Abtak Media Google News

કુકરાસના યુવકની કેરળ અને પ્રભાસપાટણ પોલીસે પૂછપરછ કરતા ભેજા બાજે સીમકાર્ડ ખરીદ કરી ફેક આઈ ડી બનાવ્યાનું ખુલ્યું

આજના હાઈટેક સોશીયલ મીડીયા ડીઝીટલ  યુગમાં સાયબર ક્રાઈમ  ગઠીયાઓ એવી અજબો ગજબની જાળો  બીછાવે છે કે સહેજ પણ ગફલત કે  ભુલ થાય તો  અજાણી લીંક ખોલાઈ જાય છે મોબાઈલમાં  જાણ બહાર ગઠીયાઓ પોતાના કરતબો પાર પાડી નિદોર્ષ નાગરિકને જેલ જવું પડે તેવી કરામતો અજમાવતા થઈ ગયા છે. વિગત એમ છે કે કેરાળા પોલીસ ઈન્સ.  પ્રકાશ એસ.પી. તથા તેઓની સાયબર ક્રાઈમની પોલીસ ટીમ  પ્રભાસપાટણ આવી હતી અને  પોલીસને જણાવ્યું કે કેરાળાના તીરૂવંતમપુરમ સિટીના પ્રભાસપાટણ પોલીસ સ્ટેશનના કુકરાસ ગામના વાળા માનસ સરમણભાઈની તપાસમાં આવ્યા હતા.

જે ફરિયાદનો  બનાવ એવો હતો કે  મોબાઈલ નં.  6355128097 વાળાનો  ઉપયોગ કરી કેરલના આઈપી.એસ અધિકારીના ફોટાવાળુ નકલી વોટસઅપ એકાઉન્ટ બનાવી અને અન્ય અધિકારીઓને સંદેશાઓ મોકલ્યા હતા મેસેજ દ્વારા એમેઝોન ઉપરથી ખરીદી  કરવા માટેની લીંક મોકલી ઈ. પેમેન્ટ ગીફટ કાર્ડ છે તેવું જણાવી ગુન્હો આચરવામાં આવ્યાનો આરોપ હતો.

જેથી આ મોબાઈલ કાર્ડ માનસ સરમણ વાળાને નામે હોઈ જેની તપાસમાં કેરલ પોલીસ ગુજરાતમાં ગીર સોમનાથ આવી હતી પ્રભાસપાટણ પોલીસ ઈન્સ. એ.એમ.મકવાણા તથા સ્ટાફ તેઓની સાથે રહી ઉંડાણપૂર્વક તપાસ કરતાં આ મોબાઈલ નંબરનું કાર્ડ માત્ર માનસભાઈના  નામનું હોઈ પરંતુ તેઓ તેનો ઉપયોગ કરતા નથી તેમજ તેઓએ આવું કોઈ ફેંક એકાઉન્ટ બનાવેલું ન હોઈ તેમજ મેસેજ પણ કોઈને કર્યા ન હોઈ તે ફલીત થતાં તેઓને સાવચેતરહેવા કેરાળા પોલીસ અને  પોલીસ ઈન્સ. પ્રભાસપાટણ એ.એમ. મકવાણાએ સમજણ આપી હતી. આમ કુકરાસના માનસભાઈ કોકના ગુન્હાના આરોપી બનતા પોલીસની સુઝબુઝ સત્ય શોધ અંતે બચી ગયા છે.

પોલીસ ઈન્સ. એ.એમ.મકવાણાએ હાલના સોશીયલ મીડીયાના સમયમાં દરેક  નાગરીકે  ઉપયોગ કરતા  સમયે ખુબજ કાળજી રાખવી જરૂરી છે. સોશીયલ મીડીયાવાળાને કદાપી ઓટીપી ન આપવી કે અજાણી લીંક ન ખોલવી કોઈપણ વેબસાઈટનો ઉપયોગ કરતા પહેલા સત્યતાની ખરાઈ કરવી પોતાના ઓળખ કાર્ડ કે ડોકયુમેન્ટો અજાણી વ્યકિતને શેર ન કરવા અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.