Abtak Media Google News

સેલીબ્રીટી આરોપીઓ જામીન ઉપર છુટયા પછી અડધા કલાકમાં જ ડીવાયએસપી અને પત્રકારો મુળી ખાતે ધસી ગયા !

ફોજદાર જયદેવે વડી કચેરીથી આવેલ ખુલાસા ખુલાસીના વાયરલેસ મેસેજનો નિર્ભય રીતે અને વાસ્તવીક શબ્દોમાં જવાબ કરીને સાતેક કલાકની નોન સ્ટોપરમખાણ યુકત કાર્યવાહી પછી છેલ્લા પ્રહારનો પણ વળતો પ્રત્યાઘાત આપી જમવા માટે પોલીસ સ્ટેશન બહાર નીકળતો હતો ત્યાં પત્રકારો આવી ગયા પરંતુ હવે જયદેવ જમ્યા વગર બોલી શકે તેમ જ નહતો તેવી તેની એનર્જી વેસ્ટ થઈ ગઈ હતી.

Advertisement

ત્યાંજ સરકારી દવાખાનેથી કંમ્પાઉન્ડબાલુભા ટપાલ લઈને આવ્યા જયદેવે જોયું તો ત્રણે પીધેલ આરોપીઓના મેડીકલ તપાસણી ‘બી’ ફોર્મ હતા. આ ‘બી’ ફોર્મ તો પોલીસને તૂર્ત જ આપવા જોઈએ પરંતુ ડોકટરે લુચ્ચાઈપૂર્વક પોલીસને આપ્યા નહિ. આ ડોકટરી બીફોર્મમાં દા‚પીધેલ આરોપીનો બાહ્ય દેખાવ જેમકે આંખની કીકી (પીધેલ ની વધુ પહોળીહોય) રંગ લાલ,તાચાલ (ગેઈટ) સામાન્ય રીતે પીધેલો માણસ સ્રિ રીતે ચાલી શકતો નથી. ધ્રુજે અથવા લથડીયા ખાય આડો અવળો ચાલે. મોઢામાંની વાસમાં દારૂની ખાટી અને તિવ્રગંધ આવે તથા નાડીના ધબકારા એટલે કે પલ્સ સામાન્ય વ્યકિત કરતા પીધેલ ના ધબકારા વધુ હોય છે. પરંતુ ડોકટરે તાલુકાપંચાયતના કાવત્રાના ભાગરૂપે આ ત્રણેયના બી ફોર્મમાં આ તમામ ભૌતિક તપાસણી નોર્મલ દર્શાવી હતી. તેનો સીધો અર્થ એ થયો કે દેખીતી રીતે જ આરોપીઓ પીધેલા ન હતા. પરંતુ જયદેવ હવે કાંઈ કરી શકે તેમ નહતો. જો આરોપીઓ હજુ પોલીસ સ્ટેશનમાં હાજર હોત તો બીજા સરકારી દવાખાને લઈ જઈ ફરીથી શારીરિક મેડીકલ તપાસણી કરાવી હોત અને જો તે પોઝીટીવ આવી હોત તો જયદેવ પાસે એવું કાયદાકીય શસ્ત્ર હતુ કે ડોકટર હાઈકોર્ટ સુધી જામીન ઉપર છૂટી શકયા ન હોત.

જયદેવે કંપાઉન્ડર બાલુભાને કહ્યું કે ડોકટરે જે બુધ્ધી વાપરી હોય તેપરંતુ જો આરોપીઓ જામીન ઉપર છોડયા પહેલા આ બી ફોર્મ આવ્યા હોત તો ડોકટરને મરદના દિકરા કહેત પરંતુ હવે મારા માટે ભગવાન ઘણી અને ડોકટરને તેના લેખા તેના ઈશ્ર્વર લેશે કુદરત ન્યાય કરેજ છે. બાલુભા નમી પડયા અને કહ્યુંં સાહેબ હું તો નાનો માણસ હું શું કરી શકું? જયદેવ માટે તો વળી પાછા હતા ત્યાંને ત્યાં આવ્યા વળી જયદેવને ભવિષ્યમાં તેની વિરૂધ્ધ થનારી ઈન્કવાયરી, તપાસો, ઉતાવળો સ્વભાવ વિગેરેનો મારો સહન કરવાનો હતો. જયદેવ સ્ટાફની શોર્ટેજ વાહનની અગવડતા, જનતાના ટોળા, તથા મહાનુભાવ આરોપીઓ તથા ખાતાના અધિકારીઓનો અસહકાર તેથી ઉપાધીમાં આ બી ફોર્મ જેતે વખતે જ મેળવવા જોઈએ તે મેળવાના રહી ગયેલા જો આની ઈન્કવાયરી થાય તો અધિકારીઓ આ સંજોગોમાં પણ જયદેવને જ બી ફોર્મ નહિ મેળવ્યા અંગે જવાબદાર ઠેરવે એવો નિયમ જ છે.

