Abtak Media Google News

લાઠી તાલુકાના દેરડી ગામે હાઇવે રોડ પરથી વાહનમાંથી રેશનિંગનો જથ્થો કિં.રૂ.૨,૩૭,૬૩૧/-ના મુદ્દામાલ સાથે લાઠીના શખ્સને ઝડપી પાડતી ભાવનગર રેન્જ આર આર સેલ ટીમ

ભાવનગર રેંજ આઈ.જી.પી. શ્રી અમિતકુમાર વિશ્વકર્મા સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર જિલ્લામાં દારૂ તથા જુગારની પ્રવૃત્તિ તથા ગેરકાયદેસર પ્રવુતિ નેસ્તનાબૂદ કરવા તેમજ સતત પેટ્રોલિંગ કરવા સૂચના મુજબ ભાવનગર આર.આર.સેલના એસ.આઈ. વી.ડી ગોહિલ તથા હેડ કોન્સ. કિરણભાઈ સોલંકી વિગેરે સ્ટાફના લાઠી ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન હેડ કોન્સ. કિરણભાઈ સોલંકીને મળેલ બાતમી આધારે હકીકત મળેલ કે સત્યેન્દ્રસિંહ ઉર્ફે લાલો ઉદયસિંહ ડાભી રે.લાઠી સત્યા ટ્રાન્સપોર્ટ વાળો પોતાના કબ્જા હવાલા વાળા આઇસર નંબર જી.જે-૧૦-એક્સ-૬૨૫૮માં ગેરકાયદેસર રેશનિંગનો જથ્થો ઘઉં તથા ચોખા ભરી ઢસા તરફ જાય છે.

Img 20180531 Wa0003 1Img 20180531 Wa0004 2 એવી હકીકત આધારે મજકુર ઇસમનું વાહન દેરડી ગામ પાસે રોકી ચેક કરતા મજકુરના વાહનમાં ઘઉંના કટા નંગ-૭૦ આશરે ૩,૫૦૦ કિલો કી.રૂ. ૪૨,૦૦૦ તથા ચોખાના કટા નંગ-૬૫ આશરે ૩,૨૫૦ કિલો કી.રૂ.૪૫,૫૦૦ તથા આઇસરમાં રાખેલ ખાલી કાથીના કોથળા નંગ. ૧૩૧ જેની કી.રૂપિયા ૧૩૧ તથા ટાટા આઇસર જી.જે-૧૦-એક્સ-૬૨૫૮ની કી.રૂ.૧,૫૦,૦૦૦ ગણી કુલ રૂ.૨,૩૭,૬૩૧નો મુદ્દામાલ સાથે ઝડપી પાડી સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ કબ્જે કરી તેમજ સી.આર.પી.સી. ૪૧(૧)ડી મુજબ ધોરણસર અટક કરી લાઠી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

Img 20180531 Wa0002 1

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.