Abtak Media Google News

ટેકનીકલ ફેસ્ટીવલ- સાંસ્કૃતિક કાર્યક્રમ – કલ્ચરલ રિધેમેનીયામાં ૮૦૦ થી વધુ વિઘાર્થીઓ પોતાનું કૌશલ્ય બતાવ્યું: ટેકફેસ્ટ ૨૦૧૯ ની હજારો લોકોએ મુલાકાત લીધી

રાજકોટના આંગણે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનો ટેકફેસ્ટ-૨૦૧૯ ઉત્સવનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે રાજકોટ સ્થિત મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત લાભુભાઇ ત્રિવેદી ઇજનેરી કોલેજના પ્રાંગણમાં તા.૧પ માર્ચના રોજ ટેકનીકલ ફેસ્ટીવલ ગુરુત્વાકર્ષણ તેમજ વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

આ ટેક ફેસ્ટ અને વાર્ષિક મહોત્સવમાં ૮૦૦ થીવધુ વિઘાર્થીઓએ ભાગ લીધો હતો. બે દિવસના કાર્યક્રમ અંતર્ગત ટેકનીકલ, નોન ટેકનીકલ તેમજ રાત્રીના સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિઘાર્થી દ્વારા ડ્રામા, સિગિગ, ડાન્સ સહીતના કાર્યક્રમમો લોકોને મંત્રમુગ્ધ કરી હતાં.Vlcsnap 2019 03 16 13H23M27S234અભ્યાસની સાથો સાથ વિઘાર્થીઓમાં રહેલ કલા કૌશલ્યની ખુબીઓ પારખવા કલ્ચરલ રીધેમેનીયાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં લોકોએ આ ટેક ફેસ્ટ ૨૦૧૯ અને સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતોVlcsnap 2019 03 16 13H22M41S122

.લાભુભાઇ ત્રિવેદી કોલેજ ખાતે અભયાસ કરતી વિઘાર્થી દાવડા શિવાનીએ જણાવ્યું હતું કે તેમનું આ છેલ્લુ વર્ષ છે જે બી સીવીલમાં અભ્યાસ કરે છે તેણે ટેકફેસ્ટ કાર્યક્રમ ભાગ લીધો છે.જેમાં અમે બે ડાન્સમાં ભાગ લીધો છે. અને ફેશન શોમાં પણ ભાગ લીધો હતો. અહી કોલેજમાં અમારું ત્રણ વર્ષ છે અને દર વર્ષે ખુબ જ સારું એવું આયોજન કરવામાં આવ્યો છે. કોલેજ દ્વારા અમને ખુબ જ સારો એવો સાથ આપવામાં આવે છે અને બીજી બધી જ કોલેજની સમાનતાના અમારી કોલેજમાં ખુબ જ સારું એવું આયોજન કરવામાં આવે છે.Vlcsnap 2019 03 16 13H23M05S973

પાર્થ ગણાત્રાએ જણાવ્યું હતું કે લાભુભાઇ ત્રિવેદીમાં અભ્યાસ કરતા વિઘાર્થી બી સીવીલ છઠ્ઠા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે જેમાં તેઓએ એન્યુઅલ, ટેકફેસ બધા જ કાર્યક્રમમાં ભાગ લીધો છે. કા.કે. હું એક એકટર છું હું ડ્રામા પણ કરું છું અને ડાન્સ પણ કરું છું અને અમે અહી લેણી ડાન્સ કરવાના છે. અને તેને લઇને બધા વિઘાર્થીઓ ખુબ જ ઉત્સાહમાં હતાં.Vlcsnap 2019 03 16 13H22M46S135

હાસ્ય કલાકાર અને પ્રોફેસર વિપુલ મોરીએ જણાવ્યું હતું કે અમારી કોલેજ લાભુબેન ત્રિવેદી એન્જીનીયરીંગ કોલેજ ખાતે સારો એવો કલ્ચરલ પ્રોગ્રામ નું આયોજન કરી રહ્યાં છીએ. આ મારો સાત મા કલ્ચરલ પ્રોગ્રામ છે. અને ખાસ કરીને રર જેટલા અલગ અલગ પ્રોગ્રામ નું આયોજન છે. જેમાં ડાન્સ, ડ્રામા અને ગીત વગેરે જેવા કાર્યક્રમો આયોજન કરેલું છે. અને આ કાર્યક્રમ પછી ત્યારબાદ હાસ્ય અને સંગીત સંઘ્યાનો કાર્યક્રમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.