Abtak Media Google News

120000 કિલોમીટરનો સફર કરીને આ ગહન યાત્રા સમાનત ધર્મની મૂળભૂત સત્વતા કરી પરંપરાઓનું મજબુત બનાવશે

પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ અને રામાયણના પ્રવક્તા પૂજ્ય મોરારી બાપુ પવિત્ર શ્રાવણ મહિનામાં અસાધારણ આધ્યાત્મિક મહિમાની એક યાત્રામાં જઈ રહ્યાં છે. 22મી જુલાઈ 2023 થી 08મી ઓગસ્ટ 2023 સુધી, મોરારી બાપુ 12 જ્યોતિર્લિંગ મંદિરોમાં રામ કથા પર તેમના જ્ઞાનપ્રદ પ્રવચનોથી ભક્તોને મંત્રમુગ્ધ કરશે. યાત્રા દરમિયાન યાત્રા 3 પવિત્ર ધામો અને તિરુપતિ બાલાજી મંદિરની મુલાકાત લેવાનો લહાવો પણ મળશે. 8 રાજ્યોમાં લગભગ 12,000 કિલોમીટર નો સફર કરીને આ ગહન યાત્રા, સનાતન ધર્મની મૂળભૂત સત્વતા, ભગવાન રામના નામની મહિમા અને ભારતને એક કરતી અને તેની પરંપરાઓને મજબૂત બનાવશે.

પ્રથમ કથા 22 જુલાઈના રોજ પવિત્ર કેદારનાથમાં લગભગ 12,000 ફૂટની ઊંચાઈએ યોજાશે. જ્યોતિર્લિંગ રામ કથા ટ્રેન યાત્રા 23મી જુલાઈ 2023ના રોજ ઋષિકેશથી શરૂ થશે. મોરારી બાપુ 60 વર્ષોથી વધુ સમયથી રામ કથા સંભળાવી રહ્યા છે. આ એક અભૂતપૂર્વ આધ્યાત્મિક યાત્રા માં તેઓ 18 દિવસ સુધી અવિરતપણે ભગવાન રામના ઉપદેશો નો ફેલાવો કરશે. આ યાત્રા 08મી ઓગસ્ટ 2023ના રોજ બાપુના ગામ, તલગાજરડા, ગુજરાતમાં સમાપ્ત થશે. રામકથાના સરળ ક્ષેત્રમાં, પૂજ્ય મોરારી બાપુના પ્રવચનો રામચરિત માનસના ઉપદેશોમાં ઊંડે ઊંડે વણાયેલા છે.

આ ખાસ તૈયાર કરાયેલી ટ્રેનોમાં કુલ 1008 શ્રદ્ધાળુઓ યાત્રા કરશે. ટ્રેનના કોચના બહારના ભાગ 12 જ્યોતિર્લિંગ મંદિરો, સનાતન ધર્મના મુખ્ય ધામો, તિરુપતિ બાલાજી મંદિર અને બાપુના ગામના દ્રશ્યો થી શણગારેલા છે.

આ કાર્યક્રમનું આયોજન ઇન્દોરના વેપારી અને મોરારી બાપુના સમર્પિત અનુયાયી  રૂપેશ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું છે. તેઓ આ જ્યોતિર્લિંગ રામ કથા યાત્રાને સફળ બનાવવા માટે આઇઆરસીટીસી સાથે મળીને અથાક મહેનત કરી રહ્યા છે.

રામ કથા બહુવિધ પવિત્ર સ્થળોએ યોજવામાં આવશે જ્યારે જગન્નાથ પુરી, તિરુપતિ બાલાજી અને દ્વારકાધીશ માત્ર મુલાકાત અને દર્શન માટે હશે. યાત્રા ની સંપૂર્ણ વિગત નીચે મુજબ છે:

જુલાઈ 22, 2023, કેદારનાથ, ઉત્તરાખંડ, જુલાઈ 24, 2023, વિશ્વનાથ જ્યોતિર્લીંગ, ઉત્તરપ્રદેશ, જુલાઈ 25, 2023, બૈદ્યનાથ જ્યોતિર્લીંગ, ઝારખંડ, જુલાઈ 26, 2023, જગન્નાથ પુરી, ઓડિશા, જુલાઈ 27, 2023, મલ્લિકાર્જુન જ્યોતિર્લીંગ, આંધ્રપ્રદેશ, જુલાઈ 28 અને 29, 2023, રામેશ્વરમ જ્યોતિર્લીંગ, તમિલનાડુ, જુલાઈ 30, 2023, તિરુપતિ બાલાજી મંદિર, આંધ્રપ્રદેશ, જુલાઈ 31, 2023, નાગેશ્વર જ્યોતિર્લીંગ, મહારાષ્ટ્ર, ઑગસ્ટ 1, 2023, ભીમશંકર જ્યોતિર્લીંગ, મહારાષ્ટ્ર, ઑગસ્ટ 2, 2023, ત્રંબકેશ્વર જ્યોતિર્લીંગ, મહારાષ્ટ્ર, ઑગસ્ટ 3, 2023, ગૃષ્ણેશ્વર જ્યોતિર્લીંગ, મહારાષ્ટ્ર, ઑગસ્ટ 4, 2023, ઓંકારેશ્વર જ્યોતિર્લીંગ, મધ્યપ્રદેશ,ઑગસ્ટ 5, 2023, મહાકાળેશ્વર જ્યોતિર્લીંગ, મધ્યપ્રદેશ, ઑગસ્ટ 6, 2023, દ્વારકાધીશ મંદિર, દ્વારકા, ઑગસ્ટ 6, 2023, નાગેશ્વર જ્યોતિર્લીંગ, ગુજરાત, ઑગસ્ટ 7, 2023, સોમનાથ જ્યોતિર્લીંગ, ગુજરાત, ઑગસ્ટ 8, 2023, તાલગજરડા (બાપુનું ગામ), ગુજરાત આ જયોર્તિલીંગમાં રામ કથા યાત્રાનું વિશેષ મહત્વ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.