Abtak Media Google News

સૌનો સાથ સૌનો વિકાસના સુત્રને  ચરીતાર્થ કરાશે:
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રી કાર્યાલયમાં દાદા ભગવાન, સીમંધર સ્વામીની પૂજા-અર્ચના કરી સહુજન હિતાય સહુજન સુખાય’ની ખેવના સાથે કાર્યભાર મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આજે કાર્યભાર સંભાળી લીધો છે.મંત્રીમંડળના મંત્રીઓ પણ મુખ્યમંત્રી સાથે સહભાગી થયા હતા.સમગ્ર મંત્રીમંડળે આજથી પદભાર સંભાળ્યો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા ચૂંટણીઓમાં પ્રચંડ જનસમર્થન મેળવીને સતત બીજીવાર મુખ્યમંત્રીપદનો કાર્યભાર આજે મંગળવારે  શુભ મૂહુર્તમાં વિધિવત સંભાળ્યો હતો.

Advertisement

મુખ્યમંત્રી કાર્યાલયમાં  ભૂપેન્દ્ર પટેલે સીમંધર સ્વામીની મૂર્તિ તથા પૂજ્ય દાદા ભગવાનના શ્રીચરણોમાં ભાવપૂષ્પ અર્પણ કરીને રાજ્યનું જનસેવા દાયિત્વ આજથી સંભાળી લીધું છે.મુખ્યમંત્રી તરીકે  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમગ્ર મંત્રીમંડળે સહુજન હિતાય-સહુજન સુખાયની ખેવના તેમ જ ‘સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ’ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ધ્યેયમંત્ર સાથે આજે  પોતાના પદભાર સંભાળ્યા છે.મુખ્યમંત્રીએ નવનિયુક્ત સૌ મંત્રીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને રાજ્યના ઉત્તરોત્તર અવિરત વિકાસમાં તેમનું યોગદાન મળતું રહે તેવી મંગળ કામનાઓ વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપરાંત  8 કેબીનેટ મંત્રી અને  8 રાજયકક્ષાના  મંત્રીઓએ  પુજા અર્ચના  કર્યા બાદ  વિધીવત રીતે પોતપોતાના વિભાગનો  ચાર્જ સંભાળી લીધો હતો. પ્રથમ  દિવસે  તમામ  મંત્રીઓને અધિકારીઓએ  આવકાર્યા હતા સાથોસાથ  પોતાના વિભાગના અધિકારીઓની  ઓળખ પણ  કરાવવામાં આવી હતી. નવનિયુકત તમામ મંત્રીઓને ભુપેન્દ્રભાઈ પટેલે શુભકામના પાઠવી હતી. સાથોસાથ તેઓના હસ્તકના વિભાગોમાં ખંતથી લોકોની સુખાકારી માટે કામ કરવાની પણ સુચન કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.