Abtak Media Google News

સિવિલ હોસ્પિટલના રસ્તા, છતમાંથી પડતા પોપડા અને ઉભરાતી ગટરોથી દર્દી અને સબંધીઓ ત્રાહિમામ

સૌરાષ્ટ્ર-કચ્છના પીઆઇયુ વિભાગમાં માત્ર બે જ અધિકારીથી ચાલે છે કામગીરી

શહેરની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં વિવિધ વિભાગોમાં પીઆઇયુ (પ્રોજેક્ટ ઇમ્પ્લીમેન્ટેશનયુનિટ)ની ઘોર બેદરકારીને કારણે દર્દીઓ, તેમના સગા અને ખુદ તબિબી, નર્સિંગ સ્ટાફને હાલાકી સહન કરવી પડી રહી છે. હોસ્પિટલના અનેક રસ્તાઓ ઘોબારા બની ગયા છે, ઠેકઠેકાણે ગટરો ઉભરાઇ રહી છે. સંડાસ બાથરૂમની હાલત દયનીય બની ગઇ છે, વરસાદ આવતાં જ છત્તમાંથી પાણી ટપકે છે તો અમુક છતમાંથી પોપડા ખરે છે. આવી ઘોર બેદરકારી માટે પીઆઇયુ વિભાગ જવાબદાર હોવાના રોષ સાથે આજે કોંગ્રેસે વિસ્તૃત રજૂઆત કરી હતી અનેસાથે બેદરકારીનેછત્તી કરતાં ફોટોગ્રાફસ સાથેનું બેનર પણ રજુ કરાયું હતું. પ્રદેશ કોંગ્રેસ ઉપપણûખ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાની આગેવાની હેઠળ આ રજૂઆત થઇ હતી.

Advertisement

પીડીયુ સિવિલ હોસ્પિટલ, મેડિકલ કોલેજ સહિતના બિલ્ડીંગના વિભાગો તેમજ હોસ્પિટલ કમ્પાઉન્ડના રસ્તાઓ સહિતના પ્રશ્નો અંગે પ્રોજેક્ટ ઇમ્પ્લીમેન્ટેશન યુનિટ (પીઆઇયુ)ના સૌરાષ્ટ્ર-કચ્છ ઝોન-1/2ના મુખ્ય અધિકારીને રજૂઆત કરી જણાવાયુ છે કે રાજ્યની જનતાને આરોગ્ય વિભાગની સુવિધાઓ સારી રીતે પ્રાપ્ત થાય તેવા ઉમદા હેતુથી સરકાર દ્વારા આર એન્ડ બી વિભાગમાંથી પીઆઇયુ વિભાગને અલગ કરી સરકારી હોસ્પિટલો અને તેને સંલગ્ન બિલ્ડીંગોના રાખ-રખાવ માટેની જવાબદારી સોંપવામાં આવી છે. પરંતુ રાજકોટ શહેરમાં બેસતી સૌરાષ્ટ્ર કચ્છ વિભાગની પીઆઇયુ કચેરીમાં સરકારના પીઆઇયુ વિભાગના માત્ર બે જ અધિકા2ી બેસે છે.

જવાબદાર પીઆઇયુ વિભાગના કાર્યપાલક ઇજનેર, સિવિલ વિભાગના જવાબદાર ઇજને2, ઇલેક્ટ્રીક વિભાગની ઉદાસીનતા અને કામ પ્રત્યેની બેદરકારી અને ભ્રષ્ટાચાર ઉઘાડો પડી રહ્યો હોય તેમ જણાય છે. સિવિલ હોસ્પિટલના રોડ- રસ્તાઓમાં ઠેકઠેકાણે ગાબડા પડ્યા છે. હોસ્પિટલમાં રંગરોગાનની વાત હોય કે પછી સિવિલ હોસ્પિટલ કે મેડિકલ કોલેજના બિલ્ડીંગોમાં ડ્રેનેજની કામગીરી, ઇલેક્ટ્રીકને લગતી કામગીરી હોઇ તમામમાં ઘોર બેદ2કા2ી નજરે ચડે છે. કચરાથી ઉભરાતી અને ગંધાતી ગટરો, સિવિલના અનેક વોર્ડમાં તૂટેલા સંડાસ-બાથરૂમ અને તૂટેલી પ્લમ્બીંગની પાઇપો, ધાબામાંથી ટપકતા પાણી, જુના જમાનાના પંખા-ટ્યુબલાઇટો અને બીજી અનેક બેદરકારી સામે આવી છે.

