Abtak Media Google News

ફરી એક વાર નયનાબાએ ભાભી રીવાબા પર કર્યા આક્ષેપ

ગુજરાતીમાં એક બહુ જ પ્રચલિત કહેવત છે, ‘ઘરનો બળ્યો લંકા બાળે …!!’ અત્યારે આ કહેવત જામનગરના સેલીબ્રિટી ઉમેદવાર રીવાબા જાડેજા અને તેમના નણંદ નયનાબા માટે સાચી પડી છે. ભાજપે રીવાબાને ઉમેદવાર બનાવ્યા છે, કોંગ્રેસે નયનાબાને ટીકીટ ન આપી છતાં તેઓ કોંગી ઉમેદવારને વિજયી બનાવવા રીવાબા સામે દાંત કચકચાવીને મેદાને પડ્યા છે ને રીવાબા સામે આક્ષેપોની ઝડી વરસાવી રહ્યા છે. આમાં બિચારા રવીન્દ્ર જાડેજા સેન્ડવીચ થયા છે ! એક-બાજુ પત્ની તો બીજી બાજુ બેન, કોનો પક્ષ લેવો ? કદાચ એટલે જ ધુરંધર ક્રિકેટર પ્રચારમાં બહુ આક્રમકતાથી મેદાને આવી નથી શકતા !

જામનગર ઉત્તર બેઠક પરના રીવાબા જાડેજા મુદે નયનાબા જાડેજાની પત્રકાર પરિષદ યોજી હતી. પ્રચારમાં ક્રિકેટ બંગલાના બાળકોને જોતરાવવા મુદ્દે પંચમાં નયનાબાએ ફરિયાદ કરી હતી. રીવાબા સામે નયનાબા ટીકીટ મળી નથી રીવાબાના સામે બિપેન્દ્રસિંહ જાડેજાને કોંગ્રેસમાંથી ઉતર્યા છે. ત્યારે નયનાબા તેમના સમર્થનમાં જોર-શોરથી પ્રચાર કરી રહ્યા છે.

નયનાબાએ રીવાબાના સરનેમને લઈને આક્ષેપો કર્યા હતા કે રીવાબાએ ક્રમ નંબરમાં રીવાસી હરદેવસિંહ ઉપનામ આપ્યું છે અને કાઊંસમાં રવીન્દ્રસિંહને રાખ્યા છે. શું ૬ વર્ષમાં તેમને પોતાની અટક બદલવાનો સમય જ ના મળ્યો કે પછી રવીન્દ્રસિંહના નામે પબ્લિસિટી મેળવવી છે ?

વધુમાં ઉમેદવારી પત્રક વિશે જણાવ્યું હતું કે રાજકોટ રીવાબાનું મતદાન મથક છે તો રીવા બાએ જામનગરથી કેમ ફોર્મ ભર્યું ? તેમણે રાજકોટથી ફોર્મ ભરવું જોઈએ. વધુમાં નણંદબાએ જણાવ્યું હતું કે જયારે તેઓ વિદેશ પ્રવાસમાં હોય સ્થાનિકો મળવા કે પ્રશ્નો કોણ ઉકેલશે ? તેવા સવાલો ઉઠાવ્યા નયનાબાએ ઉઠાવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.