Abtak Media Google News

બેડીપરા ખાતે સવારે ૮ કલાકે શસ્ત્રો તથા શમી વૃક્ષનું પૂજન ત્યારબાદ મહારેલીનો પ્રારંભ થશે: કાર્યક્રમને લઇ આયોજકોએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી

વિજયા દશમી એ અસુરી તત્વ પર સત્યના વિજયનો પર્વ છે. રાજપુતોને હરહંમેશ સત્યની રક્ષા માટે આયુધો ઉઠાવ્યા છે. વિજયા દશમીએ પરંપરા મુજબ રાજપુત સમાજ શકિતરુપી શસ્ત્રોનું પુજન કરે છે. આ પરંપરા મુજબ તા. ૮ ને વિજયા દશમીના રોજ ક્ષત્રીય રાજપુત સમાજ દ્વારા પરંપરાગત વૈદિત રીતે શસ્ત્રોનું પુજન, શહીદ વીરોને વિરાંજલી સ્મરણાંજલી તેમજ ભવ્ય મહારેલીનું આયોજન કરવામાં આવેલ છે.

આ વિજયાદશમી મહોત્સવ ઉજવણીના ભાગરુપે રાજપુત સમાજ ની વાડી બેડીપરા ખાતે સવારે ૮ કલાકે પરંપરાગત રીતે શસ્ત્રો તથા શમી વૃક્ષનું પુજન કરવામાં આવશે. ત્યારબાદ સવારે ૯.૩૦ કલાકે રાજપુત સમાજની વાડી બેડીપરા રાજપુત વાડી ખાતેથી મહારેલી નો પ્રારંભ થશે. અને પંચનાથ મહાદેવ મંદીર ખાતે પુર્ણામુતિ થશે આ શસ્ત્રપુજન તથા મહારેલીમાં ક્ષત્રીય રાજપુત સમાજ, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના, ગુજરાત રાજપૂત ક્ષત્રીય રાજપુત સમાજના યુવાનો જોડાશે. આ કાર્યક્રમ તથા શહીદ વંદના ના આયોજન મુખ્ય મહેમાન તરીકે રમેશ સિંહ ચૌહાણ, જીણા ભા ચાવડા, વિક્રમસિંહ પરમાર, અરજણ જી. રાઠોડ, ગોવિંદસિંહ ડોડીયા, માવજીભા ડોડીયા, મહેશ્ર્વરસિંહ રાજપુત, ભરતસિંહ ચુડાસમા, હરુભા નકુમ, ભુપતસિંહ વણોલ, અજીતસિંહ રાજપુત  તથા રિતેશ સિંહ રાઠોડ હાજર રહેવાના છે. આ શસ્ત્ર પુજન તથા મહારેલી મહોત્સવમાં ક્ષત્રીય રાજપુત સમાજને ઉ૫સ્થિત રહેવા રાષ્ટ્રીય કરણી સેનાનો અનુરોધ છે. આ તકે આયોજકો ચંદુભા પરમાર, હિતુભા ડોડીયા, યુવરાજસિંહ ડોડીયા, જયદીપસિંહ ભાટ્ટી, મૌલિકસિંહ વાઢેર, કાનાજી ચૌહાણ, પ્રવિણસિંહ સિંધવ, સુરુભા ડોડીયા સહીતનાઓએ અબતકની મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.