Abtak Media Google News

સુરતમાં પ્લેગ ફાટી નીકળતા ત્યાંથી લોકોએ જે હાથ લાગ્યું તે વાહનમાં સૌરાષ્ટ્રમાં હીજરત કરી રોડ ઉપરનું તે દ્રશ્ય જોઈ જયદેવને ૧૯૪૭ વિભાજન યાદ આવી ગયુ !

ફોજદાર જયદેવ લાઠી પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓ પાસેથી નિયમ મુજબની કામગીરી કડકાઈથી અને શિસ્ત બધ્ધ લેતો આમ ફરજ માંકોઈની ડાંડાઈ કામચોરી ચાલતી નહિ ફરજ ચુસ્ત પણે કડકાઈથી લેવાની પણ કર્મચારીઓ સાથે સંપર્ક અને આત્મીયતા પણ એટલી જ રાખવાની કે જેમ કુટુંબના સભ્ય હોય તેમ ધ્યાન રાખવાનું પરંતુ આ કડક વલણને કારણે જુદા જુદા પોલીસ સ્ટેશનોના કર્મચારીઓ પ્રસંગોપાત એકઠા થતા હોય ત્યારે આવી સુખ દુ:ખની વાતો પણ થતી હોય છે કે થાણા અધિકારી ફોજદાર કેવો છે. નોકરીમાં કેવું ચાલે છે. વિગેરે જેમાં જીલ્લાભરમાં કડકાઈથી અને શિસ્તબધ્ધ નોકરી કરાવતા અધિકારીમાં જયદેવનું નામ અગ્રેસર હતુ માનો ને કે કામચોર જવાનોમાં બદનામ હતુ આથી ચર્ચા થતી આ વાત પોલીસ વડાની કચેરીમાં દરેક જગ્યાએ ફેલાઈ ગયેલી.

આનું પરિણામ એ આવવાનું શરૂ થયુ કે જીલ્લા અખામાંથી જે પોલીસ સ્ટેશનોમાં જે તે થાણા અધિકારી તેમના તાબાના નોકરી ચોર કે કોઠા કબાડીયા જવાનોની હરકતોથી કંટાળીને ત્યાંથી બદલવા રીપોર્ટ કરે તે રીપોર્ટ પોલીસ વડાની કચેરીનાં શીટ શાખાના કલાર્ક યુસુફમીંયા પાસે આવતા તેઓ તેના ઉપર એવી નોંધ કરીને પોલીસવડા પાસે મુકતા કે ‘આ કર્મચારીને શિસ્ત પાલનના પાઠ ભણાવવા લાઠી પોલીસ સ્ટેશનમાં મૂકીએ’ તે સમયે મંજૂર મહેકમ મુજબ જ જગ્યાઓ પુષ્કળ ખાલી હતી તેમાં આવા કર્મચારી આવે પછી થાણાનો વહીવટ ચલાવવામાં બહુ મુશ્કેલી પડતી કેમકે કામનો નિકાલ તો લાવવો જ રહ્યો.

તે માટે થાણેદાર ફોજદારે જ લમણાજીક કરવાની અને પછી ભોગ બને બીચારા કાયદેસર કામ કરનારા જવાનો. પરંતુ જયદેવ લીધી વાત મુકતો નહિ આવા કામ ચોર પણ કપાત પગારે રજા ગણવાના રીપોર્ટો સજાઓથી વાજ આવી જતા મનમાં તો ગાળો દેતા હોય પણ અન્યત્ર બદલી કરાવવા પણ મથતા હોય છે. આમ શીટશાખાના શિસ્તપાલન તાલીમ શાળાનો ભોગ લાઠી પોલીસ સ્ટેશન બન્યું હતુ. લાઠીમાં આવા જુના બે ચાર અગાઉથી જ હશે તેમાં બીજા આવા પાંચેક રીપોર્ટેડ જવાનોનો ઉમેરો થયો પરંતુ જયદેવે તો તેની કાર્ય પધ્ધતિ મુજબ જ કામ લેવાની રીત ચાલુ રાખી એક જ દંડે તમામને ચલાવતો’.