પત્રકારોને દસ પંદર મીનીટનું કહી જયદેવ જમવા ઉપડયો જલ્દીથી જમી લઈ હજુ દસ મીનીટ વામકુક્ષી કરવા આડે પડખે જ થયો હતો. ત્યાં જ એક કોન્સ્ટેબલ આવ્યો અને કહ્યું કે ડીવાયએસપી સાહેબ આવ્યા છે. અને તમને બોલાવે છે. જયદેવ સમજી ગયો હતા કે ‘આ દા‚નો કેસ કર્યો તેની ઈન્કવાયરી જ હશે’ જયદેવને થયું કે આતો ખરૂ છે ‘કામ કરે તે કાલા અને વાતો કરે તે વહાલા અને અધિકારીઓ દૂધે ધોયેલા !’ જેવો ન્યાય અને ઘાટ ઘડાઈ ગયો છે. તેથી જયદેવે મર્યાદા મુકી સત્ય કહેવા ઉપર આવી ગયો જો કે જમ્યા પછી તેનો ગુસ્સો થોડો ઓછો થયો હતો છતા જયદેવે પોલીસ સ્ટેશને આવીને ડીવાયએસપીને જ સામેથી પ્રશ્ર્ન પૂછી લીધો કે અત્યારે અડધા કલાકમાં જ કેમ આવી ગયા? તે વયોવૃધ્ધ અધિકારી સીધી લાઈનની વ્યકિત હતા તેમણે કહ્યું હું થાનગઢ જ હતો. દસ વાગ્યે આ વાત સાંભળી એટલે થાનગઢ આવી ગયો કે જો જરૂરત પડે તો તુરત મુળી પહોચી જવાય. પરંતુ થાનગઢમાં તો સીપીઆઈ દીનકર તથા એલસીબી તથા ટાસ્કફોર્સના ફોજદારો પટેલ તથા વાજા પણ હતા તમામ થાનગઢ જ આવી ગયા હતા. જયદેવે કહ્યું થાનગઢ તો મુળીથી ચાલીસ કિલોમીટર થાય તમારે સુરેન્દ્રનગર કે સાયલા નજીકમાં જ આવી જવાયને? આથી ડીવાયએસપી તેમના બોખા મોઢે હસવા લાગ્યા અને કહ્યું યાર તમે તો હજુ ખાતામાં બાળક કહેવાય, મારે તો હવે નિવૃત થવાને બે ચાર મહિના જ બાકી છે આ બબાલમાં હું શું પડું? પરંતુ દીનકરતો મુળીથી ભાગીને અને પટેલ તથા વાજા સુરેન્દ્રનગરથી થાનગઢ એટલા માટે આવી ગયા કે થાનગઢમાં વાયરલેસથી સીધો સંપર્ક કયાંયથી થતો નથી ઝીંઝુડા હીલથી જ થાય છે. જેથી આ તમારી મુળીની બબાલમાં જવાનો કોઈ હુકમ કરે તો પણ સંદેશો મોડો મળે એટલે મોડા પહોચાય ત્યાં બધો ખેલ પુરો થઈ ગયો હોય ! તેથી જ બધા ત્યાં એકઠા થયા હતા. અને હેડ ઓફીસમાં પણ એચપીઆઈ સિવાય કોઈ નહતુ. આ સાંભળીને જયદેવે કહ્યું ‘વાહ ! ખાતુ બ્રેવો’ આ સાંભળીને ડીવાયએસપીએ જયદેવને કહ્યું ‘બોલો બોલો અત્યારે તમને સઘળુ બોલવાનો અધિકાર છે. કોનીમાં એ ‘સવા શેર સૂંઠ ખાધી હોય’ કે આ સિંહ જેવું તમારી જેવું કામ કરી શકે. આ બ્રાંચો વાળા તો માકડા મર્કટ છે તેઓ પાળેલા ટપોરીયા કે બુટલેગરો ને પકડી શકે ‘સિંહની બોડમાં હાથ નાખવો’ તે કાંઈ ‘નાની માના ખેલ નથી’ મને ભલે આ તમે કરેલ દારૂના કેસની ઈન્કવાયરી આપી પણ હું અત્યારે જ રીપોર્ટ ક‚ છું કે ફોજદાર જયદેવે પોલીસ ખાતાની શાન અને શકિતમાં વધારો કર્યો છે. કોઈ ભૂલ કરી નથી છે નહિ અને કોઈ કમી ખામી જણાયેલ નથી.’ જયદેવે ડીવાયએસપીને કહ્યું કે ‘પોલીસ ખાતાની બલીહારી તો જુઓ કે તેઓ સંતો અને ધર્મના સિધ્ધાંતોનો ઉપયોગ પણ સ્વાર્થ પૂરતો જ કરે છે. આ કિસ્સામાં પણ સંત તુલસીદાસે જે રામચરીત માનસમાં વ્યંગ લખેલ છે કે ‘સમર્થ કો નહિ દોષ ગૂંસાઈ’ ની માફક જે બીન સમર્થ ફોજદાર મુળી જયદેવની ઈન્કવાયરી અને વડી કચેરીના હાજર ગેરહાજર અધિકારીઓ ‘દુધે ધોયેલા’ અને ચોખ્ખા, કોઈ વિરૂધ્ધ આજદિન સુધી કોઈ ઈન્કવાયરી થયેલ નથી. કે મુળી ફોજદાર જયદેવ સાથે આટલો અસહકાર અને અન્યાય શા માટે? કંટ્રોલની વર્ધી મુજબ જયદેવે કાર્યવાહી કરતા જ આ અધિકારીઓ વાયરલેસ બંધ, કોઈ જ મદદે આવ્યા નહિ. આવતા હતા (ગોહિલ) તેને આવવા ન દીધા મુળી હતા તે નાસી ગયા અને જે જાણી ગયા તેઓ પણ કુબુધ્ધી પૂર્વક જયાં સંપર્ક ન થાય અને જવાની ફરજ ન પડે તેવી જગ્યાએ થાનગઢ નાસી ગયા. ખરેખર આ તમામ અધિકારીઓ વિરૂધ્ધ ખાતાને લાંછન રૂપ ‘કાવર્ડાઈઝ (નામર્દ)’ની ઈન્કવાયરી કરી ‘નામર્દાઈ’નો ભાગેડુનો ચાર્જ આપવો જોઈએ.’ ડીવાયએસપીએ કહ્યું જયદેવ તને બોલવાનો અધિકાર છે પણ તેથી શું? અમુક ચકોર પત્રકારો ચેમ્બરનાં દરવાજા પાસે છુપી રીતે આ ચર્ચા સાંભળતા હતા. અને કાગળમાં ટપકાવતા જતા હતા.

