Abtak Media Google News

સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલ રામ ભરોસે..

સિક્યુરિટી નો કોન્ટ્રાક્ટ પૂર્ણ થતાં સર્જાઈ સમસ્યા: હાલ એક પણ સિક્યુરિટી ગાર્ડ ગાંધી હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી

સુરેન્દ્રનગર શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહી છે ત્યારે પહેલા સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં ડોક્ટરોનો અભાવ હતો ત્યારે આ મુદ્દે ઉચ્ચતર કક્ષાએ કેન્દ્રીય મંત્રી સુધી રજૂઆત કરવામાં આવતા હજુ ડોક્ટરનો પ્રશ્ન નો નીવેડો આવ્યો નથી ત્યાં ફરી એક વખત સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલ ચર્ચામાં આવી છે આ વખતે એવી રીતે ચર્ચામાં આવી છે કે સુરેન્દ્રનગરની જિલ્લામાં સૌથી મોટી સિવિલ હોસ્પિટલ એટલે મહાત્મા ગાંધી હોસ્પિટલ જિલ્લામાંથી તથા અન્ય તાલુકાઓમાંથી સારવાર માટે દર્દીઓ સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં પોતાના દર્દના ઈલાજ માટે આવતા હોય છે.

Advertisement

છેલ્લા છ દિવસથી સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં સિક્યુરિટી નો અભાવ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં એક પણ સિક્યુરિટી ગાર્ડ છેલ્લા છ દિવસથી નથી.

મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગરની જે મહાત્મા ગાંધી હોસ્પિટલ આવેલી છે તેનો સિક્યુરિટી ગાર્ડનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો હોવાના કારણે સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલ છે ત્યાં એક પણ સિક્યુરિટી ગાર્ડ છેલ્લા છ દિવસથી નથી ત્યારે કોઈ મોટી ઘટના બને અથવા જે ગાંધી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે તે દર્દીઓ સાથે કોઈ અનિચ્છનીય બનાવ બને અથવા કોઈ વસ્તુની ચોરી થાય તો જવાબદાર કોણ રહેશે તેની સામે કેટલાક સવાલ ઊભા થઈ રહ્યા છે.

છેલ્લા છ દિવસથી સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ ના મુખ્ય દ્વાર ઉપર પણ સિક્યુરિટી નથી જેને લઈને રખડતા ઢોર અને અન્ય રાત્રી દરમિયાન નશાહીત હાલતમાં ગાંધી હોસ્પિટલમાં લોકો પ્રવેશ કરી જાય છે અને ખાસ કરીને જે સારવાર લેતા દર્દીઓના સગા સંબંધીઓ સાથે તકરાર કરતાં હોવાના કિસ્સાઓ પણ છ દિવસની અંદર સામે આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં તાત્કાલિક પણે સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવે અને કોન્ટ્રાક રીન્યુ કરવામાં આવે તેવી માંગણી ઊભી થઈ છે.

આ અંગે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલના મુખ્ય તબીબ જોડે વાતચીત દરમિયાન જણાવ્યું છે કે સિક્યુરિટી નો કોન્ટ્રાક્ટ પૂરો થયા હોવાના કારણે આ પ્રકારની સમસ્યા ઊભી થઈ રહી છે ટૂંક સમયમાં નવો સિક્યુરિટી નો કોન્ટ્રાક આપવામાં આવશે ત્યારબાદ સમગ્ર જે ગાંધી હોસ્પિટલ આવેલી છે ત્યાં સિક્યુરિટી ગાર્ડ ગોઠવવામાં આવશે અને ત્યારબાદ જે આવા બનતા બનાવો છે તે અટકાવવાનો પ્રયાસ પણ હાથ ધરવામાં આવશે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગરની જે મહાત્મા ગાંધી હોસ્પિટલ આવેલી છે ત્યાં સિક્યુરિટી નો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયા હોવાના કારણે એક પણ સિક્યુરિટી હાલમાં ગાંધી હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ નથી ટૂંક સમયમાં નવો કોન્ટ્રાક આપી અને નવા સિક્યુરિટી ગાર્ડની ભરતી કરવામાં આવશે અને ફરી ગાંધી હોસ્પિટલની સિક્યુરિટી કડક થાય તેવા પ્રયાસ હાથ ધરવામાં આવશે

સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં સિક્યુરિટી નો અભાવ હોવાના કારણે અનેક પ્રકારના પ્રશ્નો હાલમાં ઊભા થયા છે જે પૈકીનો એક સૌથી મોટો પ્રશ્ન એ છે કે સુરેન્દ્રનગરની જે મહાત્મા ગાંધી હોસ્પિટલ આવેલી છે ત્યાં મેડિકલ કોલેજ પણ ચાલી રહી છે સમગ્ર ગુજરાત રાજ્યમાંથી મેડિકલ નો અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ આ કોલેજ ખાતે આવ્યા છે અને અભ્યાસ કરી રહ્યા છે રાત્રિ દરમિયાન આવારા તત્વો નો આંતક ગાંધી હોસ્પિટલમાં સૌથી વધુ રહ્યો છે ત્યારે આ મેડિકલ કોલેજમાં યુવતીઓ પણ અભ્યાસ કરતી હોય છે અને ત્યાં રહેતી પણ હોય છે ત્યારે સિક્યુરિટી ન હોવાના કારણે આવારા તત્વો ગાંધી હોસ્પિટલમાં રાત્રિ દરમિયાન ઘસી આવે છે ત્યારે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા છાત્રોની સિક્યુરિટી સામે પણ સવાલ ઊભા થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.