દરમ્યાન વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઈ અને આચાર સંહિતા લાગુ પડી અમરેલી જિલ્લા પોલીસ વડાએ તમામ પોલીસ સ્ટેશનોમાં વાયરલેસ સંદેશો મોકલી ચૂંટણીની પૂર્વ તૈયારી રૂપે મીટીંગનું આયોજન કર્યું આ મીટીંગમાં જેતે પોલીસ સ્ટેશન વિસ્તારનાં મતદાન મથકો, ગામો ચૂંટણી બંદોબસ્ત માટે પોલીસ સ્ટેશનોમાંથી કેટલા જવાનો મળશે તેમને બહારથી કેટલા જવાનો ની જરૂર પડશે. થાણાનું મંજૂર મહેકમ (સંખ્યા) ખાલી જગ્યા રજા સીક વિગેરેનીમાહિતી સાથે પોલીસ સ્ટેશનના ફોજદારોએ હાજર રહેવાનું હતુ.

વળી અગાઉ જણાવ્યા મુજબના આવા કામચોર અને કોઠા કબાડીયા જવાનો પાસેથી જાહેર અને વહીવટી હિત ખાતર અગત્યની જવાબદારી અને નિયમિતતા વાળી નોકરી ને બદલે નાઈટ રાઉન્ડ નાકા ડયુટી કેદી પાર્ટી વિગેરે ઉભડક ફરજો જ લેવામાં આવતી હોય છે. આથી બહારગામના બંદોબસ્ત અને ચૂંટણી પ્રક્રિયાના બંદોબસ્તમાં આવા લીસ્ટેડ જવાનોને જ મોકલવાના થાય આથી જેવો કોઈ મેસેજ બંદોબસ્તમાં બહારગામ જવાનો આવે એટલે તુરત જ આ પોલકટુ જવાનોની સીક ચીઠ્ઠી કે ગેરહાજરી જ હોય આથી હવે તેની જગ્યાએ અન્ય અગત્યની ફરજ વાળા જવાન ને મોકલવો પડે તેથી થાણાનું તેના હસ્તકનું અગત્યનું કામ અટકી પડે આથી કાંતો જનતામાંથી કાંતો હેડ ઓફીસમાંથી અને કાંતો કોર્ટમાંથી આ ખામી કે વિલંબ અંગે ફરિયાદ ઠપકોકે ટકોર આવી જ જાય.તમામ પોલીસ સ્ટેશનનોમાં જેમ જગ્યાઓ ખાલી હતી તેમ લાઠી પોલીસ સ્ટેશનમા પણ પાંચ જવાનોની જગ્યા ખાલી હતી જ.

પોલીસ વડાની મીટીંગમાં તમામ પોલીસ ઓફીસરોએ થાણામાં સ્ટાફની કમીની પૂર્તતા કરવા અને વધુ જવાનો ફાળવવા આગ્રહભરી વિનંતી કરતા હતા. રજૂઆત કરવામાં જયદેવનો વારો આવ્યો. જયદેવને ખ્યાલ હતો કે નવા જવાનો તો મળવા ના જ નથી પરંતુ જો ચૂંટણીનો બંદોબસ્ત સુપેરે પૂરો કરવા લાઠી પોલીસ સ્ટેશનમાં જે પાંચ કબાડીઆ જવાનો આવ્યા છે.