ચેમ્બર બહાર સુરેન્દ્રનગર અમદાવાદ રાજકોટથી પત્રકારો આવીને જયદેવથી વ્યકિતગત વાતચીત કરવા માગતા હતા. ડીવાયએસપીએ જયદેવને ઠંડો પાડી કહ્યું કે આ પત્રકારોને પહેલા માહિતી આપી દયો. પત્રકારો પણ કાબેલ હતા તેમણે થયેલ કાયદેસરની કાર્યવાહીની તમામ હકિકત. પી.એસ.ઓ. પાસેથી મેળવી લીધી હતી છેક કંટ્રોલે ખુલાસો પૂછયો અને જયદેવે તેનો તુરત જ જવાબ આપ્યો તેની માહિતી પણ તેમણે મેળવી લીધી હતી. પત્રકારોએ સૌ પ્રથમ જયદેવને તેની હિંમત તથા એકલા હાથે વગર હથીયારે (સુવિધા) અને તમામ તંત્રોનાં અસહકાર તથા રાજકારણનાં કાવત્રા અવરોધ છતા કાર્યવાહી મર્દાનગી પૂર્વક ચાલુ રાખી તે બદલ અભિનંદન આપ્યા. પરંતુ જયદેવને ખાતાનો એટલો અસહકાર થયેલો અને દુ:ખ તથા આઘાત લાગેલ કે તેને આ અભિનંદનની કોઈ અસર થઈ નહિ. પરંતુ ડીવાયએસપી કરી રહેલ ઈન્કવાયરીમાં તે ડુબેલો હતો. કે ભલે ડીવાયએસપી કહેતા હોય કે ‘હું સારો રીપોર્ટ કરીશ કે ફોજદારે ખાતાની શાન અને શકિતમાં વધારો કર્યો છે કોઈ ભૂલ કરી નથી’ પરંતુ વડી કચેરીએ તેની વિરૂધ્ધ ઈન્કવાયરી જ કોઈ આક્ષેપ થયા વગર, ભૂલ થયેલ છે કે કેમ તેની ખાત્રી વગર જ કેમ આપી દીધી? તેનો જયદેવેને ભારોભાર રંજ હતો.

સાંજના છ વાગી ગયા હતા જયદેવે ફળીયામાં જ ખુરશી અને બાકડા નખાવ્યા અને તમામને બેસાડયા. પત્રકારોએ જયદેવને કહ્યું તમારે કેસ કાગળો લેવા હોય તો લઈ લો અને અમને માહિતી આપો. જયદેવે જાતે જ તમામ કાર્યવાહી કરી હોય તમામ બાબતતો નજર સામેજ હતી તમામ પત્રકારોને એક સાથે જ ‘બચાવો…બચાવો…’નો મેસેજ આવ્યો ત્યાંથી લઈ આરોપીઓને જામીન ઉપર છોડયા સુધીની વિગત વિગતે લખાવી દીધી તમામને જે પ્રશ્ર્ન પૂછવા હતા તે એક પછી એકની રીતે જવાબ આપ્યા આ પ્રશ્ર્નોના જવાબ શિસ્તને ધ્યાન રાખી, વ્યંગમાં કયારેય હસી મજાકમાં તો કયારેક પ્રશ્ર્ન રૂપે કે ઘણી વખત સામુ પૂછયું કે માનો કે જો તમે હોયતો શુંકરો? અને કેટલાક બુધ્ધીશાળી પત્રકારો એવા પ્રશ્ર્નો લાવેલ કે તેઓ સાનમાં સમજી ગયા હોય છતા પોલીસ અધિકારીની મર્યાદા અને મજબુરી જાણતા હોવા છતાં જયદેવના મોઢે જ જવાબ માગતા હતા. પરંતુ જયદેવે પોતે કાયદાની મર્યાદા તથા ખાતાની શિસ્ત ને ધ્યાને રાખી તમામને સંતોષ આપવા પ્રયત્ન કર્યો.

બીજે દિવસે દેશના તમામ સમાચાર પત્રોમાં હેડ લાઈનમાં સંસદ સભ્ય દારૂ પીધેલી હાલતમાં મુસાફરી કરતા પકડાયા અને સુરેન્દ્રનગર ટાવર ચોક્માંથી પણ પત્રકારો એ જે માહિતી એકત્રીત કરી હશે તે તથા લોકોમાં થતી ચર્ચા તથા સુરેન્દ્રનગર સીટી પોલીસે જે મીઠુ મરચુ ભભરાવીને વાતો કરી હશે તે આગવી શૈલી અને અલંકારીક રીતે દ્વિઅર્થી આકર્ષક શબ્દોમાં લડાવી લડાવીને સમાચારો આવ્યા અલગ અલગ બાબતો અલગ અલગ કોલમ બનાવી સમાચાર પત્રોમાં પ્રસિધ્ધ કરી.

જયદેવે પત્રકારોને જણાવી દીધેલું કે આ લોકો ક્સ્ટમ કેસના કામે હાઈકોર્ટના વકીલને અમદાવાદ મળા જતા હતા પરંતુ પત્રકારોએ ખરેખર જે પ્રશ્ર્ન પૂછવો જરૂરી હતો તે પુછયો જ નહતો. શરદભાઈ ઓડેદરા વિશે જ વધુ પુછપરછ કરેલી. પરંતુ તે સિવાયની પણ રસપ્રદ અને માહિતી સભર વાતો હતી. પર્તુ તમામ પત્રકારોએ પ્રશ્ર્નનો એજ મારો ચલાવ્યો કે બચાવો.. બચાવો… બોલનાર સ્ત્રી કોણ હતી? અને કયાંક ફોજદરે તો તે ગુમ કરી નથીને? તેમની શંકા સાચી પણ હોઈ શકે પરંતુ દરેક બાબતમાં અપવાદ પણ હોઈ શકે.

