Abtak Media Google News
  • લાલપુરના ગોવાણા ગામમાં શ્રમિક પરિવારના બે વર્ષના બાળકનું બોરવેલમાં ગરકાવ થઈ જવાનું પ્રકરણ

  • બેદરકારી પૂર્વક ખુલ્લો બોરવેલ મૂકી દેનાર વાડી માલિક સામે લાલપુર પોલીસે બેદરકારી દાખવવા અંગે ગુનો નોંધ્યો

જામનગર સમાચાર

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં બે દિવસ પહેલાં શ્રમિક પરિવારનો બે વર્ષનો બાળક ખુલ્લા બોરવેલ માં પડી ગયો હતો, અને ફાયર અને પોલીસ સહિતના તંત્રએ કવાયત કરી બાળકને હેમખેમ બચાવી લીધો હતો. જે પ્રકરણમાં બેદરકારી પૂર્વક ખુલ્લો બોરવેલ મૂકી દેનાર વાડી માલીક સામે લાલપુર પોલીસે ગુન્હો નોંધ્યો છે.

Advertisement

આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં રણમલભાઈ મેપાભાઇ કરંગીયા નામના વાડી માલિકે પોતાની વાડીમાં તાજેતરમાં પાણીનો બોર કરાવ્યો હતો. પરંતુ તે બોરવેલ ખુલ્લો મૂકી દીધો હતો, જેના કારણે બાજુની વાડીમાં મજૂરી કામ કરતા નિલેશભાઈ રમેશભાઈ વસાવા નો બે વર્ષનો પુત્ર રાજ ખુલ્લા બોરવેલમાં પડી ગયો હતો.Whatsapp Image 2024 02 08 At 12.49.04 Db4Ec923

જેને ફાયર-પોલીસ સહિતના વહીવટી તંત્રએ ૯ કલાકની જહેમત પછી હેમખેમ બચાવી લીધો હતો. આ પ્રકરણમાં લાલપુર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. બાળકના પિતા નીલેશભાઈ વસાવાની ફરિયાદ ના આધારે ખુલ્લો બોરવેલ મૂકી દઇ બેદરકારી દાખવાનારા રણમલભાઈ મેપાભાઇ કરંગીયા સામે આઇપીસી કલમ ૩૩૬ અને ૩૩૭ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા હાલમાં બોર ને સીલ કરી દેવાયો છે.

સાગર સંઘાણી

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.