Abtak Media Google News

આપણી સંસ્કૃતિનું પારંપરિક વ્યજંન લાડવા સદીઓથી જાણીતા છે: વિશ્ર્વભરમાં હળવદના લાડુ જાણીતા છે: અહિંના ભૂદેવો લાડવા ખાવામાં જાણીતા છે: આજે તો વિવિધ પ્રકારનાં લાડવા બનવા લાગ્યા છે: ભગવાન શ્રી ગણેશજીને મોદક અતિ પ્રિય હતા

લાડવા…મોદક…. ભારતની સૌથી  પૌરાણિક  મિઠાઈ છે. આદિકાળથી સારા પ્રસંગે લાડવાનો   મહિમા આપણી પરંપરા  સાથે જોડાયેલો  છે.ભારતનાં લગભગ દરેક રાજયમાં લાડવા શુભ મિઠાઈ છે, જોકે તેના અલગ અલગ નામો છે જેમાં લાડુ-મોદક, લાડવા સાથે વિવિધ પ્રકારનાં લાડવા બને છે. વર્ષોથી ઘી ગોળ અને લોટથી લાડવા બનતા આવ્યા છે.  પરિવર્તન અને બદલાતી લાઈફ સ્ટાઈલમાં લાડવાએ પણ અવનવારંગો બદલ્યા છે. મુખ્યત્વે ગોળની જગ્યાએ ખાંડ આવી ગઈ છે.

વિશ્વભરમાં લાડવાની વાત આવે એટલે હળવદના લાડવાની વાત આવે જ. છોટે કાશી તરીકે   ઓળખાતા હળવદ શહેર ભૂદેવ નગરી તરીકે જાણીતી છે. અહીંના ભૂદેવો લાડવા ખાવામાં વિશ્વભરમાં  જાણીતા છે. માત્ર એકજ ટંકમાં 60 લાડવા  ખાનાર હળવદા  દુર્ગાશંકર બાપા જગવિખ્યાત છે. આજે પણ આ ગામમાં જુવાનિયા 15 થી 20 લાડુ આરોગી જાય છે.

લાડુએ   ઘઉંના લોટમાં ઘી અને ગોળ કે ખાંડ નાંખીને  બનાવતી મીઠાઈ છે. લાડવામાં કાજુ-બદામ જેવો સુકો મેવો પણ ઉમેરવામાં આવે છે.કયારેક કોઈ ખાસ પ્રસંગે ખાવાનો ગુંદ પણ ઉમેરાય છે. ગુજરાતમાં  મગજ તરીકે  પ્રચલિત મીઠાઈ, ચણાના લોટના લાડવા જ છે. આજે તો તેના વિવિધ રૂપોમાં બુંદીના, ચુરમાના, ગોળીયા, ફીણીયા, ડિંક નારીયેળના, રવાના, મોતીચૂરના અને ગુંદર જેવાના લાડવા બનવા લાગ્યા છે.

1200Px Besanache Ladu 1

હિન્દુધર્મની માન્યતા મુજબ લાડવા શ્રી ગણેશજીની પ્રિય વાનગી મનાય છે. તેમના તમામ ચિત્રોમાં પણ હાથમા લાડુ દર્શાવવામાં આવે છે. આ ઉપરાંત લાડુ બ્રાહ્મણોની પણ પ્રિયવાનગી છે. આવી સ્પર્ધામાં તો ઘણીવાર લાડુ ખાવાની સ્પર્ધા પણ યોજવામાં આવે છે. આવી સ્પર્ધામાં સ્ત્રી-પુરૂષોને બાળખો પણ ભાગ લેતા જોવા મળે છે. બાળકના જન્મબાદ માતૃપક્ષ વાળા દિકરીને ઘેર ‘લાડવા’ લઈજવાનો રિવાજ આજે પણ છે. લાડવામાં ખૂબજ  કેલરી હોવાથી પ્રસુતિ પછી માતાને જલ્દીથી  સ્વસ્થ  થવા માટે શકિત અને પોષણ પુરૂ પાડે છે.

જો આપણે લાડવાના ઈતિહાસ જોઈએ તો  ચિકિત્સકના ઉદેશને ધ્યાને રાખીને   ભારતીય સર્જરી અને ચિકિત્સાના જનક એવા સુુશ્રુત દ્વારા કરવામાં આવ્યો છે. ઉદાહરણ જોઈએ તો તલના લાડુ આપણને બધાને ભાવે છે. ચોથી સદી ઈ.સ. પૂર્વેમાં સુશ્રુતે તેનાદર્દીના ઈલાજ માટે  તેને ‘એન્ટિસેપ્ટિક’ના રૂપમાં  વાપરેલ હતુ. ગુંદરના લાડુ પણ આજ વિરાસતની દેન છે.