પરંતુ તે સિવાયના દ્રષ્ટીકોણથી પણ પ્રશ્ર્નો પૂછવાની જરૂરત હતી જયદેવે તે પ્રશ્ર્નનો જવાબ શાંતિથી વાત ગળે ઉતરે તે રીતે જ આપેલો કે અમો એ કાર જાહેરમાં જનતાની વચ્ચે જ પકડેલી તેમાં કોઈ સ્ત્રી હતી નહી. તેમજ કારની કેપેસીટી જોતા કોઈ સ્ત્રી બેસી શકે તેવી શકયતા કે જગ્યા જ નહતી આથી કાંતો કારમાં કારટેપની કેસેટમાંથી સ્ત્રીનો અવાજ આવ્યો હોય અથવા સુરેન્દ્રનગર ટાવર ચોકમાંથી જ આ લોકો ચાલુ કારે દાર્રરૂ પીતા હોય તેથી વાતની ગંભીરતા વધારવા જ આ ‘બચાવો… બચાવો…’નું ગતકડુ ઉભુ કર્યું હોય ! પરંતુ પત્રકારોએ ફરી ફરીને તેજ પ્રશ્ર્નો પૂછતા જયદેવે કહ્યું કે એક કામ કરો. હજુ આ ગુન્હાની તપાસ ચાલુ જ છે. સુરેન્દ્રનગર ટાવર ચોકમાંથી મને એક પણ વ્યકિત એવો લાવી આપો કે જેણે આ કારને જોઈ હોય અને તેમાં સ્ત્રીને જોઈ હોય. આમ તો જે તે વ્યકિત કે વાલી વારસ વગર અપહરણની ફરિયાદ ન થાય પણ આ કિસ્સામાં જનતાનો કોઈ માણસ કહેશે કે ‘સ્ત્રી બચાવો… બચાવો’ કરતી હતી તો હું અપહરણની કલમ ઉમેરી દઈશ અને આથી ઈન્ટરવ્યૂ પૂરો થયો.

વ્યવહારમાં પોલીસ ખાતાનું કામ ખરેખર કુશાગ્ર બુધ્ધીનું હોવા છતા પોલીસ દળના તમામ કર્મચારીઓને બીન બુધ્ધીજીવી ગણવામાં આવે છે તેનું અનુભવે જણાયેલ કારણ એ હોઈ શકે કે ઘણા કિસ્સામાં સબોર્ડીનેટ પોતાની રીતે સંપૂર્ણ પણે સારો હોય છે. પરંતુ બોસીઝમને કારણે તે સ્વતંત્ર નિર્ણય લઈ શકતો નથી અને તે પ્રમાણે કામ પણ કરી શકતો નથી ઉપરી અધિકારી કહે તે રીતે જ કામ કરવાનું હોય છે. જયદેવે હવે આ દારૂના ગુન્હાની તપાસ ને બદલે આ કારમાં કોણ સ્ત્રી હતી તેની જ તપાસ કરવાની હતી.

વાહન તો હતુ નહી જયદેવ મોટર સાયકલ અને રાયટર જયુભાને લઈને રોડ ઉપર તથા બંને તરફ કોઈ સ્ત્રી ઉભી છે કે પડી છે. તેની તપાસ પુછપરછ કરતો સુરેન્દ્રનગર આવ્યો ટાવર ચોકમાં થઈ સુરેન્દ્રનગર સીટી પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો અને આ ‘બચાવો…બચાવો’ની વરધી કેવી રીતે પાસ થઈ તેની તપાસ કરતા વાયરલેસ ઓપરેટરે જણાવ્યું કે ઘણા પોલીસ વાળા હતા તથા ફોજદાર ઝાલાપણ હાજર હતા એક માણસ આવેલ અને કહેલ કે કે સફેદ કાર તેને ટકકર મારી પુલ તરફ નાસી ગયેલ છે. ચોક્કસ તેનું નામ ઠામ યાદ નથી ફોજદાર ઝાલાને પુછતા તેમણે કહ્યું કે મને તો પોલીસ વાળાએ કહ્યું કે એક કાર વાળો આ લારી વાળાને ટકકર મારીને નાસી ગયો છે. તેથી મેં વાયરલેસ ઓપરેટરને કહેલ કે આ જે વરધી લખાવે તે લખી લઈને કંટ્રોલને પાસ કરીદે. પછી મેં વાતો વાતથી ટોળામાંથી હકિકત જાણેલી કે આકારના નંબર જી.જે.ઓ ૮૦૫૪ હતા જે વરધી પાસ થઈ ગયા પછી મેં પાછા ફરી વખત આ નંબર કંટ્રોલ રૂમને આપ્યા હતા.

જયદેવે ટાવર ચોકમાં ફરતે આવેલ દુકાને તથા ઉભર રહેતી રેકડીઓ વાળાને પુછપરછ કરતા એટલુ જ તારણ નીકળેલું કે એક સફેદ કાર ફૂલ સ્પીડ પુલ ઉપરથી ટાવર ચોકમાં આવી એકાએક બ્રેક મારી અને પાછી ટાવરને ચકકર મારી ફૂલ સ્પીડે પુલ ઉપર નાસી ગઈ પરંતુ ટાવર ચોકમાં ફૂલ સ્પીડ ટર્ન માર્યો તેથી ત્યાં જોનાર લોકોએ અવાજ કરેલો કે એ એ એ ગઈ એ રીતે રાડો પાડેલી કોઈને કાંઈ હડફેટે લીધેલા નહિ કોઈએ કારમાં સ્ત્રીને જોયેલ જ નહતી. ફોજદાર ઝાલાનું કહેવુ એમ થયું કે કોઈ પોલીસ વાળાકે પબ્લીકના માણસે વાતની ગંભીરતાવધારવા સ્ત્રીની વાત ને ઉમેરો ખોટો કરી દીધો હોય જેથી પોલીસ કારનો પીછો કરી ને કે નાકાબંધી કરીને પણ કારને પકડી કાયદેસરની કાર્યવાહી કરે જેથી ભવિષ્યે કોઈવાર આવું વર્તન કોઈ કરે નહિ તેવા આશયથી માહિતીમાં કદાચ વધારો કર્યો હોય.

