Abtak Media Google News

માર્કેટ કેપના આધારે કોટક મહિન્દ્રા બેન્ક દેશની બીજા નંબરની બેન્ક બની ગઇ છે. આ મોરચે તેણે એસબીઆઇને પાછળ રાખી દીધી છે. સોમવારે માર્કેટમાં કોટક મહિન્દ્રા બેન્કનો શેર 2 ટકા વધીને રૂ.1174ના સ્તરે પહોંચ્યો હતો. આ દરમિયાન કોટક બેન્કની માર્કેટ કેપ પણ વધીને રૂ.2,23,732 કરોડ પર પહોંચી ગયું હતું. જ્યારે એસબીઆઇનો શેર નબળો રહ્યો હતો.

સોમવારે શેરબજારમાં એક બાજુ કોટક મહિન્દ્રા બેન્કનો શેર રૂ.1174ના સ્તરે ઓલ ટાઇમ હાઇ પર પહોંચ્યો હતો. તેના પગલે તેની માર્કેટ કેપ રૂ.4,192 કરોડ વધી હતી. અંતે કોટક બેન્કનો શેર રૂ.1.88 ટકા વધીને રૂ.1170 પર બંધ રહ્યો ત્યારે તેની માર્કેટ કેપ રૂ.2,22,970.40 હતી. જ્યારે બીજી બાજુ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનો શેર 0.76 ટકા ઘટીને રૂ.249 પર બંધ રહ્યો હતો. એસબીઆઇની માર્કેટ કેપ રૂ.1965 કરોડ ઘટીને રૂ.2,22,490 કરોડ થઇ ગઇ હતી. શુક્રવારે એસબીઆઇની માર્કેટ કેપ રૂ.2,24,455 કરોડ હતી.

Master
હાલના સમયે ખાનગી ક્ષેત્રની એચડીએફસી બેન્ક દેશની સૌથી મૂલ્યવાન બેન્ક છે. બેન્કની માર્કેટ કેપ આશરે રૂ.5,04 લાખ કરોડ છે. ટોપ 10માં માત્ર 3 પબ્લિક સેક્ટરની બેન્કો છે. વળી, તાજેતરમાં લિસ્ટ થયેલી આરબીએલ બેન્કે પણ ટોપ 10 બેન્કોમાં સ્થાન મેળવ્યું છે.

 

દેશની ટોપ 10 બેન્કોની યાદી (માર્કેટ કેપના આધારે)

1. HDFC બેન્ક5.04 લાખ કરોડ રૂપિયા
2. કોટક મહિન્દ્રા બેન્ક2.23 લાખ કરોડ રૂપિયા
3. એસબીઆઇ2.22 લાખ કરોડ રૂપિયા
4. ICICI બેન્ક1.85 લાખ કરોડ રૂપિયા
5. એક્સિસ બેન્ક1.37 લાખ કરોડ રૂપિયા
6. ઇન્ડસઇન્ડ બેન્ક1.12 લાખ કરોડ રૂપિયા
7. યસ બેન્ક71 લાખ કરોડ રૂપિયા
8. બેન્ક ઓફ બરોડા40 લાખ કરોડ રૂપિયા
9. પીએનબી27 લાખ કરોડ રૂપિયા
10. આરબીએલ બેન્ક21 લાખ કરોડ રૂપિયા

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.