ભારતમાં ઉતર દિશામાં હરિયાણા, રાજસ્થાન અને  ઉત્તર પ્રદેશમાં પણ આ લાડવા  પ્રસિધ્ધ છે. લાડવા તાસીરમા ગરમ હોવાથી ડંડીઋતુમાં ખાવાનું ચલણ છે આજ પ્રકારે આપણે અડદીયા ખાય જ છીએ. મહારાષ્ટ્રમાં દિનકરયે લાડુના નામથી પ્રસિધ્ધ છે. અહીં તેમાં મેથીના દાણા પણ નાંખવામાં આવે છે. જાયફળ પણ નાખવામાં આવે છે.

લાડવા પર્યાપ્ત માત્રામાં ઉર્જા પ્રદાન કરે છે. જે આપણા શરીર બે કલાક રહે છે. તે ઘણી પોષ્ટિક સામગ્રીથી બનેલો હોય છે.  બે ટાઈમના ભોજન વચ્ચે ખાવા માટે ઉતમ છે.નિતનવા લાડવામાં હમણા કેરીના લાડવા પણ બની ગયા જેમાં લોટમાં કેરીનો રસ નાખીને ઘી-ખાંડ જેવી રૂટીન વસ્તુ નાખીને બનાવાય છે. આપણે ત્યાં મૃત્યુ બાદ બારમાની વિધીમાં પણ લાડુનું જમણ હોય છે. આજે તો ચણાના લોટમાંથી પણ વિવિધ  લાડવા બને છે. આપણે સૌરાષ્ટ્રવાળા ‘લાસા’ લાડવા ખાવાના  શોખીન છીએ. મોટી બુંદી, જીણી બુંદી કે મોતીચૂરનાં લાડવા આપણા તહેવારો-ધાર્મિક પ્રસંગોની પરંપરા છે. લાડવા ઉપર ખસખસ  લગાડાય છે. જે તેને પચાવવામાં મદદ કરે છે.

અત્યારે ગણેશોત્સવ ચાલી રહ્યો છે. વિવિધ પ્રકારના મોદક ગણપતીને  પૂજન અર્ચનમાં પ્રસાદ ધરાય છે. ગણેશજીને લાડુ શઉકામ પ્રિય છે. તેની પાછળનો ઈતિહાસ જોઈએ તો જયારે ગણેશજી અને ભગવાન વિષ્ણુ છઠ્ઠા અવતારમાં  પરશુરામ ભગવાન સાથે યુધ્ધ કરતાં હતા ત્યારે  ગણેશજીનો દાંત તૂટી જાય છે. અને તેને ખાવામાં તકલીફ પડવા લાગે છે. એટલે એના માટે  એવો ભોગ  તૈયાર કરાયો કે મોંમા મૂકે તોતરત જ પિગળી જાય અને તે બનાવ્યા હતા. લાડવા !! ત્યારથી ગણેશજી-મોદકની પરંપરા શરૂ થઈ. આજે પણ સૌ પ્રથમ ગણેશજીને લાડુનો પ્રસાદ ધરાવીએ છીએ. મહારાષ્ટ્રમાં ગણેશજીની મૂર્તિનું  બાળસ્વરૂપ સ્થાપના કરતાં અને મોદક ધરાવતા આ બાળસ્વરૂપનાં ઈતિહાસમાા જોઈએ તો માતા પાર્વતી ગણેશજીને પૃથ્વીની રક્ષા માટે 10 દિવસ પૃથ્વી પર મોકલે છે. અને આપણે 10 દિવસ પછી વિસર્જન કરીએ એટલે આપણે માતા-પાર્વતીના ખોળામાં ગણેશજીને પાછા આપીએ છીએ.

29465 કિલોનો દુનિયાનો સૌથી મોટો લાડવો !!

ભારતનાં આંધ્રપ્રદેશના તપેશ્ર્વરમ ગામમાં વ્યકિતગત  તરીકે વર્લ્ડ રેકોર્ડ ‘લાડુ’ નિર્માણ કરાયો હતો. જેનું વજન  29465 કિલોગ્રામ હતુ. આ લાડુ એક પારંપરીક બુંદી રેસીપીથી બનાવવામા આવ્યો હતો. જેમાં ઘી-તેલ-લોટ-કાજુ-ખાંડ-બદામ એલચી જેવી વિવિધ  પોષ્ટિક   સામગ્રીઓ નાંખવામાં આવી હતી. દુનિયાભરમાં 2016ની સાલમાં આ વિશાળકાય લાડું બનાવીને વર્લ્ડ રકોર્ડ નોંધાવ્યો હતો. લાડવા ભારતમાં મંદિરોનાં પ્રસાદમાં   લગ્ન પ્રસંગે બનાવાય છે. વેંકટેશ્ર્વર મંદિર તિરૂમાલા, આંધ્રપ્રદેશમાં આ ‘તીરૂપતિ લડુ’ તરીકે પ્રખ્યાત છે. આરતી-પ્રાર્થના સમયે હનુમાનજી માટે ચણાના લોટમાંથી લાડુ બનાવાય છે. મહારાષ્ટ્રીયન  લોકો પણ લાડવાને  પારંપરિક વ્યજંન કહે છે.  6300 કિલોનો  લાડુ 2012માં આંધ્રપ્રદેશમાં ગણેશ ઉત્સવમાં બનાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.