પરંતુ જનતાની દ્રષ્ટીએ પોલીસ અધિકારીઓના કાર્યો કેવી રમુજ અને કરૂણા જનક તથા ક્ષોભજનક પરિસ્થિતિ ઉત્પન્ન કરે છે. તે આ ગુન્હાની તપાસમાં જ જયદેવ તથા કોન્સ્ટેબલ જયુભાને અનુભવ થવાનો હતો ! ફોજદાર જયદેવે વડી કચેરીથી આવેલ ખુલાસા ખુલાસીના વાયરલેસ મેસેજનો નિર્ભય રીતે અને વાસ્તવીક શબ્દોમાં જવાબ કરીને સાતેક કલાકની નોન સ્ટોપરમખાણ યુકત કાર્યવાહી પછી છેલ્લા પ્રહારનો પણ વળતો પ્રત્યાઘાત આપી જમવા માટે પોલીસ સ્ટેશન બહાર નીકળતો હતો ત્યાં પત્રકારો આવી ગયા પરંતુ હવે જયદેવ જમ્યા વગર બોલી શકે તેમ જ નહતો તેવી તેની એનર્જી વેસ્ટ થઈ ગઈ હતી.

ત્યાંજ સરકારી દવાખાનેથી કંમ્પાઉન્ડબાલુભા ટપાલ લઈને આવ્યા જયદેવે જોયું તો ત્રણે પીધેલ આરોપીઓના મેડીકલ તપાસણી ‘બી’ ફોર્મ હતા. આ ‘બી’ ફોર્મ તો પોલીસને તૂર્ત જ આપવા જોઈએ પરંતુ ડોકટરે લુચ્ચાઈપૂર્વક પોલીસને આપ્યા નહિ. આ ડોકટરી બીફોર્મમાં દારૂપીધેલ આરોપીનો બાહ્ય દેખાવ જેમકે આંખની કીકી (પીધેલ ની વધુ પહોળીહોય) રંગ લાલ,તાચાલ (ગેઈટ) સામાન્ય રીતે પીધેલો માણસ સ્રિ રીતે ચાલી શકતો નથી. ધ્રુજે અથવા લથડીયા ખાય આડો અવળો ચાલે. મોઢામાંની વાસમાં દારૂની ખાટી અને તિવ્રગંધ આવે તથા નાડીના ધબકારા એટલે કે પલ્સ સામાન્ય વ્યકિત કરતા પીધેલ ના ધબકારા વધુ હોય છે. પરંતુ ડોકટરે તાલુકાપંચાયતના કાવત્રાના ભાગરૂપે આ ત્રણેયના બી ફોર્મમાં આ તમામ ભૌતિક તપાસણી નોર્મલ દર્શાવી હતી. તેનો સીધો અર્થ એ થયો કે દેખીતી રીતે જ આરોપીઓ પીધેલા ન હતા. પરંતુ જયદેવ હવે કાંઈ કરી શકે તેમ નહતો. જો આરોપીઓ હજુ પોલીસ સ્ટેશનમાં હાજર હોત તો બીજા સરકારી દવાખાને લઈ જઈ ફરીથી શારીરિક મેડીકલ તપાસણી કરાવી હોત અને જો તે પોઝીટીવ આવી હોત તો જયદેવ પાસે એવું કાયદાકીય શસ્ત્ર હતુ કે ડોકટર હાઈકોર્ટ સુધી જામીન ઉપર છૂટી શકયા ન હોત.

જયદેવે કંપાઉન્ડર બાલુભાને કહ્યું કે ડોકટરે જે બુધ્ધી વાપરી હોય તેપરંતુ જો આરોપીઓ જામીન ઉપર છોડયા પહેલા આ બી ફોર્મ આવ્યા હોત તો ડોકટરને મરદના દિકરા કહેત પરંતુ હવે મારા માટે ભગવાન ઘણી અને ડોકટરને તેના લેખા તેના ઈશ્ર્વર લેશે કુદરત ન્યાય કરેજ છે. બાલુભા નમી પડયા અને કહ્યુંં સાહેબ હું તો નાનો માણસ હું શું કરી શકું? જયદેવ માટે તો વળી પાછા હતા ત્યાંને ત્યાં આવ્યા વળી જયદેવને ભવિષ્યમાં તેની વિ‚ધ્ધ થનારી ઈન્કવાયરી, તપાસો, ઉતાવળો સ્વભાવ વિગેરેનો મારો સહન કરવાનો હતો. જયદેવ સ્ટાફની શોર્ટેજ વાહનની અગવડતા, જનતાના ટોળા, તથા મહાનુભાવ આરોપીઓ તથા ખાતાના અધિકારીઓનો અસહકાર તેથી ઉપાધીમાં આ બી ફોર્મ જેતે વખતે જ મેળવવા જોઈએ તે મેળવાના રહી ગયેલા જો આની ઈન્કવાયરી થાય તો અધિકારીઓ આ સંજોગોમાં પણ જયદેવને જ બી ફોર્મ નહિ મેળવ્યા અંગે જવાબદાર ઠેરવે એવો નિયમ જ છે.

