Abtak Media Google News

કોઠારીયાની અલગ અલગ સોસાયટીના ૭ હજાર લોકોનો પાણી પ્રશ્ર્ન હલ થશે

બે વર્ષ પૂર્વે રાજકોટ મહાનગરપાલિકામાં ભળેલા કોઠારીયામાં પાણી પ્રશ્ર્નને લઈ વારંવાર માાકૂટ સર્જાય છે. પાણી પ્રશ્ર્ને તાજેતરમાં કોંગી કોર્પોરેટર નિલેશ મા‚એ કોર્પોરેશનના ડેપ્યુટી ઈજનેરી ફડાકા માંડયા હોવાની ઘટના બની હતી ત્યારે હવે વોર્ડ નં.૧૮ના કોઠારીયા વિસ્તારમાં પાણી પ્રશ્ર્ન હલ કરવા માટે કોર્પોરેશને ‚ા.૨.૨૩ કરોડના ખર્ચે ડીઆઈ પાઈપ લાઈનનું નેટવર્ક ઉભુ કરવાનો નિર્ણય લીધો છે. ખર્ચ મંજૂરી માટે સ્ટેન્ડિંગ સમક્ષ પણ રજૂ કરવામાં આવી છે. આ અંગે વધુ માહિતી આપતા સ્ટે.કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, વોર્ડ નં.૧૮માં કોઠારીયા વિસ્તારમાં આવેલી માધવ રેસીડેન્સી, ખોડલધામ, ભક્તિધામ એવન્યુ, ગંગા-જમના, માટેલપાર્ક, ન્યુ તિ‚પતિ, બાલાજી પાર્ક, આસોપાલવ પાર્ક, ગોવિંદ ગ્રીન સીટી, શિવમ પાર્ક, શુભમ પાર્ક, વિરાણી રેસીડેન્સી ઉપરાંત સ્વાતી હેડ વર્કસી રોલેકસ રોડ વાયા આસોપાલવ સહિતના વિસ્તારમાં ૧૦૦, ૧૫૦, ૨૦૦ અને ૩૦૦ મીટર ડાયાની ડીડી પાઈપ લાઈન નેટવર્ક ઉભુ કરવામાં આવશે. આ કામ માટે ‚ા.૨.૨૩ કરોડનો ખર્ચ કરાશે. જેનો લાભ ૭ હજારી વધુની વસ્તીને મળશે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.