• હીરા ઉદ્યોગના 916 કારખાના અને 45 હજાર રત્નકલાકારો પર સંકટના વાદળો છવાયા

Amareli News

અમરેલી લગભગ ખેતી અને હીરા ઉદ્યોગ ઉપર નાભિ રહ્યું છે હજારોની સંખ્યામાં લોકો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે મોટા મોટા હીરાના વ્યાપારીઓ લગભગ અમરેલી જિલ્લાના છે ત્યારે અમરેલી મા પણ હીરા ઉદ્યોગ ખૂબ મોટા પાયે ચાલી રહ્યો છે છેલ્લા કેટલાક સમય થી રશિયા યુક્રેન યુધ્ધ ચાલી રહ્યું છે જેના કારણે આજે અમરેલી હીર ઉદ્યોગ હવે માંદગીના બિછાને પડયો છે હીરાના કારખાનેદાર નું કહેવું છે કે આ ચાલી રહેલા યુધ્ધના કારણે સમગ્ર ગુજરાતમાં હીરા ઉદ્યોગ મા મંદી આવી છે કાચો માલ બહુ ઓછો આવે છે તેમ તૈયાર હીરા પણ ઓછા ઉપાડે છે ત્યારે વ્યાપારીઓ પણ કેટલીક સ્ટોક કરે એ પણ એક ચિંતાનો વિષય છે રત્નકલાકારો પણ હવે મૂંઝાયા છે

મંદીના કારણે પહેલા કરતા અડધું કામ થાય છે ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે ગામે ત્યારે કારખાનામાં હીરા ખલાસ થઈ જાય છે અને સમય કરતા પહેલાજ રજાઓ પડી જાય છે જેથી કામ ઓછું થાય છે. અમરેલી ડાયમંડ એસોશિયેશન ના અમરેલી જિલ્લાના પ્રમુખ લલિત ઠુંમરએ જણાવ્યું છે કે રશિયા યુક્રેન યુધ્ધની અસર અમરેલી હીરા ઉદ્યોગમાં પડી છે જેના કારણે અમરેલીમાં 916 કારખાનાઓ ના લગભગ 45 હજાર રત્નકલાકારો ઉપર સંકટના વાદળો સવાયા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા અમરેલી ડાયમંડ ઝોન જાહેર કરવામાં આવે અને સરકારની યોજનાઓ જેવીકે પ્રધાનમંત્રી આવાસ યોજના મેડિકલ અને એજ્યુકેશન જેવી યોજનાઓ નો લાભ આપવામાં આવે જેથીિંહરા ઉદ્યોગમાં આવેલી મંદિંમાંથી રાહત અનુભવાય.  આમ તો અમરેલી જિલ્લો અમુક એવા ઉદ્યોગો બાદ કરતા ખેતી અને હીરા ઉદ્યોગ ઉપરજ નભે છે , હીરાને લઈ રત્નકલાકારો મંદીના ભરડામાં છે ત્યારે હવે રત્નકલાકારોની માંગને લઈને સરકાર શું પ્રતિક્રિયા આપેછે ? શું રત્નકલાકારોને આ મંદીમાંથી આઝાદી મળશે ? શું આ યુધ્ધ પૂરું થશે અને ક્યારે ફરી હીરા ઉદ્યોગમાં તેજી આવશે તે તો હવે આવનારો સમય જ બતાવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.