પત્રકારોને દસ પંદર મીનીટનું કહી જયદેવ જમવા ઉપડયો જલ્દીથી જમી લઈ હજુ દસ મીનીટ વામકુક્ષી કરવા આડે પડખે જ થયો હતો. ત્યાં જ એક કોન્સ્ટેબલ આવ્યો અને કહ્યું કે ડીવાયએસપી સાહેબ આવ્યા છે. અને તમને બોલાવે છે. જયદેવ સમજી ગયો હતા કે ‘આ દા‚નો કેસ કર્યો તેની ઈન્કવાયરી જ હશે’ જયદેવને થયું કે આતો ખરૂ છે ‘કામ કરે તે કાલા અને વાતો કરે તે વહાલા અને અધિકારીઓ દૂધે ધોયેલા !’ જેવો ન્યાય અને ઘાટ ઘડાઈ ગયો છે. તેથી જયદેવે મર્યાદા મુકી સત્ય કહેવા ઉપર આવી ગયો જો કે જમ્યા પછી તેનો ગુસ્સો થોડો ઓછો થયો હતો છતા જયદેવે પોલીસ સ્ટેશને આવીને ડીવાયએસપીને જ સામેથી પ્રશ્ર્ન પૂછી લીધો કે અત્યારે અડધા કલાકમાં જ કેમ આવી ગયા? તે વયોવૃધ્ધ અધિકારી સીધી લાઈનની વ્યકિત હતા તેમણે કહ્યું હું થાનગઢ જ હતો. દસ વાગ્યે આ વાત સાંભળી એટલે થાનગઢ આવી ગયો કે જો જ‚રત પડે તો તુરત મુળી પહોચી જવાય. પરંતુ થાનગઢમાં તો સીપીઆઈ દીનકર તથા એલસીબી તથા ટાસ્કફોર્સના ફોજદારો પટેલ તથા વાજા પણ હતા તમામ થાનગઢ જ આવી ગયા હતા. જયદેવે કહ્યું થાનગઢ તો મુળીથી ચાલીસ કિલોમીટર થાય તમારે સુરેન્દ્રનગર કે સાયલા નજીકમાં જ આવી જવાયને? આથી ડીવાયએસપી તેમના બોખા મોઢે હસવા લાગ્યા અને કહ્યું યાર તમે તો હજુ ખાતામાં બાળક કહેવાય, મારે તો હવે નિવૃત થવાને બે ચાર મહિના જ બાકી છે આ બબાલમાં હું શું પડું? પરંતુ દીનકરતો મુળીથી ભાગીને અને પટેલ તથા વાજા સુરેન્દ્રનગરથી થાનગઢ એટલા માટે આવી ગયા કે થાનગઢમાં વાયરલેસથી સીધો સંપર્ક કયાંયથી થતો નથી ઝીંઝુડા હીલથી જ થાય છે. જેથી આ તમારી મુળીની બબાલમાં જવાનો કોઈ હુકમ કરે તો પણ સંદેશો મોડો મળે એટલે મોડા પહોચાય ત્યાં બધો ખેલ પુરો થઈ ગયો હોય ! તેથી જ બધા ત્યાં એકઠા થયા હતા. અને હેડ ઓફીસમાં પણ એચપીઆઈ સિવાય કોઈ નહતુ. આ સાંભળીને જયદેવે કહ્યું ‘વાહ ! ખાતુ બ્રેવો’ આ સાંભળીને ડીવાયએસપીએ જયદેવને કહ્યું ‘બોલો બોલો અત્યારે તમને સઘળુ બોલવાનો અધિકાર છે. કોનીમાં એ ‘સવા શેર સૂંઠ ખાધી હોય’ કે આ સિંહ જેવું તમારી જેવું કામ કરી શકે. આ બ્રાંચો વાળા તો માકડા મર્કટ છે તેઓ પાળેલા ટપોરીયા કે બુટલેગરો ને પકડી શકે ‘સિંહની બોડમાં હાથ નાખવો’ તે કાંઈ ‘નાની માના ખેલ નથી’ મને ભલે આ તમે કરેલ દારૂના કેસની ઈન્કવાયરી આપી પણ હું અત્યારે જ રીપોર્ટ ક‚ છું કે ફોજદાર જયદેવે પોલીસ ખાતાની શાન અને શકિતમાં વધારો કર્યો છે. કોઈ ભૂલ કરી નથી છે નહિ અને કોઈ કમી ખામી જણાયેલ નથી.’ જયદેવે ડીવાયએસપીને કહ્યું કે ‘પોલીસ ખાતાની બલીહારી તો જુઓ કે તેઓ સંતો અને ધર્મના સિધ્ધાંતોનો ઉપયોગ પણ સ્વાર્થ પૂરતો જ કરે છે. આ કિસ્સામાં પણ સંત તુલસીદાસે જે રામચરીત માનસમાં વ્યંગ લખેલ છે કે ‘સમર્થ કો નહિ દોષ ગૂંસાઈ’ ની માફક જે બીન સમર્થ ફોજદાર મુળી જયદેવની ઈન્કવાયરી અને વડી કચેરીના હાજર ગેરહાજર અધિકારીઓ ‘દુધે ધોયેલા’ અને ચોખ્ખા, કોઈ વિ‚ધ્ધ આજદિન સુધી કોઈ ઈન્કવાયરી થયેલ નથી. કે મુળી ફોજદાર જયદેવ સાથે આટલો અસહકાર અને અન્યાય શા માટે? કંટ્રોલની વર્ધી મુજબ જયદેવે કાર્યવાહી કરતા જ આ અધિકારીઓ વાયરલેસ બંધ, કોઈ જ મદદે આવ્યા નહિ. આવતા હતા (ગોહિલ) તેને આવવા ન દીધા મુળી હતા તે નાસી ગયા અને જે જાણી ગયા તેઓ પણ કુબુધ્ધી પૂર્વક જયાં સંપર્ક ન થાય અને જવાની ફરજ ન પડે તેવી જગ્યાએ થાનગઢ નાસી ગયા. ખરેખર આ તમામ અધિકારીઓ વિરૂધ્ધ ખાતાને લાંછન રૂપ ‘કાવર્ડાઈઝ (નામર્દ)’ની ઈન્કવાયરી કરી ‘નામર્દાઈ’નો ભાગેડુનો ચાર્જ આપવો જોઈએ.’ ડીવાયએસપીએ કહ્યું જયદેવ તને બોલવાનો અધિકાર છે પણ તેથી શું? અમુક ચકોર પત્રકારો ચેમ્બરનાં દરવાજા પાસે છુપી રીતે આ ચર્ચા સાંભળતા હતા. અને કાગળમાં ટપકાવતા જતા હતા.

