Abtak Media Google News

‘પેરેન્ટ્સ ડે’ ઉપર પૂ.દિપકભાઈનો માતા-પિતાને સંદેશ: એક લાખ લોકોએ ‘જોવા જેવા દુનિયા’ની મુલાકાત લીધી.

જનરેશન ગેપ કયા યુગમાં નહોતો? કોઈપણ બે પેઢી વચ્ચે સમય, સમજણ અને અનુભવો બદલાતા જનરેશન ગેપ ઊભો થયા વગર રહેતો ની. પણ આજના આધુનિક યુગમાં આ ગેપ એક ઊંડી અને પહોળી ખાઈ બની રહ્યો છે. અને તેનું કારણ છે માતા-પિતાના સંબંધોમાં વધતી તિરાડો જેવી કે ડિવોર્સ, જીવનની રેસમાં દોડતા મા-બાપ પાસે બાળકોને આપવા ખૂટતો ક્વોલીટી ટાઈમ, મા-બાપના કકળાટ અને કલેશમાં ઘવાતું બાળ-માનસ, સોશિયલ મીડિયા ઉપર કૃત્રિમ સંબંધોનો આભાસ, અને એીય મોટું કારણ  સાચી સમજણનો અભાવ.

Advertisement

અડાલજના ત્રિમંદિરના પ્રાંગણમાં પાંગરેલી જોવા જેવી દુનિયા નો ચોો દિવસ એટલેકે, ૧૮ નવેમ્બર, રવિવારનો આખો દિવસ પેરન્ટ્સ ડે તરીકે ઉજવાયો હતો. તેમાં સાંજે ૫.૩૦ થી ૭ દરમિયાન મા-બાપ છોકરાના વ્યવહારમાં બાળકોને પ્રેમ અને હૂંફ આપીને ખીલવી શકાય એ વિષય ઉપર પૂજ્ય દીપકભાઈનો પ્રશ્નોત્તરી સત્સંગ યોજાયો હતો જેમાં આશરે ૩૦,૦૦૦ લોકો હાજર હતા.

ફૂલ જેવા બાળકોને માળીની જેમ ખીલવો એ પૂજ્યના સત્સંગનું હાર્દ હતું. રાત્રે ૯ થી ૧૦:૩૦ દરમિયાન ઘર એક બગીચો નામના સુંદર નાટક દ્વારા એક જ છત નીચે રહેતા માણસોના સ્વભાવમાં ભિન્નતા હોવા છતાં સુમેળભર્યા સંબંધો કઈ રીતે ટકાવી શકાય, અને ફૂલ જેવા બાળકોને ખીલવવા માટે એમની ખામીઓ પર દ્રષ્ટિના કરતા એમનામા રહેલા પોઝીટીવ ગુણોને ઓળખીને કેવી રીતે એન્કરેજ કરી શકાય તેનો સંદેશો આપવામાં આવ્યો હતો. આખા દિવસ દરમિયાન લગભગ ૧ લાખ લોકોઍ આ “જોવા જેવી દુનિયા ની મુલાકાત લઈ આનંદ-ઉલ્લાસ અને ધન્યતા અનુભવી હતી.

આ દિવસનો લાભ ના લઈ શક્યા હોય તેવા તમામ પેરન્ટ્સ માટે ૨૫ નવેમ્બર સુધી ખાસ શોનું આયોજન યું છે. બાળકોનો સર્વાંગી વિકાસ થાય, તેમના પોઝીટીવ ગુણો ખીલે, નેગેટિવ ગુણોને પ્રોત્સાહન ના મળે, બાળકો આદર્શ નાગરિક બને, તેમના જીવનમાં પ્રેમ અને હૂંફ મળી રહે એ માટેનો સર્વાંગી, એટલેકે ૩૬૦ ડીગ્રીનો અભિગમ પૂરું પાડતો શો એટલે પેરન્ટીંગ પાઠશાળા.

એકસો ૫૦૦ લોકોને સમાવી શકતા ૪૦ મિનિટના આ શોમાં મા-બાપ એક ાઓ, બાળકો જોઈને શીખે છે, રીલીઝ ધ પ્રેશર, બાળકોને સમય આપો, ર્પ્રાના અને પોઝિટીવ ભાવ પ્રતિષ્ઠા વગેરે ચાવીઓ મળે છે જેનાી ઘરમાં આનંદનો અમૂલ્ય ખજાનો ખૂલી શકે છે. પેરન્ટ્સની પાઠશાળામાં ફક્ત માતા-પિતાને પ્રવેશ હોવાી બાળકોને આ શો દરમિયાન ગમ્મત સો જ્ઞાન પીરસતા કિડ્સ કેરની સુવિધા પણ ઉપલબ્ધ છે.

આ ઉપરાંત, પરિવારમાં સોશિયલ મીડિયા ના માધ્યમી પ્રસરેલી કૃત્રિમ લાગણીઓના તારી ડિસ્કનેકટ થઈ આંતરિક લાગણીઓના તાર સો ફરીી જોડાણ કરવાના હેતુી બનેલા વાય-ફાય હોમ માં ફક્ત ૩૦ મિનિટમાં પરિવાર સાથે ક્વોલીટી સમય ફાળવવાની અઢળક રીતો મળે છે. આ દુનિયામાં સહપરિવાર પ્રવેશ મેળવી શકાય છે, વિના મૂલ્યે ! વધુ માહિતી માટે વેબસાઇટ jjd.dadabhagwan.org ની મુલાકાત લઈ શકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.