Abtak Media Google News

વિકાસ ‘થાકી’ ગયો?

સરપંચ દ્વારા મુખ્યમંત્રી પોર્ટલ સુધી કરેલી રજૂઆત છતા સ્થિતી ‘જૈસે થે જેવી’

ગતીશીલ ગુજરાતમાં વિકાસ કાર્યો ઝડપથી થવાના દાવા વચ્ચે લાઠી તાલુકાના શાખપુર ગામની પંચાયત કચેરીનું કામ ચાર વર્ષથી ખોરંભે ચડી ગયું છે અને અનેક રજૂઆતો છતા કામ શરૂ થતું ન હોય ત્યારે વિકાસ થાકી ગયો હોય તેવો વસવસો ગ્રામજનો દ્વારા વ્યક્ત કરવામાં આવે છે.

લાઠી તાલુકાના શાખપુર ગામે ગ્રામ પંચાયત કચેરીના અધુરા ગામ બાબતે ફરી વખત મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરતા શાખપુર સરપંચ અનેક રજૂઆતોને અંતે જિલ્લા વિકાસ અધિકારીએ પણ ટૂંક સમયમાં કામ પૂર્ણ કરવામાં આવશે. તેવી ખાતરીને પણ એક વર્ષ થવા આવ્યું અને ચાર વર્ષથી ચાલતા કામ કેમ પૂર્ણ કરવામાં આવતું નથી તાલુકા જિલ્લા સંકલન અને સાંસદ ધારાસભ્યને પણ રજૂઆત કરેલ ત્યારબાદ ફરી વખત મુખ્યમંત્રી પોર્ટલ ઉપર શાખપુર સરપંચ  જશુભાઈ ખુમાણે રજૂઆત કરી આ કામ પૂર્ણ કરવામાં આવશે કે કેમ અધિકારીઓની મિલીભગત હોય તેવું લાગી રહ્યું છે જેથી વહેલી તકે કામ પૂર્ણ કરવા અનેક વખત રજૂઆત થઈ ચૂકી છે.

ગ્રામ પંચાયત કચેરીનું બિલ્ડીંગ શાખપુર ગામમાં છે જ નહીં કોમ્યુનિટી હોલમાં બેસીને ગ્રામ પંચાયત ચલાવવામાં આવે છે તો આ ડબલ એન્જિનની સરકારમાં વિકાસ ગોટાળા ચડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે વહેલી તકે આ કામ પૂર્ણ કરવામાં આવશે કે પૂર્ણ નહીં થાય તેવો વેદક સવાલ ઊભો થયેલ છે કોન્ટ્રાક્ટર ફોન પણ ઉપાડતા નથી કોઈ અધિકારી આ કામની તપાસ અર્થે પણ આવતા નથી જે લોકશાહીમાં કલંક રૂપ ગણાય વહેલી તકે આ કામ પૂર્ણ કરવા ફરી વખત મુખ્યમંત્રીને રીપીટર અરજી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.