ચેમ્બર બહાર સુરેન્દ્રનગર અમદાવાદ રાજકોટથી પત્રકારો આવીને જયદેવથી વ્યકિતગત વાતચીત કરવા માગતા હતા. ડીવાયએસપીએ જયદેવને ઠંડો પાડી કહ્યું કે આ પત્રકારોને પહેલા માહિતી આપી દયો. પત્રકારો પણ કાબેલ હતા તેમણે થયેલ કાયદેસરની કાર્યવાહીની તમામ હકિકત. પી.એસ.ઓ. પાસેથી મેળવી લીધી હતી છેક કંટ્રોલે ખુલાસો પૂછયો અને જયદેવે તેનો તુરત જ જવાબ આપ્યો તેની માહિતી પણ તેમણે મેળવી લીધી હતી. પત્રકારોએ સૌ પ્રથમ જયદેવને તેની હિંમત તથા એકલા હાથે વગર હથીયારે (સુવિધા) અને તમામ તંત્રોનાં અસહકાર તથા રાજકારણનાં કાવત્રા અવરોધ છતા કાર્યવાહી મર્દાનગી પૂર્વક ચાલુ રાખી તે બદલ અભિનંદન આપ્યા. પરંતુ જયદેવને ખાતાનો એટલો અસહકાર થયેલો અને દુ:ખ તથા આઘાત લાગેલ કે તેને આ અભિનંદનની કોઈ અસર થઈ નહિ. પરંતુ ડીવાયએસપી કરી રહેલ ઈન્કવાયરીમાં તે ડુબેલો હતો. કે ભલે ડીવાયએસપી કહેતા હોય કે ‘હું સારો રીપોર્ટ કરીશ કે ફોજદારે ખાતાની શાન અને શકિતમાં વધારો કર્યો છે કોઈ ભૂલ કરી નથી’ પરંતુ વડી કચેરીએ તેની વિ‚ધ્ધ ઈન્કવાયરી જ કોઈ આક્ષેપ થયા વગર, ભૂલ થયેલ છે કે કેમ તેની ખાત્રી વગર જ કેમ આપી દીધી? તેનો જયદેવેને ભારોભાર રંજ હતો.

સાંજના છ વાગી ગયા હતા જયદેવે ફળીયામાં જ ખુરશી અને બાકડા નખાવ્યા અને તમામને બેસાડયા. પત્રકારોએ જયદેવને કહ્યું તમારે કેસ કાગળો લેવા હોય તો લઈ લો અને અમને માહિતી આપો. જયદેવે જાતે જ તમામ કાર્યવાહી કરી હોય તમામ બાબતતો નજર સામેજ હતી તમામ પત્રકારોને એક સાથે જ ‘બચાવો…બચાવો…’નો મેસેજ આવ્યો ત્યાંથી લઈ આરોપીઓને જામીન ઉપર છોડયા સુધીની વિગત વિગતે લખાવી દીધી તમામને જે પ્રશ્ર્ન પૂછવા હતા તે એક પછી એકની રીતે જવાબ આપ્યા આ પ્રશ્ર્નોના જવાબ શિસ્તને ધ્યાન રાખી, વ્યંગમાં કયારેય હસી મજાકમાં તો કયારેક પ્રશ્ર્ન રૂપે કે ઘણી વખત સામુ પૂછયું કે માનો કે જો તમે હોયતો શુંકરો? અને કેટલાક બુધ્ધીશાળી પત્રકારો એવા પ્રશ્ર્નો લાવેલ કે તેઓ સાનમાં સમજી ગયા હોય છતા પોલીસ અધિકારીની મર્યાદા અને મજબુરી જાણતા હોવા છતાં જયદેવના મોઢે જ જવાબ માગતા હતા. પરંતુ જયદેવે પોતે કાયદાની મર્યાદા તથા ખાતાની શિસ્ત ને ધ્યાને રાખી તમામને સંતોષ આપવા પ્રયત્ન કર્યો.

બીજે દિવસે દેશના તમામ સમાચાર પત્રોમાં હેડ લાઈનમાં સંસદ સભ્ય દારૂ પીધેલી હાલતમાં મુસાફરી કરતા પકડાયા અને સુરેન્દ્રનગર ટાવર ચોક્માંથી પણ પત્રકારો એ જે માહિતી એકત્રીત કરી હશે તે તથા લોકોમાં થતી ચર્ચા તથા સુરેન્દ્રનગર સીટી પોલીસે જે મીઠુ મરચુ ભભરાવીને વાતો કરી હશે તે આગવી શૈલી અને અલંકારીક રીતે દ્વિઅર્થી આકર્ષક શબ્દોમાં લડાવી લડાવીને સમાચારો આવ્યા અલગ અલગ બાબતો અલગ અલગ કોલમ બનાવી સમાચાર પત્રોમાં પ્રસિધ્ધ કરી.

જયદેવે પત્રકારોને જણાવી દીધેલું કે આ લોકો ક્સ્ટમ કેસના કામે હાઈકોર્ટના વકીલને અમદાવાદ મળા જતા હતા પરંતુ પત્રકારોએ ખરેખર જે પ્રશ્ર્ન પૂછવો જરૂરી હતો તે પુછયો જ નહતો. શરદભાઈ ઓડેદરા વિશે જ વધુ પુછપરછ કરેલી. પરંતુ તે સિવાયની પણ રસપ્રદ અને માહિતી સભર વાતો હતી. પર્તુ તમામ પત્રકારોએ પ્રશ્ર્નનો એજ મારો ચલાવ્યો કે બચાવો.. બચાવો… બોલનાર સ્ત્રી કોણ હતી? અને કયાંક ફોજદરે તો તે ગુમ કરી નથીને? તેમની શંકા સાચી પણ હોઈ શકે પરંતુ દરેક બાબતમાં અપવાદ પણ હોઈ શકે.

