Abtak Media Google News

પાંચ વર્ષથી પ્રકાશમાં આવતા દુષ્કર્મ કેસમાં નેતાની સંડોવણી અને ભલામણથી પોલીસના પારોઠના પગલા અને કાયદાની આંટીઘૂંટીમાં

કચ્છના ભાજપ અગ્રણી સામે દુષ્કર્મના આક્ષેપ-પ્રતિઆક્ષેપની ઘટનાથી સમગ્ર રાજયમાં ચકચાર જગાડી છે. ત્યારે સમગ્ર ઘટના પાછળ મીથુન રાશીના રાજકીય નેતાની રાજકીય રમત હોવાની ચર્ચા સાથે ચકચાર જગાડી છે. મીથુન રાશીના નેતાની મેલી મુરાદ અને વરવી ભૂમિકાના કારણે જ કચ્છની ગંદકી છેક ગાંધીનગર સુધી પહોચી છે. આ ગંદકી હટાવવા સમાધાનની ફોમ્યુલા બનાવી છે ત્યારે બીજી તરફ ભાનુશાળીને સાકળતા એક કેસના ફરિયાદીએ રાજકીય દબાણને વંશ થઇ ફરિયાદ નોંધાવી હોવાની હાઇકોર્ટમાં આપેલી કબુલાતથી પ્રકરણ વધુ પેચીંદુ બન્યું છે. દુષ્કર્મ પિડીતા ફરિયાદ પાછી ખેચવા માટે સોગંદનામું આપી રહી છે ત્યારે કોર્ટના કડક વલણના કારણે ગંદકી પેદા કરનાર રાજકીય નેતા બંને તરફ ઢોકી વગાડી દુષ્કર્મ કેસનો રાજકીય લાભ લઇ પોતાનો પગદંડો વધુ મજબુત કરવાની વેતરણ કરી રહ્યો છે.

કચ્છ અને મુંબઇમાં જ પ્રભુત્વ ધરાવતા નાના એવા ભાનુશાળી સમાજને હાલ તોડ દોડધામ થઇ ગઇ છે. દુષ્કર્મ કેસના કારણે પોલીસ, પોલીટીક, પબ્લીક, પ્રેસ અમને પોશ્યુકીશન ચકરાવે ચડયા છે. પાંચેય ‘પી’ને ચકરાવે ચડાવનાર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા મીથુન રાશીના રાજકીય નેતાની વરવી ભૂમિકા રહી હોવાનું અને અબડાસાની શીટ માટેની માથાકૂટ હોવાની રાજકીય ચર્ચા થઇ રહી છે.

ગાંધીનગર ખાતે તબેલાની બાદશાહી ધરાવતા રાજકીય નેતા સમગ્ર કેસ પેચીંદો બનાવવા અને બીજી તરફ સમાધાન સમાધાન કરાવવા પ્રયાસ કરાવતા હોવાનો ડોળ કરી રહ્યા હોવાનું જગજાહેર થઇ ગયું છે તેમ છતાં પોતાની પીપુડી વગાડી રહ્યા છે.

રાજકીય કારકીર્દી ખતમ કરવા છેલ્લા પાંચ વર્ષથી પ્રકાશમાં આવતા દુષ્કર્મ કેસમાં રાજકીય નેતાની સંડોવણી આવે ત્યારે પોલીસને પારોઠના પગલા ભરવા પડે છે અને કાયદાની આટીઘૂટીના કારણે વિવસ્તા અને વિસંગતતા સર્જાય છે. ત્યારે ૧૬૪ મુજબના નિવેદનનો આધાર રહે છે.

જયંતી ભાનુશાળીના દબાણથી યુવતી સામે નલીયા પોલીસ સ્ટેશનમાં ખોટી એફઆઇઆર નોંધાવી હોવાનો એકરાર ફરિયાદી અજય ઠક્કરે હાઇકોર્ટમાં કર્યો હતો આ બાબતને અતિ ગંભીર ગણી ન્યાયાધિશ સોનિયા ગોકાણી તા.૩૦ જુલાઇના રોજ નલીયા ડિવિઝનના ડીવાય.એસ.પી. સહિતના તપાસનીશ અધિકારીઓને દસ્તાવેજી પુરાવા સાથે હાજર થવા આદેશ કર્યો છે. હાઇકોર્ટે નોંધ્યું છે કે, આ કેસમાં જે બાબતો બહાર આવી છે તે અતિ ગંભીર છે. તેથી પોલીસે કેવા સંજોગોમાં ફરિયાદ નોંધી તે જાણવું જરૂરી છે.

ગઇકાલે દુષ્કર્મ કેસની ફરિયાદ રદ કરવા ભાનુશાળીએ કરેલી અરજી પરની સુનાવણીમાં પિડીતા પોતે હાજર રહી હતી અને પોતાના દ્વારા થયેલી ફરિયાદ પાછી ખેચવા અંગે સોગંદનામું રજુ કર્યુ હતું. જયારે ભાનુશાળીએ આગોતરા જામીન અરજીના બદલે ફરિયાદ રદ કરવા જ અરજી કરી હતી. આ કેસમાં પિડીતાએ સમાધાન કર્યુ હોવાનું સોગંદનામુ કરતા નવો ફણગો ફુટયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.