Abtak Media Google News

દરેક વ્યકિતના જીવનમાં ધનનું મહત્વ છે. અને આજીવન રહેવાનું ધન પ્રાપ્તીના ઘણા પ્રયોગો છે.પરંતુ તે પ્રયોગમાં શ્રેષ્ઠ પ્રયોગ દક્ષિણાવર્તી શંખ છે. જે ઘરમાં પ્રાણ પ્રતિષ્ઠીત દક્ષિણાવર્તી શંખ હોય તે ઘરમાં લક્ષ્મીજીનો વાસ બનેલો રહે છે. શંખ એવો હોવો જોઈએ કે તેમાં અડધો લીટર પાણી ભરી શકીએ. આવા શંખ ઉપર પ્રયોગ કરવાથી પૂર્ણ સફળતા પ્રાપ્ત થાય છે. દક્ષિણાવર્તી શંખ સાધકના ઘરમાં હોય તો દરીદ્રતા,અસફળતા રહેતી નથી.

નિયમિત દક્ષિણાવર્તી શંખના દર્શન તથા મંત્ર જપ કરવાથી દરેક પ્રકારનાં મનોરથ સિધ્ધ થાય છે. દક્ષિણા વર્તીશંખને દુકાનમાં રાખવાથી વેપારમાં વૃધ્ધિ, તિજોરીમાં રાખવાથી ધનની વૃધ્ધિ અને અનાજમા રાખવાથી અનાજની વૃધ્ધિ થાય છે. આ શંખ જે ઘર, દુકાન, વ્યાપારની જગ્યામાં સ્થાપના કરેલ હોય ત્યાં સાક્ષાત લક્ષ્મીજીનો વાસ થાય છે. એટલા માટે તેને વૈભવ અને ઐશ્ર્ચર્યનો પ્રતિક માનવામાં આવે છે.

મંત્ર:- ૐ શ્રી હીં દારિદ્રય વિનાશિની ધનધાન્ય સમૃધ્ધિ
દેહી દેહી કુબેર શંખ વિઘ્યૈ નમ:

જમણા શંખમાં પાણી ભરી દરરોજ માથા પર છાંટવાથી બધાજ પાપોનોનાશ થાય છે.

લક્ષ્મીમાં વધારો થાય છે, સર્વ પ્રકારના રોગ અને સંકટ નાશ પામે છે.

સામાજીક પ્રતિષ્ઠા વધે છે, ઘરમાં અખૂટ ભંડાર રહે છે

શંખમાં રાખેલ પાણી પીવાથી દમ અને કફના રોગોમાં લાભ થાય છે.

જેના ઘરનો મુખ્ય દરવાજો દક્ષિણ દિશાનો હોય તેમને દક્ષિર્ણાવતી શંખનું પૂજન કરી તેમા પાણી ભરીને ઘરમાં છાંટવાથી વાસ્તુદોષ દૂર થાય છે.

દક્ષિણાવર્તી શંખને જમણો શંખ કહેવાય છે.

તેમાં નર અને માદાની જોડી હોય છે.

જો નર શંખ મળી જાય તો બેડો પાર થતા વાર નથી લાગતી પરંતુ બજારમાં ડુપ્લીકેટ શંખ મળતા હોય છે.તેનું પરિણામ મળતું નથી. આ શંખની કિંમત ખૂબજ હોવાથી ઓરીજનલ શંખની પ્રાપ્તી થાય તેવો આગ્રહ રાખવો અને ખૂબજ મનથી પૂજા અર્ચન કરવું.

જે વ્યકિતને મંત્ર દિક્ષા હોય અને શંખ સિધ્ધિમાં પારંગત હોય તેવા જાણકાર વ્યકિત પાસે શંખની પ્રાણપ્રતિષ્ઠા કરાવવી જોઈએ.

દક્ષિણાવર્તી શંખ એ સમુદ્રમંથન વખતે નીકળેલા ચૌદ રત્નમાંથી એક છે. જે વિષ્ણુભગવાને તેના હાથમાં ધારણ કરેલ છે. માટે લક્ષ્મી પ્રાપ્તી માટે જમણો શંખ લાલ રેશમી વસ્ત્રમાં લપેટીને રાખવો જોઈએ.

