Abtak Media Google News

ગઠીયાએ દર મહિને નફો કરી આપવાનું કહી પૈસા ખંખેરી યાજ્ઞિક રોડ પરની ઓફિસને તાળાં માળી દેતા નોંધતો ગુનો  

શહેરમાં છેતરપીંડીના દીન પ્રતિદિન બનાવો વધવા પામ્યા છે.લોભામણી લાલચ આપી ગઠીયાઓ લોકો પાસેથી પૈસા ખંખેરી રહી છે.ત્યારે વધુ એક ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.જેમાં યાજ્ઞિક રોડ પર આવેલી રિદ્ધિ સિદ્ધિ ઇન્વેસ્ટમેન્ટ નામની કંપનીના માલિકે વેપારીને પોતાની કંપનીમાં રોકાણ કરી દર મહિને ડબલ વળતર આપવાની લાલચ આપી રૂ.5 લાખનું રોકાણ કરવું ઓફિસને તાળાં મળી રફુચક્કર થઈ જતાં તને પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

વિગતો મુજબ કોઠારીયા રોડ પર રહેતા કિરણભાઈ હરિભાઈ ગોહેલ નામના વેપારીએ દોઢ વર્ષ પહેલાં એક જાહેરાત જોઈ હતી જેમાં તેને રિદ્ધિ સિદ્ધિ ઇન્વેસ્ટમેન્ટ કંપનીમાં રોકાણ કરનારને દર મહિને આજીવન 7 ટકા રિટર્ન આપવામાં આવશે.જેથી તેને તે કંપનીનો કોન્ટેક કરતા રિદ્ધિ સિદ્ધિ ઇન્વેસ્ટમેન્ટ કંપનીના પ્રોપરાઇટર પલક પ્રફુલભાઈ કોઠારીએ જણાવ્યું હતું કે તેમની ઓફિસ યાજ્ઞિક રોડ પર માધવ કોમ્પલેક્ષમાં આવેલી છે જેથી ફરિયાદી કિરણભાઈ તેમને ત્યાં મળવા માટે ગયા હતા.

ત્યારે પલક કોઠારીએ તેમને પોતાની લોભામણી લાલચો આપી કિરણભાઈ ને બાટલીમાં ઉતારી દીધા હતા. જેથી તેઓ એ ત્યારે રૂપિયા પાંચ લાખનો રોકાણ કર્યો હતો જેમાં સિક્યુરિટી પેટે તેમની કંપનીનો ચેક આપ્યો હતો. પરંતુ રોકડ બાદ પણ પલકભાઈએ કોઈ પણ વળતર આપ્યું ન હતું.જેથી તેને પોતાના પૈસા પરત માગ્યા હતા. અને તેની ઓફિસે જતા ઓફિસ પર તાળા લાગ્યા હોવાનું ચડાતા તેને પલકને ફોન કર્યો હતો પરંતુ તેનો ફોન બંધ આવ્યો હતો. જેથી આજ સુધી પલક ભાઈનો કોઈ સંપર્ક ના થતા તેને અંતે પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પલક વિરૂદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.