પરંતુ તે સિવાયના દ્રષ્ટીકોણથી પણ પ્રશ્ર્નો પૂછવાની જરૂરત હતી જયદેવે તે પ્રશ્ર્નનો જવાબ શાંતિથી વાત ગળે ઉતરે તે રીતે જ આપેલો કે અમો એ કાર જાહેરમાં જનતાની વચ્ચે જ પકડેલી તેમાં કોઈ સ્ત્રી હતી નહી. તેમજ કારની કેપેસીટી જોતા કોઈ સ્ત્રી બેસી શકે તેવી શકયતા કે જગ્યા જ નહતી આથી કાંતો કારમાં કારટેપની કેસેટમાંથી સ્ત્રીનો અવાજ આવ્યો હોય અથવા સુરેન્દ્રનગર ટાવર ચોકમાંથી જ આ લોકો ચાલુ કારે દારૂ પીતા હોય તેથી વાતની ગંભીરતા વધારવા જ આ ‘બચાવો… બચાવો…’નું ગતકડુ ઉભુ કર્યું હોય ! પરંતુ પત્રકારોએ ફરી ફરીને તેજ પ્રશ્ર્નો પૂછતા જયદેવે કહ્યું કે એક કામ કરો. હજુ આ ગુન્હાની તપાસ ચાલુ જ છે. સુરેન્દ્રનગર ટાવર ચોકમાંથી મને એક પણ વ્યકિત એવો લાવી આપો કે જેણે આ કારને જોઈ હોય અને તેમાં સ્ત્રીને જોઈ હોય. આમ તો જે તે વ્યકિત કે વાલી વારસ વગર અપહરણની ફરિયાદ ન થાય પણ આ કિસ્સામાં જનતાનો કોઈ માણસ કહેશે કે ‘સ્ત્રી બચાવો… બચાવો’ કરતી હતી તો હું અપહરણની કલમ ઉમેરી દઈશ અને આથી ઈન્ટરવ્યૂ પૂરો થયો.

વ્યવહારમાં પોલીસ ખાતાનું કામ ખરેખર કુશાગ્ર બુધ્ધીનું હોવા છતા પોલીસ દળના તમામ કર્મચારીઓને બીન બુધ્ધીજીવી ગણવામાં આવે છે તેનું અનુભવે જણાયેલ કારણ એ હોઈ શકે કે ઘણા કિસ્સામાં સબોર્ડીનેટ પોતાની રીતે સંપૂર્ણ પણે સારો હોય છે. પરંતુ બોસીઝમને કારણે તે સ્વતંત્ર નિર્ણય લઈ શકતો નથી અને તે પ્રમાણે કામ પણ કરી શકતો નથી ઉપરી અધિકારી કહે તે રીતે જ કામ કરવાનું હોય છે. જયદેવે હવે આ દારૂના ગુન્હાની તપાસ ને બદલે આ કારમાં કોણ સ્ત્રી હતી તેની જ તપાસ કરવાની હતી.

વાહન તો હતુ નહી જયદેવ મોટર સાયકલ અને રાયટર જયુભાને લઈને રોડ ઉપર તથા બંને તરફ કોઈ સ્ત્રી ઉભી છે કે પડી છે. તેની તપાસ પુછપરછ કરતો સુરેન્દ્રનગર આવ્યો ટાવર ચોકમાં થઈ સુરેન્દ્રનગર સીટી પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો અને આ ‘બચાવો…બચાવો’ની વરધી કેવી રીતે પાસ થઈ તેની તપાસ કરતા વાયરલેસ ઓપરેટરે જણાવ્યું કે ઘણા પોલીસ વાળા હતા તથા ફોજદાર ઝાલાપણ હાજર હતા એક માણસ આવેલ અને કહેલ કે કે સફેદ કાર તેને ટકકર મારી પુલ તરફ નાસી ગયેલ છે. ચોક્કસ તેનું નામ ઠામ યાદ નથી ફોજદાર ઝાલાને પુછતા તેમણે કહ્યું કે મને તો પોલીસ વાળાએ કહ્યું કે એક કાર વાળો આ લારી વાળાને ટકકર મારીને નાસી ગયો છે. તેથી મેં વાયરલેસ ઓપરેટરને કહેલ કે આ જે વરધી લખાવે તે લખી લઈને કંટ્રોલને પાસ કરીદે. પછી મેં વાતો વાતથી ટોળામાંથી હકિકત જાણેલી કે આકારના નંબર જી.જે.ઓ ૮૦૫૪ હતા જે વરધી પાસ થઈ ગયા પછી મેં પાછા ફરી વખત આ નંબર કંટ્રોલ રૂમને આપ્યા હતા.

જયદેવે ટાવર ચોકમાં ફરતે આવેલ દુકાને તથા ઉભર રહેતી રેકડીઓ વાળાને પુછપરછ કરતા એટલુ જ તારણ નીકળેલું કે એક સફેદ કાર ફૂલ સ્પીડ પુલ ઉપરથી ટાવર ચોકમાં આવી એકાએક બ્રેક મારી અને પાછી ટાવરને ચકકર મારી ફૂલ સ્પીડે પુલ ઉપર નાસી ગઈ પરંતુ ટાવર ચોકમાં ફૂલ સ્પીડ ટર્ન માર્યો તેથી ત્યાં જોનાર લોકોએ અવાજ કરેલો કે એ એ એ ગઈ એ રીતે રાડો પાડેલી કોઈને કાંઈ હડફેટે લીધેલા નહિ કોઈએ કારમાં સ્ત્રીને જોયેલ જ નહતી. ફોજદાર ઝાલાનું કહેવુ એમ થયું કે કોઈ પોલીસ વાળાકે પબ્લીકના માણસે વાતની ગંભીરતાવધારવા સ્ત્રીની વાત ને ઉમેરો ખોટો કરી દીધો હોય જેથી પોલીસ કારનો પીછો કરી ને કે નાકાબંધી કરીને પણ કારને પકડી કાયદેસરની કાર્યવાહી કરે જેથી ભવિષ્યે કોઈવાર આવું વર્તન કોઈ કરે નહિ તેવા આશયથી માહિતીમાં કદાચ વધારો કર્યો હોય.

પરંતુ જનતાની દ્રષ્ટીએ પોલીસ અધિકારીઓના કાર્યો કેવી રમુજ અને કરૂણા જનક તથા ક્ષોભજનક પરિસ્થિતિ ઉત્પન્ન કરે છે. તે આ ગુન્હાની તપાસમાં જ જયદેવ તથા કોન્સ્ટેબલ જયુભાને અનુભવ થવાનો હતો !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.