Abtak Media Google News

ભારતીય સંસ્કૃતિના જતન માટે પ્રાકૃતિક કૃષિ ઝેરમુકત કરવા સંદેશો આપતા કેન્દ્રીય મંત્રી રૂપાલા

કલાપીનગર લાઠીમાં મોરારીબાપુની રામકથાની ભવ્ય પોથીયાત્રા મુખ્ય રાજ માર્ગ ઉપર અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં રામકથાનો રંગારંગ પ્રારંભ થયેલ હતો. કથા ના યજમાન ઘનશ્યામભાઈ  શંકર નિવાસ સ્થાને થી પ્રસ્થાન થઈ લાઠી શહેર માં મુખ્ય રાજમાર્ગો ઉપર દર્શનીય નજારા સાથે ધ્યાનાકર્ષક રીતે પોથીયાત્રા ફરી કથા સ્થળે પહોંચી મોરારીબાપુ સ્વામી ચિદાનંદ સરસ્વતીજી કેન્દ્રીય મંત્રી રૂપાલા પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા રામકૃષ્ણ એક્સપોર્ટ ના મોભી ગોવિદભાઈ ધોળકિયા એવમ ઘનશ્યામભાઈ શંકર  ના વરદહસ્તે દીપ પ્રાગટય કરી રામકથા નો રંગારંગ પ્રારંભ કરવામાં આવ્યો હતો.

Screenshot 4 27

તેમજ પધારેલ મહાનુભવો એ રામકથા કલાપીનગર ના મહાપુરુષો મૃદુહદય ના રાજવી કલાપી ની પંક્તિ “ધરા થઈ રસ વહીન નૃપ થયો દયા વહીન વાગોળી પ્રજા વત્સલ્ય રાજવી સોમનાથ ને સંગાથે વીર હમીરસિંહ અને આહીર રત્ન દેદલમલ સહિત યાદ કર્યા હતા ભારતીય સંસ્કૃતિ ના જતન માટે પ્રાકૃતિક કૃષિ ઝેર મુક્ત જીવન ગાય આધારિત કૃષિ માટે સ્વામી ચિદાનંદ સરસ્વતીજી નું અને રચના સંપત્તિ માટે જમીન બચાવો નો સુંદર સદેશ આપતા કેન્દ્રીય મંત્રી રૂપાલા સત્ય પ્રેમ કરુણા નો સદેશ આપતી રામકથા માંલાઠી શહેર માં ઉંદરદિલ દાતા પરિવાર દ્વારા થતી અનેક વિધ આરોગ્ય શિક્ષણ જળસંસાધન જીવદયા સહિત ની સામાજિક સેવા પ્રવૃત્તિ ને બિરદાવી ખૂબ ખુશી વ્યક્ત કરતા મહાનુભવો એ જણાવ્યું હતું કે લાઠી શહેર ની સેવા સુગંધી પુષ્પો માફક સર્વત્ર ફેલાઈ  સ્પર્શી જાય તેવી ઉદારતા લાઠી ને કઈક અલગ ઓળખ આપી છે.

રામકથા ની ભવ્ય પોથીયાત્રા માં રામકૃષ્ણ એક્સપોર્ટ ના મોભી ગોવિદભાઈ ધોળકિયા ભવાની જેમ્સ ના મનજીભાઈ ધોળકિયા પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા સાંસદ નારણભાઈ કાછડીયા અમરડેરી ના અશ્વિનભાઈ સાવલિયા આહીર રત્ન જીતુભાઇ ડેર ગુજરાત રાજ્ય વિધાન સભા ઉપ દંડક કોશિકભાઈ વેકરિયા રાકેશભાઈ ધોળકિયા સહિત સમગ્ર લાઠી શહેરીજનો ની વિશાળ હાજરી માં રામકથા નો ભવ્ય પ્રારંભ થયો હતો સમગ્ર લાઠી શહેર ને રોશની નો ઝળહળાટ થી નવોઢા માફક શણગાર કરાયો હિમાલય ની આબેહૂબ અલ્પાકૃતિ ની ગોદ માં કેદારનાથ થીમ ની વ્યાસ પીઠ ને સુશોભિત કરાય છે.

વિશાળ શિવ પ્રતિમા જીવદયા પર્યાવરણ કુદરતી પ્રકૃતિ ના દર્શનીય નજારા સાથે સમગ્ર રામકથા પરિસર ને હિમાલય માં કથા ચાલતી હોવા નો ભાસ કરાવતી અદભુત વ્યવસ્થા સાથે ભવ્ય રામકથા શ્રવણ માટે દૂરસદુર થી આવતા ભાવિકો માટે ઉત્તમોત્તમ વ્યવસ્થા કરાય છે મુખ્ય યજમાન પરિવાર ના ઘનશ્યામભાઈ  શંકર દ્વારા જાહેર જનતા ને રામકથા નો લાભ લેવા અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.