Abtak Media Google News

ચાર શખ્સોએ ધોકા વડે માર મારતા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો

શહેરમાં નાની નાની બાબતે મારામારી સહિતના ગુનાઓ વધી રહ્યા છે. જેમાં મવડી ચોકડી પાસે આવેલા ક્રિષ્ના પાર્કમાં ચંદન પાન પાસે પારકા ઝઘડામાં ડોકિયું કરવા જતા ચાર શખ્સોએ ધોકા વડે લમધારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મવડી ચોકડી પાસે આવેલા ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા અને ડ્રાઈવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવતા કમલેશભાઈ વિષ્ણુદાસ દુધરેજીયા નામના 40 વર્ષીય યુવાને ચંદન પાર્ક પાસે અજય અને રામ સહિત ચાર શખ્સોએ ધોકા વડે માર મારતા યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે જાણ કરતા પોલીસ સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. જ્યાં પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ અજય અને રામ ચંદન પાન પાસે ખેલ કરતા હોય ત્યારે કમલેશ ત્યાં જોવા ઊભા રહેતા અજય અને રામે અન્ય મિત્રના ઘરનું સરનામું પૂછ્યું હતું જે બાબતે કમલેશ અજાણ હોવાનું કહેતા તેને ધોકા વડે માર માર્યાનો જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.