Abtak Media Google News

આંતરરાષ્ટ્રીય ફલક ઉપર 101 મેડલની સાથે 18 ગોલ્ડ મેડલ અને 13 સિલ્વર મેડલ જીતી ચૂક્યા છે

ભારત દેશમાં ખેલ અને ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે અને કોઈક રમતમાં પ્રચલિત થતાં ખેલાડીઓ દેશ પ્રત્યેની તેમની ફરજ નિષ્ઠાપૂર્વક અદા પણ કરે છે ત્યારે ફરી એક વખત એક એવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં ભારતના લેડી દોડવીર પી.ટી ઉષાએ ગરીબ બાળકો માટે શાળા ખોલી છે જેના માટે તેઓએ 20 લાખ જેટલી માતબર રકમ ભેગી કર્યા બાદ આ શાળા ખોલવામાં આવેલી છે.

પી ટી ઉષા અંગે જો વાત કરવામાં આવે તો તેને દોઢ ક્ષેત્રે ભારતનું નામ ખૂબ સારી રીતે ઉજ્જવળ કર્યું છે તેને 101 જેટલા આંતરરાષ્ટ્રીય મેડલો પણ મળ્યા છે તો સામે 18 ગોલ્ડ મેડલ અને 13 સિલ્વર મેડલ હાંસલ થયા છે. તેમનું માનવું છે કે આવનારા સમયમાં વિદ્યાર્થીઓ વધુને વધુ ખેલ પ્રત્યે સજાગ બને અને અવગત થાય તેના માટે સરકારે વિશેષ આયોજન કરવું જોઈએ અને તેઓને ખેલકૂદ ક્ષેત્રે પ્રોત્સાહિત પણ કરવા જોઇએ.

વાતને ગંભીરતાથી લઇ તેમના દ્વારા ગરીબ બાળકો માટે સારા ખોલવામાં આવેલી છે જ્યાં તેઓ નિ શુલ્ક શિક્ષણ મેળવી શકશે અને પોતાના મનગમતા ખેલને પસંદ કરી તેમાં કારકિર્દીનું ઘડતર પણ કરી શકશે. પી ટી ઉષા ના આ ભગીરથ કાર્યમાં અનેક લોકો સહભાગી થયા હતા અને આવનારા સમયમાં પણ આ પ્રકારની અનેક પ્રવૃત્તિઓ તેમના દ્વારા કરવામાં આવે તેવી વાત પણ સામે આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.