તે બદલાય જાય તોતેના ખોટા ઉદાહરણો સારા જવાનો ન લે અને વહીવટ ચલાવવામાં સરળતા રહે અને ચૂંટણી નીર્વિઘ્ને પુરી થઈ જાય. જયદેવે પોલીસ વડાને કહ્યું ‘લાઠી પોલીસ સ્ટેશનમાં બે ત્રણ જગ્યા નહિ પાંચ જગ્યાઓ ખાલી છે. પોતે તે પાંચ જગ્યાઓ ભરવા વિનંતી કરવા માગતો નથી પરંતુ મારા લાઠીના પાંચ જવાનોને જીલ્લામાં ખાલી જગ્યાઓ માટે ફાળવું છુ દસ ખાલી જગ્યાથી પણ બંદોબસ્તકરાવી લઈશ પરંતુ હું જે પાંચ જવાનો ફાળવું છું તે નામ જોગ જ છે.

જે નામ હું આપું તે જ જવાનોને બીજા જ‚રીયાત વાળા પોલીસ સ્ટેશનમાં ફાળવવા મારી વિનંતી છે. જયદેવે પાંચ નામ જાહેર કર્યા પરંતુ આ પાંચ નામ વાળાને લેવા માટે કોઈ તૈયાર થયાનહિ જેઓ અગાઉ ખાલી જગ્યાઓ માટે આગ્રહ ભરી રજૂઆતો કરતા હતા તેઓ પણનહિ જયદેવે પોલીસ હેડ કવાર્ટરના રીઝર્વ પોલીસ સબ ઈન્સ્પેકટર વારૈયા સામે જોયું અને કહ્યું તમે તો રાખો, તેમણે પણ હંસીને નકારમાં માથુ ધુણાવ્યું પરંતુ પોલીસ વડાનો અન્ય પોલીસ સ્ટેશનોમાં વધુ જવાનો ફાળવવાનો પ્રશ્ન ઉકેલાઈ ગયો અને તે મુદો ત્યાંજ પૂરો થઈ ગયો.

તે વર્ષે ચોમાસુ સારૂ હતુ વરસાદ સારો પડયો હતો ભાદરવો મહિનો પૂરો થવામાં હતો. મોલાતો બહુ સારી અને મોટી મોટી ઉભી હતી ગામડાઓમાં ખેડુતોતો ખુશ હતાજ સમગ્ર સૃષ્ટિ સારા વરસાદથી આનંદમય હતી પરંતુ ગામડાના ખેત મજૂરો અને શ્રમજીવીઓ પણ એવુ વિચારીને ખુશ હતા કે આ સીઝન સારી હોય મજુરી કામ સારૂ મળશે અને વર્ષ સહેલાઈથી નીકળી જશે.

પરંતુ સુરતમાં તે વર્ષે પ્લેગનો રોગ ફાટી નીકળ્યો સુરતમાં કેટલાક લોકો આરોગને કારણે ટપોટપ મરી ગયા સુરત શહેરમાં સૌરાષ્ટ્રના ખાસ ભાવનગર અને અમરેલીના લોકોની વસ્તી પુષ્કળ હતી. ગામડામાંથી ઘર દીઠ એક દીકરો ખેતી કરે અને બાકીના સુરત કમાવા જાય તેવી સ્થિતિ હતી સાતમ આઠમ અને દિવાળીના તહેવારોમાંતો દેશમાં આવવા એટલેકે સુરતથી સૌરાષ્ટ્રમાં આવવાની તોકતારો લાગતી જ હતી.

પરંતુ આ પ્લેગનો રોગ ફાટી નીકળતા સૌરાષ્ટ્રની સુરતમા રહેતી જનતા બસ ટ્રેન એસ.ટી. કે ખાનગી મોટરો લઈને સુરતથી સૌરાષ્ટ્ર તરફ નાસી જેમને કયાંય જગ્યા ન મળી તેઓ રીક્ષાઓ ટ્રેકટરો કે મોટર સાયકલોમાં પણ બેગ બીસ્તરા બાંધીને ભાગવા લાગ્યા આ ભાગવાનો ઘસારો એવો હતો કે હાઈવે ઉપર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર પણ હરકતમાં આવ્યું આરોગ્ય ખાતા દ્વારા સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર સમા રોડ ઉપરની જગ્યાઓએ ખાસ પ્લેગ વિરોધી કેપ્સુલોના પરબ ખોલ્યા. !

