Abtak Media Google News

અંબાણી અને દેશના તમામ લોકો ઓળખે માટે આ પ્રકારનો ફોન કર્યો

મુંબઈની ધીરુભાઈ અંબાણી સ્કૂલ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિની મોરબી ખાતેથી ધરપકડ કરાઈ.

મળતી માહિતી અનુસાર, થોડા સમય પહેલા એક અજાણ્યા વ્યક્તિએ ધીરુભાઈ અંબાણી સ્કૂલના લેન્ડલાઈન નંબર પર કોલ કર્યો અને દાવો કર્યો કે તેણે સ્કૂલની અંદર ટાઈમ બોમ્બ લગાવ્યો હતો. અને કોલ ડિસ્કનેક્ટ કરી દીધો હતો. મુંબઈ પોલીસે જણાવ્યું કે ઓળખ કાર્ડની વિગતોના આધારે બાંદ્રા કુર્લા કોમ્પલેક્ષ (ઇઊંઈ) પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ એફઆઈઆર નોંધી તેને પકડવા ચક્રો ગતીમાન કર્યા હતા અને કોલ ટ્રેસ કરીને તપાસ હાથ ધરી હતી.

જેમાં તેઓને મહત્વની કડી મળી હતી અને આરોપીનુ લોકેશન મોરબીમાં હોવાનું જાણવા મળ્યું હતું તુરંત મુંબઈ પોલીસની ટીમ દ્વારા મોરબી આવીને આરોપી વિક્રમસિંહ જોરૂભા ઝાલા (રહે. માળીયા વનાળીયા સોસાયટી, મોરબી)ને પકડી લીધો હતો. બાદમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસમાં નોંધ કરાવી આરોપીને લઈને મુંબઈ પોલીસ રવાના થઈ ગઈ હતી જેમાં પ્રાથમિક પુછપરછમાં આરોપીએ કબૂલાત આપી હતી કે આવા કૃત્ય કરવાથી તેની ધરપકડ થશે. અને તેને અંબાણી અને દેશના તમામ લોકો ઓળખે તે માટે આ પ્રકારનો ફોન કર્યો હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.