પીઆઇયુ વિભાગની બેદરકારીની આ બાબતો ચાડી ખાઇ રહી છે.રજૂઆતમાં આગળ જણાવાયુ છે કે હોસ્પિટલમાં નવા રોડ રસ્તા બનાવવા, જુનાને સમારકામ ક2વા ખો આપવાનું બંધ કરવું, કરોડોના ખર્ચે બનેલા ઓપીડી બિલ્ડીંગમાં બેઝમેન્ટ, પાર્કિંગમાં સેલ2માં વરસાદી પાણી ભરાય છે આ ક્ષતિ દૂર કરાવવી, સેલ2માં ફાળવાયેલી જુદા જુદા – વિભાગની ઓફિસો પણ ઉપયોગમાં આવતી નથી, પાર્કિંગની જગ્યા પણ જાણે ભંગાર જવાબદાર ઇજને2, ઇલેક્ટ્રીક વિભાગની ઉદાસીનતા અને કામ પ્રત્યેની બેદરકારી અને ભ્રષ્ટાચાર ઉઘાડો પડી રહ્યો હોય તેમ જણાય છે.

સિવિલ હોસ્પિટલના રોડ- રસ્તાઓમાં ઠેકઠેકાણે ગાબડા પડ્યા છે હોસ્પિટલમાં રંગરોગાનની વાત હોય કે પછી સિવિલ હોસ્પિટલ કે મેડિકલ કોલેજના બિલ્ડીંગોમાં ડ્રેનેજની કામગીરી, ઇલેક્ટ્રીકને લગતી કામગીરી હોઇ તમામમાં ઘોર બેદ2કા2ી નજરે ચડે છે. કચરાથી ઉભરાતી અને ગંધાતી ગટરો, સિવિલના અનેક વોર્ડમાં તૂટેલા સંડાસ-બાથરૂમ અને તૂટેલી પ્લમ્બીંગની પાઇપો, ધાબામાંથી ટપકતા પાણી, જુના જમાનાના પંખા-ટ્યુબલાઇટો અને બીજી અનેક બેદરકારી સામે આવી છે. પીઆઇયુ વિભાગની બેદરકારીની આ બાબતો ચાડી ખાઇ રહી છે.

ટ્રોમા સેન્ટર સામે પીએમએસએસવાય નવા ઓપીડી બિલ્ડીંગમાંથી નીકળતી ડ્રેનેજ લાઇનો પાણીની લાઇનો ક્ષતિગ્રસ્ત હોઇ તે સમારકામ કરાવવા તેમજ તમામ વોર્ડમાં ઇલેક્ટ્રીક વિભાગને લગતી અનેક ક્ષતિઓ છે તે દુર કરાવવી જરૂરી છે. જુના ખખડી ગયેલા પંખા દૂ2 ક2વા અને દર્દીઓની તકલીફો દુ2 ક2વા માંગણી કરવામાં આવી છે.

રજૂઆતમાં પ્રદેશ કોંગ્રેસ સમિતીના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા,કાર્યકારી પ્રમુખ સંજયભાઇ અજુડીયા, આગેવાન અશોકસિંહ વાઘેલા, પુર્વ કોર્પોરેટર અતુલભાઇ રાજાણી, દિલીપભાઇ આસવાણી, ગૌ2વ પુજારા, મનસુખ કાલ2ીયા, સુરેશ બથવાર, મયુર શાાહ, દેવેન્દ્રસિંહ રાણા, ઘનશ્યામ મકવાણા, કેતન તાળા, આશિષસિંહ વાઢેર, યોગરાજસિંહ જાડેજા, યુનુસ જુણેજા, મનિષાબા વાળા, ડો. નયનાબા જાડેજા, હિરલબા રાઠોડ,ફેમીબેન ગોહેલ, પ્રફુલાબા ચૌહાણ, જસુબેન જળુ, મયુરસિંહ પરમાર, ડી.પી. મકવાણા, કમલેશ કોઠીવા2, કરણ મકવાણા, મુકુંદ ટાંક, મિલીન્હ પરમાર, રઘુરામ યાદવ, અબ્દુલ કાદર શેખ અને રફીકશાસહિતના જોડાયા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.