જયદેવ પણ ઢસા ચાવંડ અમરેલી રોડ ઉપર તકેદારી રૂપે પેટ્રોલીંગ કરતો હતો આ સુરત તરફથી આવતી લોકોની વણઝાર જોઈને જયદેવને બચપણમાં વાંચેલ ઈતિહાસનો કરૂણ કિસ્સો ૧૯૪૭નો યાદ આવ્યો. નીચ અંગ્રેજી શાસનને સદીઓથી ભાઈચારાથી સાથે રહેતી હિન્દુ મુસ્લીમ કોમ વચ્ચે કોમવાદ નો પલીતો ચાંપી છેલ્લે જતા જતા હિન્દુસ્તાનના બેભાગ ભારત પાકિસ્તાન પાડતા ગયા અને પાકિસ્તાનમાં કોમી ઝનુનીઓનાં અત્યાચારથી હિન્દુ કોમે જે ભાર દેશમાં હિઝરત કરેલી જેમાં અબાલ વૃધ્ધ નાસી આવતા કતારોના જે સમયનાં ફોટાઓની કડવી યાદ આવી ગઈ.

અહિં તમામના મન ઉચ્ચક હતા કે સુરતથી આવેલા લોકો પોતા સાથે પ્લેગનો રોગ પણ લાવ્યા હશે. તો કયાં જઈશુ? લોકોમાં અવનવી ચર્ચાઓ અને અફવા પણ ચાલતી હતી. તેવામાં આઈબીનાં જમાદારે ઈન્પુટ આપ્યું કે ગામડાનાં શ્રમજીવીઓ દુ:ખી થઈ ગયા છે. જયદેવે પુછયું કેમ ? અહિ તો પ્લેગ હજુ નીકળ્યો નથી અને આ વર્ષનુંચોમાસુ પણ સારૂ થતા મજુરી કામ પણ સારૂ મળશે. અને વર્ષ પણ સુધરી જશે ‘ જમદારે કહ્યું’ સાહેબ એ જ તો વિડંબના છે. હવે મોસમ લેવાની મજુરી મળવા નથી કેમકે મોલાત કે સીઝનતો આ સુરતથી પ્લેગના ભયે આવલે લોકોએ જાતે જ લેવાનું ચાલુ કરી દીધું છે. તેથી શ્રમજીવીઓનું તો આ વર્ષ પણ દુષ્કાળ જ ! જયદેવે કહ્યું હા એ વાત ખરી પણ આ વિડંબના નો તેની પાસે કોઈ ઉપાય નથી.’

દરમ્યાન લાઠી નગરમાં એક યુવાનનું મૃત્યુ થઈ ગયું મૃતકના સંબંધીઓ એ તેની લાશની તાત્કાલીક અંતિમક્રિયા પણ કરી નાખી બજારમાં અફવા ચાલતી હતી કે તે થોડા દિવસ પહેલા સુરત ગયો હતો અને અહી આવતા જ પ્લેગને કારણે મરણ ગયેલ છે.આઈબીનાં જમાદારથી ખરી હકિકત શું હતી તે જાણવા તજવીજ કરી તો સામંતસિંહ જમાદારે તપાસ કરીને અહેવાલ આપ્યો કે મૃતકના ઘરના જણાવે છેકે મરણ જનાર બે મહિનાથી અહી લાઠી જ હતો. તેને લાંબા સમયની બીમારી હતી તેને કારણે મૃત્યુ થયેલ છે. પરંતુ વધુમા સામંતસિંહે કહ્યું કે મારી બાતમી મુજબ તો આ મૃતક તાવ કે પ્લેગથી કોઈ લાંબી બીમારીથી નથી મર્યો પણ મરનાર દારૂનો બંધાણી હતો દારૂ સહેલાઈથી મળતો નથી તેથી કાંઈક એવું પ્રવાહી લાવીને પીધુ અને મરી ગયો.

