Abtak Media Google News

સંસ્થાનના પ્રથમ કાર્યક્રમમાં ૩૦૦થી વધુ ભાઈ-બહેનોનું સન્માન કરાયું

ક્ષત્રિય રાજ ફાઉન્ડેશન દ્વારા તા.૭ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ અરવિંદભાઈ મણિયાર હોલ ખાતે ગુજરાત રાજયમાં ક્ષત્રિય સમાજ માટેનો સૌપ્રથમ કાર્યક્રમ ‘ગુદડી કા લાલ’ (ગુદડી કા લાલ એટલે કે ચીથરે વીંટાયેલું રતન) વિદ્યાર્થી સત્કાર સમારોહ ભવ્યાતિ ભવ્ય રીતે સંપન્ન થયો. આ કાર્યક્રમમાં વિશિષ્ટ બાબત એ હતી કે ક્ષત્રિય સમાજના માત્ર ને માત્ર રાજકોટ શહેરની સરકારી શાળામાં જ ધો.૧ થી ૮માં અભ્યાસ કરતા ૩૦૦ જેટલા દીકરા-દીકરીઓનું તેમજ સરકારી શાળામાં ફરજ બજાવતા ક્ષત્રિય સમાજના શિક્ષકોને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાનના પ્રમુખ ડો.યોગરાજસિંહ જી.જાડેજાના પિતાશ્રીની સ્મૃતિ‚પે સ્વ.ગંભીરસિંહજી જીલુભા જાડેજા (જાબીડા) સ્મૃતિ ટ્રસ્ટના સૌજન્યથી કાર્યક્રમ સ્પોન્સર કરવામાં આવ્યો હતો. પ્રથમવાર ખરાઅર્થમાં ગુદડી કા લાલો દ્વારા ગુદડી કા લાલોનું સન્માન કરવામાં આવ્યું.

વિશેષ ઉપસ્થિત નાયબ સચિવ અશોકસિંહજી પરમારે તેમના ઉદબોધનમાં જણાવ્યું કે, આવા કાર્યક્રમો સમગ્ર ગુજરાતમાં જિલ્લા સ્તરે થવા જોઈએ સાથો સાથ ક્ષત્રિય રાજ ફાઉન્ડેશનના આ આવતા વર્ષના કાર્યક્રમની સ્પોન્સરશિપ જાહેર કરી હતી. વધુમાં નરેન્દ્રસિંહ જાડેજા (બેંકના એમ.ડી.) દ્વારા પણ આ ટીમને અડગ રહીને આગળ વધી સમાજનું સારુ કામ કરી શકો તેવી પ્રેરણા આપી હતી તથા પ્રમુખ જામકંડોરણા તાલુકા પંચાયત પ્રતિપાલસિંહ જાડેજા, આ મ્યુ.કમિશનર રવીન્દ્રસિંહ ચુડાસમા, જિલલા રમત ગમત અધિકારી વિરેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહીને કાર્યક્રમની સરાહના કરી હતી તથા પ્રમુખ રાજકોટ તાલુકા પંચાયતના ઘોઘુભા જાડેજા (ઘંટેશ્ર્વર) તથા ડે.મ્યુ.કમિશનર આર.એમ.સી. ધર્મેન્દ્રસિંહ જાડેજા (આઈએએસ)એ શુભકામનાઓ પાઠવી હતી.

આ કાર્યક્રમને ક્ષત્રિય રાજ ફાઉન્ડેશન રાજકોટ પ્રમુખ ક્રિપાલસિંહ રાણા, ઉપપ્રમુખ પૃથ્વીરાજસિંહ જેઠવા પ્રવકતા દિગ્વિજયસિંહ વાઘેલા, મંત્રી શકિતસિંહ વાઘેલા તથા સહમંત્રી રાજદિપસિંહ જાડેજા (વડાળી) તથા કાર્યક્રમ સંકલન સમિતિ દ્વારા સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.