Abtak Media Google News

કોંગ્રેસના તમામ સભ્યોને અજ્ઞાત સ્થળે લઇ જવાયા

ઉપલેટા તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મતદારોએ પોતાનો ચુકાદો આપી ભાજપ-કોંગ્રેસના અધ્ધર જીવ રાખી અપક્ષોના હાથમાં બાગડોળ આપતા ભાજપ-કોંગ્રેસ બંન્ને પક્ષો દ્વારા તાલુકા પંચાયત ઉપર કબ્જો જમાવવા ભારે કમર કસી રહ્યા છે. તાલુકા પંચાયતની કુલ 18 સીટો માંથી તાલુકાની જનતાએ ભાજપને આઠ, કોંગ્રેસને આઠ તેમજ બે અપક્ષોને ભાજપને આઠ, કોંગ્રેસને આઠ તેમજ બે અપક્ષોને વિજય બનાવી ભાજપ-કોંગ્રેસનો જીવ અધ્ધર કરનો ચૂકાદો આપતા તાલુકા પંચાયત ઉ5ર ભાજપ-કોંગ્રેસ પક્ષ પોતાનો કબજો જમાવવા ભારે ધમ પછાડા કરી રહ્યા છે. ગઇ કાલે ભાજપ પક્ષે ખારચીયાની બેઠક ઉપર અપક્ષ માંથી ચુંટાયેલી મહિલા સભ્યને પોતાની તરફ ખેંચી લેતા રાજકીય ગરમાવો આવી ગયો છે ત્યારે કોંગ્રેસ પક્ષના લડાયક અને રાજકારણમાં તડજોડના માહિર ગણાતા. લલીત વસોયા તાલુકા પંચાયતમાં બાહુબલી સાબિત થશે કે શરણાગતી સ્વીકારી લેશે તેવી ચર્ચા તાલુકા ભરમાં થઇ રહી છે. રાજયમાં ભાજપનો સૂરજ તપી રહ્યો હોય તેવા ડરેથી કોંગ્રેસ પક્ષ દ્વારા પોતાના ચૂંટાયેલા આઠ સભ્યોને પણ અજ્ઞાત સ્થળે બે દિવસ પહેલા રવાના કરી દીધા હોય ત્યારે બંને પક્ષો દ્વારા સતામાં બેસવા મની મસલ પાવરનો ભરપૂર ઉપયોગ થાય તો નવાઇ નહિ!

Advertisement

તાલુકામાં થતી ચર્ચા મુજબ રાજકારણના અંઠગ ખેલાડી અને સ્વ. વિઠલભાઇ સાથે રહી અનેક વખત સરકારને અંઘારામાં રાખી ગમે તેવા ખેલ પાડવામાં માહિર ગણાતા અને રાજકિય લોકોમાં ચાણકય બુધ્ધિથી ઓળખાતા ધારાસભ્ય લલીત વસોયા પોતાના કાર્યકરોને સતા સુધી પહોંચાડવામાં સફળ થશે કે કેમ તેવા સો મણનો સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે. હાલ સમગ્ર રાજયમાં ભાજપ સોળે કળાએ ખીલી રહ્યો છે. ભાજપનો તાપ પણ અત્યારે ભારે છે ત્યારે આ તાપમાં ધારાસભ્ય લલીત વસોયા હારી જશે કે ભાજપના તાપમાં ભાજપના નેતાઓનેજ દઝાડી હેશે તેવી ચર્ચાએ જોર પકડયું છે.

આગામી તા.17મીએ તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચુંટણી યોજાવાની છે તેમાં 18 સભ્યોમાંથી ભાજપ પાસે હાલમાં નવ સભ્યો છે. કોંગ્રેસ પાસે આઠ સભ્યો છે. જયારે તલંગણાની બેઠક ઉપર એક સભ્ય અપક્ષ ચુંટાયેલા છે ત્યારે બેઠા-ઉપર એક સભ્ય અપક્ષ ચૂંટાયેલા છે ત્યારે પંચાયત ઉપર કોનું રાજ આવશે તેના પર તાલુકા ભરતી જનતા મીટ માંડીને બેઠી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.