આ સાંભળી જયદેવ ચોંકી ગયો અને બોલ્યો અરે આતો ગંભીર બાબત કહેવાય આ બાબત તો આપણને પણ ઘર ભેગા (ફરજ મોકુફ)કરી દે અને સામંતસિંહને જ કહ્યું હું પણ તપાસ કરૂ છું અને તમે પણ તપાસ કરો કે ખરેખર શું પીધું? કયાંથી લાવ્યો હતો વિગેરે પરંતુ તપાસ કરતા જાણવા મળ્યું કે મરનાર બહુ મોટો દારૂપીવાનો બંધાણી હતો આથી દારૂના થોડા જથ્થાથી તેને નશો ચડતો ન હતો તેથી તેને જેટલા પ્રમાણમાં દારૂ મળે તેમાં મેડીકલ સ્ટોરમાં મળતી ઉંઘની ગોળીઓ નાખીને તે પીતો હતો. અને તે દિવસે ગોળીઓ વધારે પડી જવાથી મૃત્યુ થયું છે. વળી દારૂ ઓછો મળતો હોઈ લગભગ તમામ બંધાણી થોડા દેશી દારૂમાં એકાદ ગોળી ઘેનની નાખી કોલા જેવું પીણુ કરીને નશો કરે છે.

પોલીસ ખાતામાં એવો નિયમ છે કે જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવો લઠ્ઠાકાંડ થાય તેના ફોજદાર ને તાત્કાલીક ફરજ મોકૂફ કરી ખાતાકીય તપાસ કરવામાં આવે છે. હવે તો ગુજરાત સરકારે પ્રોહીબીશન એકટમાં સુધારો કરી ખાસ જોગવાઈ કરી છે કે આવુ જાન લેવા નશાકારક પીણુ લઠ્ઠો રાખનાર કે વેંચનારને આજીવન કેદની જોગવાઈ કરી છે.

જયદેવને થયું કે આ જોખમ અને દુષણને દુર કેમ કરવું? કેમકે મેડીકલ સ્ટોર વાળાને દવા વેચવા કે નહિ વેચવા સંબંધે પોલીસને કોઈ કાયદાકીય અધિકારો પ્રથમ દ્રષ્ટીએ જણાતા નહતા. આ દવાઓ યોગ્ય પ્રિસ્ક્રીપ્શનથી જ વેચાય તેનું નિયમન અને દેખરેખ રાખવાનું કાર્ય રાજય સરકારના ફુડ એન્ડ ડ્રગ્ઝ વિભાગ હેઠળ આવતુ અને તેમના એક ઈન્સ્પેકટર જિલ્લા દીઠ રહેતા અને આવા અનિયમિત દવાના વેચાણની વોચ તેઓ કરતા પરંતુ લાઠીમાં એવું જાણવા મળેલુ કે આ ડ્રગ ઈન્સ્પેકટર મહિને એકાદ આંટો ગામમાં મારી ચા પાણી પીને જતા રહેતા હતા.

આવી ભયજનક દવાઓ અંગે આ એન.ડી.પી.એસ એકટ અમલમાં આવ્યો તે પહેલા ‘ડેન્જરસ ડ્રગ્ઝ એકટ ૧૯૩૦’ અને રૂલ્સ મુજબ નિયમન થતુ હતુ આથી જયદેવે ફરજ મોકૂફી નો ભયતો ખરો જ પણ આ દુષણને તાત્કાલીક ડામવા માટે પણ પોતાની રીતે તર્ક કરીને છટકુ (ટેપ) ગોઠવવાનું નકકી કર્યું આવો કોઈ કાયદો કે નિયમ કે પ્રથા પણ ન હતી. પરંતુ જયદેવે પોતાની રીતે જ ખાસ પ્રકારની નવી કાર્યવાહી કરવાનું નકકી કરી તેણે પોલીસ સ્ટેશનમાં બે પંચોને બોલાવી હકિકતથી સમજણ આપી કે મેડીકલ સ્ટોર વાળા ડોકટરની ભલામણ ચીઠી વગર ગેરકાયદેસર રીતે પ્રતિબંધીત દવાઓનું વેચાણ કરે છે. તેની રેઈડ કરવાની છે.