મોતી શંખ

મુશ્કેલીનો અંત લાવી સુખ અને સમૃદ્ધી લાવે છે શંખ. સમસ્યા પ્રમાણે ઘરમાં આ જગ્યા પર મૂકી દો શંખ. - Gujaratidayro

મોતી શંખ દુર્લભ તથા મહત્વપૂર્ણ છે આ શંખને વગાડવામાં આવતો પથી પરંતુ તેની પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે દીપાવલી, ધન ત્ર્યાંદશી, વસંતપંચમી અને નવરાત્રી વખતે તેની વિધિવત પૂજા કરીને તેને પોતાના તિજોરી અથવા ગલ્લામાં રાખવાથી ધનલાભ થાય છે. આ શંખને દરિદ્રતાનિવારક પણ કહેવામાં આવે છે.

આ શંખ ગોળાકાર, સુંદર અને ચમકદાર હોય છે.તેનીચમક મોતીના સમાન હોય છે. તેની ઉત્પતિ કૈલાસ માનસરોવરની ઝીલના મર્ફીલા મીઠા સ્વચ્છ જળમા થાય છે. આ શંખમા રાખવામાં આવેલું પાણીનું આચમન દરરોજ કરવાથી ઘણા રોગમાં લાભ પણ થાય છે. તે સફેદ અનેચમકદાર આભાવાળુ હોવાથી શુક્ર-ચંદ્રના દોષને શાંત કરે છે. માનસિક તેમજ શારીરીક પીડામાં લાભકારક છે.

આ શંખને વિધિવત સ્થાપિત કરીને દરરોજ સ્ફટીકની માળાથી લક્ષ્મીજીના નીચે આપેલા મંત્રનો જપ કરવાથી મનોકામના પૂર્ણ થાય છે.

ૐ શ્રી શ્રિયૈં નમ:

મોતી શંખની પૂજા કરીને તિજોરીમાં રાખવાથી નાણા ખોટા માર્ગે વપરાતા નથી.

જે લોકોના ઘણમાં અગ્નિખૂણામાં સંડાસબાથરૂમ હોય તેમને આ શંખની પૂજા કરવી શ્રી સૂકતના પાઠ વડે અભિમંત્રીત કરીને મંદિરમાં સ્થાપના કરવી જોઈએ.

ઘરની અંધ સ્ત્રીઓની તબીયત વધારે ખરાબ રહેતી હોયતો આ શંખમાં આખી રાત પાણી ભરી રાખી સવારે સૂર્યભગવાનના 108 મંત્ર કરી પાણી પીવાથી ઘણી રાહત થશય છે.

મોતી શંખ દૂર્લભ વસ્તુ છે તેને પીળા કપડામાં લપેટીને રાખવો જોઈએ. તથા કેશર, ચંદન હળદરીયું કંકુથી પૂજા કરવી જોઈએ.

મોતી શંખ અને જમણા શંખને સાથે રાખવાથી લક્ષ્મી ક્યારેય ખૂટતી નથી. દરરોજ દર્શન કરવાથી મન શાંત થાય છે.મોતી શંખમા પાણી ભરીને સવારે સૂર્ય ભગવાનને અર્પણ કરવાથી ભૌતિક, શારીરિક, માનસિક, સામાજીક, આર્થિક, સાહિત્યક, આધ્યાત્મિક જીવનને સૌથી વધારે પ્રભાવિત કરે છે.

મોતી શંખની સાથે પરવાળુ રાખવાથી લક્ષ્મીયોગ થાય છે.

જે લોકોને આર્થિક તકલીફ હોય અથવા ધનવાન હોય અને ધન ખોટામાર્ગે જતુ રહેતુ હોય તેમને મોતી શંખની અંદર પરવાળુ તથા ચાંદીનો ટુકડો મૂકી ચોખશને હળદર-કંકુ કેશર વાળા કરી ઉપર બતાવેલ મંત્રથી 1008 વખત શંખમાં ચોખા મૂકવાથી અવિરત લક્ષ્મી પ્રાપ્ત થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.