ્રારંભિક તપાસમાં મૃત્યુના કારણોમાં સ્ટાફની બેદરકારીના આક્ષેપોને નકારીને હોસ્પિટલની તાંત્રિક વ્યવસ્થા યોગ્ય ચાલતી હોવાનો અહેવાલ આપ્યો હતો.

તપાસ સમિતિએ આપેલા અહેવાલમાં જણાવ્યું હતું કે બી દિવસોમાં જ દસ બાળકોના મૃત્યુ નિપજયા છે. તેમની હાલત નાજુક હતી અને તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. ગત ર૩ અને ર૪ ડીસેમ્બરે પ નવજાત બાળકોના મૃત્ય થયા હતા. તે એક દિવસના જ હતા અને તેમને શ્ર્વાસ લેવાની તકલીફ સાથે દાખલ કરવામાં આવ્યા હતા. અને તેમને અગાઉથી હાઇયોકસી સ્કેમીક એન્સફેલોપેથી કે રોગ થયો હતો. કે જેમાં મગજમાં પુરતા પ્રમાણ ઓકિસજન મળતું ન હોય.

7537D2F3 22

આ ઉપરાંત પાંચ મહિનાનું એક બાળ ન્યુમોનિયાને કારણે અને સાત વરસના બાળકને શ્ર્વાસની તકલીફને કારણે મૃત્યુ થયું હતું. દોઢ મહિનામના બાળકનો ભોગ હ્રદય રોગે લીધો હતો. અને જયારે બે મહિના અને દોઢ મહિનાના બાળકો ર૩મી અને ર૪મીએ ન્યુમોનિયા ને કારણે મોતને ભેટીયા  હતા. આમ તમામ ૧૦ બાળકો કઇોકને કોઇક બિમારીથી મૃત્યુ પામ્યા હતા. તેમાં હોસ્૫િટલની કોઇ બેદરકારી કારણ ભુત ન હોવાનું હોિ૫સ્ટલ સુપ્રિટેન્ડન્ટ ડો. એચ.એલ. મીનાએ દાવો કર્યો હતો. હોસ્પિટલના વિભાગીય નિયામક અમૃતલાલ બેરવાએ જણાવ્યું હતું કે મૃત્યુ પામેલા બાળકોને ગંભીર હાલતમાં જ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને તેમને આઇસીયુમાં રખાયા હતા આવા દર્દીઓમાંથી ર૦ ટકા મૃત્યુ સામાનય ગણી શકાય. જયારે કોટામાં આ પ્રમાણ ૧૦ થી ૧૫ ટકા છે. એટલે પરિસ્થિતિ બેકાબુ નહિ પરંતુ કુદરતી ગણી શકાય આ હોસ્૫િટલમાં ગંભીર સ્થિતિના દર્દીઓ બુંદી, બરાન, લવસ ઉપરાતં મઘ્યપ્રદેશમાંથી પણ આવે છે. અહીં દર ત્રણ ગંભીર હાલતમાં જન્મેલા નવજાત શિશુઓમાંથી રોજ એકનું મૃત્યુ થાય છે તે હોસ્પિટલની બેદરકારીથી જ નહિ પરંતુ કુદરતી રીતે તકલીફો સાથે જન્મેલા બાળકોનું મૃત્યુ નિશ્ર્ચિત હોય છે. ૨૦૧૪માં પણ આ હોસ્પિટલમાં ૧૧૯૮ અને આ વષે રપ ડિસે. સુધી ૯૪૦ નવજાત બાળકોના મૃત્યુથી હોસ્પિટલ વધુ એકવાર વગોવાઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.