આથી એક ટેમ્પાના ડ્રાઈવર ને બોલાવી તેને નકલી ગ્રાહક બનાવ્યો અને ‚પીયા વીસ અને પચાસના દરની ચલણી નોટો જે સારી સ્થિતિમાં હતી તેને ઉપર પહેલી નજરે ખ્યાલ ન આવે તે રીતે જુદા જુદા કોરા ભાગોમાં પંચોની સહીઓ કરાવી અને જયદેવે પોતે પણ રૂબરૂમાં નાના અક્ષરોમાં સહીઓ કરી અને આ અંગેનું પંચો રૂબરૂ જ પ્રાથમિક પંચનામુ કર્યું સામંતસિંહ જમાદારને સાદા કપડામાં પહેલા સમજ કરી રવાનાકર્યા હતા. ડ્રાઈવરને પંચો અને જયદેવની સહી ઓવાળી ચલણીનોટો સાથે ઉંઘની ગોળીઓ લેવા માટે ચાવંડ દરવાજે લાવી નકકી કરેલા મેડીકલ સ્ટોરે રવાના કર્યો એક પંચનેપણ તેની સાથે જ મોકલ્યો.

ડ્રાઈવરે મેડીકલ સ્ટોર વાળા પાસેથી ઘેનની ગોળીઓ પીણામાં નાખી પીવાની હોય તેની માંગણી કરતા સ્ટોર વાળાએ ચાર પાંચ પ્રકારની ઘેનની ટીકીઓની પટ્ટીઓ રજૂ કરી ડ્રાઈવરે ત્રણ જુદાજુદા પ્રકારની ગોળીઓની પટ્ટીઓ લઈને જયદેવે આપેલ સહીઓ કરેલી ચલણી નોટો આપતા સ્ટોર વાળાએ હિસાબ કરીને બાકીનાં નાણા છૂટા પાછા આપ્યા ડ્રાઈવરે પાછા ચાવંડ દરવાજે આવીને જયદેવને પોતે ખરીદ કરેલ ઘેનની ટીકડીઓ અને બાકીનાં નાણા પાછા આપ્યા જયદેવે જોયું તોટીકડીઓમાં એક પટ્ટી ડાયઝપામની હતી.

એક એક પટ્ટી વીલીયમ ફાઈવ અને ટેનની ગોળીઓની હતી. જે તમામ ગોળીઓ રજીસ્ટર્ડ મેડીકલ પ્રેકટીસનરની આધાર ભૂત ભલામણ ચીઠ્ઠી વગર વેચી શકાય નહિ તેવો આછો ખ્યાલ જયદેવને હતો તેથી નકલીગ્રાહક અને બંને પંચોને લઈ તે મેડીકલ સ્ટોર ઉપર આવ્યો અને આ નકલી ગ્રાહક ડ્રાઈવરને આ ઘેનની પ્રતિબંધીત ગોળીઓ પ્રિસ્ક્રીપ્શન વગર વેચવા અંગે મેડીકલ સ્ટોરવાળાને ખુલાસો કરવા જણાવતા તે અવાચક થઈ ગલ્લા તલ્લા કરવા લાગ્યો તેના સ્ટોરના કાઉન્ટર (થડા)માંથી પંચો જયદેવની સહીઓ વાળી ખરીદીમાં આપેલ ચલણી નોટો કબ્જે કરી દવાના સ્ટોર અને વેચાણ રજીસ્ટર વિગેરે પંચનામુકરી કબ્જે કર્યા અને ડ્રાઈવરનું વિગતવારનું નિવેદન નોંધી તેની સહીલીધી અને પોલીસ સ્ટેશનમાં આવી સ્ટેશન ડાયરીમાં જાણવા જોગ નોંધ કરી કેમકે અગાઉ ગોધરા રેલવે પોલીસ સ્ટેશનમાં જયદેવ હતો.

ત્યારે તેણે આ નવા એન.ડી.પી.એસ. એકટ હેઠળ રાજયમાં સૌ પ્રથમ ગુન્હો નોંધેલ હતો. અને ગુન્હાની ટ્રાયલ વખતે આ કાયદા તળેની મેન્ડેટરી પ્રોવિઝન વિગેરે બાબતે ઘણીલપ થઈ હતી તે અનુભવ ને લઈને આ સાયકો ટ્રોપીક સબસ્ટન્સ એકટ તળેની બાબત હોય સીધો એન.ડી.પી. એસ એકટ મુજબ ગુન્હો નહિ નોંધી અભિપ્રાયં માટે રીપોર્ટ તૈયાર કરી ઉચ્ચ અધિકારીઓ મારફત સરકારી વકીલને મોકલ્યો કે આ વેચાણ થયેલ દવાઓ સાયકોટ્રોપીક સબસ્ટન્સ છે કે કેમ તથા આ કાયદા તળે આ દવાઓનું અનધિકૃત વેચાણ એ ગુન્હો બને છે. કેકેમ? આ અભિપ્રાય આવ્યે   એફઆઈઆર નોંધવાનું નકકી કર્યું.

આમ તો જયદેવને એવો આછો ખ્યાલ હતો કે કાયદાના એપેન્ડીક્ષની યાદીમાં જણાવ્યા મુજબ આ કબ્જે થયેલ દવાઓનું વેચાણ પ્રતિબંધીત હતુ પરંતુ કાયદાકીય કોઈ વિડંબનામાંન હિ પડવા માટે જ નિષ્ણાતનો અભિપ્રાય લીધો. આ કાયદા તળે સજા ઓછામાં ઓછી દસ વર્ષની અને એક લાખ રૂપીયા દંડની જોગવાઈ હતી.

જાણવા જોગ નોંધના કામે જયદેવે અમરેલી ડ્રગ્ઝ એન્ડ ફૂડ ઈન્સ્પેકટરની કચેરીએ બે ત્રણ ચકકર માર્યા પણ જવાબદાર અધિકારી નહિ મળતા આ જાણવા જોગ કાર્યવાહીનો આધાર આપી તેમની કક્ષાએ કરવાની રહેતી કાર્યવાહી માટે યાદી આપી દીધી. અને નકકી કર્યું કે હવે નિષ્ણાંતનો અભિપ્રાય આવ્યે જ એફઆઈઆર નોંધી તેમને સમંસથી જ બોલાવીશું.

આ કાર્યવાહી થતા ગુન્હો કરનાર મેડીકલ સ્ટોરવાળા અને તેમના સંબંધીત રાજકીય માથાઓની દોડધામ વધી ગઈ અમુક પોલીસ અધિકારીઓએ જયદેવને હંસતા હસતા કહ્યું કે તમે પણ ખરા કોથળામાંથી બીલાડા કાઢો છો. આથી જયદેવે કહ્યું કે ગમે તેમ નોકરી તો બચાવવાની ને? લઠ્ઠો થાય તો? લાઠી નગરમાં તો આવી ગેરકાયદેસર દવાઓનું વેંચાણ આ કાર્યવાહી થતા બંધ થયું અને લઠ્ઠાનો ભય ગયો પણ મામલો ખુબ ગરમાયો અને ચૂંટણી પછી જયદેવની બદલી થઈ પણ ત્યાં સુધી આ નિષ્ણાતનો માગેલ અભિપ્રાય આવ્યો જ નહિ !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.