Abtak Media Google News

રેલવેની પહેલ: વર્તમાન ટ્રાફિક પેટર્ન ગ્રાહકો અને રેલવે માટે ફાયદાકારક રહેશે: ટ્રાફિક અને આવક વધારો થાય તે મુખ્ય હેતુ

પશ્ચિમ રેલ્વે પર માલભાડા આવક વધારવા હેતુ ટ્રાન્સપોર્ટરોને તેમના માલ અને પાર્સલોના પરિવહન હેતુ રેલ્વે સાથે જોડાવા માટે આકર્ષિત કરવા અનેક પ્રોત્સાહક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. વર્તમાન ટ્રાફિક પેટર્ન અને એકંદર બજારની સ્થિતિના આધારે, આ યોજનાઓ ગ્રાહકો તેમજ રેલ્વે માટે ફાયદાકારક છે. ભારતીય રેલ્વે વેબસાઇટ પર ઉપલબ્ધ વિવિધ નિયમોને  કારણે સ્ટેકહોલ્ડરો માટે મુશ્કેલ થઈ જાય છે ખાસ કરીને જે હાલમાં સીધા રેલ્વે સાથે જોડાયેલા નથી, તેમના માટે મુશ્કેલ બની જાય છે. આ ઉપરાંત હાલના ગ્રાહકોને પણ જાણવાની જરૂર છે કે તેમને રેલવે દ્વારા કઇ સુવિધાઓ આપવામાં આવી રહી છે.

સ્ટેશન ટુ રેટ્સ (એસટીએસ)

આ યોજના વર્ષ ૨૦૧૬ માં શરૂ કરવામાં આવી હતી અને આ આરંભિક અને ગંતવ્ય સ્ટેશનો/પોઈંટોની વિશિષ્ટ જોડી વચ્ચે સાંચાલન હેતુ કોઈ વિશેષ વસ્તુના વિશેષ પ્રકારના પરિવહન માટે લાગુ છે. વૃદ્ધિશીલ યાતાયાત અને નવા યાતાયાત બંનેને નિર્ધારિત નેટ ટન કિલોમીટર (એનટીકેએમ)ને ક્રોસ કર્યા પછી મહત્તમ ૩૦% સુધીની છૂટ મળે છે.

માલભાડા છૂટ યોજના

આ યોજના તારીખ ૨૨.૦૪.૨૦૨૦ના રેટ પરિપત્ર સંખ્યા ૮ મુજબ રજૂ કરવામાં આવી છે. ઓફર કરેલો ન્યૂનતમ ટ્રાફિક અનુમત સ્ટોકનો અડધો રેક હોવો જોઈએ. ઉલ્લેખિત કેટલીક વસ્તુઓની છૂટ માસિક બેંચ માર્કને પાર કર્યા પછી જ આપવામાં આવશે. પ્રથમ રેકમાંથી અમુક વસ્તુઓ સિવાય છૂટ આપવામાં આવે છે. ઇન્ટર ઝોનલ અને ઇન્ટ્રા-ઝોનલ પરંપરાગત એમ્ટી ફ્લો ડિરેકશનની નોટિફાઇડ સ્ક્રીન પર છૂટ આપમેળે મંજૂર કરવામાં આવે છે. નિર્ધારિત માપદંડ પૂરા થયા પછી. ગાડીભાર માટે ક્લાસ આર૧ અને વેગન લોડ માટે વર્ગ ૧૦૦ પર માલભાડુ વસૂલવામાં આવશે.

લોંગ ટર્મ ટેરિફ કોંટ્રેકટ (એલટીટીસી)

આ યોજના તારીખ ૩૦.૦૩.૨૦૧૭ ના રેટ પરિપત્રનાં ૧૪ – ૨૦૧૭ દ્વારા રજૂ કરવામાં આવી હતી. લાંબા ગાળાના ટ્રાફિકની ખાતરી આપનારા ગ્રાહકોને નૂરમાં રાહતની ખાતરી આપવામાં આવે છે એસ.ટી.એસ.,ફ્રેટ ફોરવર્ડર યોજના હેઠળ છૂટનો લાભ મેળવતા ગ્રાહકો અને કોલસો અને કોક, આયર્ન અને સૈન્ય ટ્રાફિક, પીઓ.એલ., આર.એમ.સી., ક્ધટેનર અને ઓટોમોબાઈલ ટ્રાફિક તેમજ શોર્ટ લીડ ટ્રાફિક સહિત વર્ગ – ૧૦૦ નીચેની વસ્તુઓ આ યોજના માટે પાત્ર નથી. છૂટ બાદ કુલ નૂર વર્ગ – ૧૦૦ ના નૂર કરતાં ઓછું નહીં હોય. જો ક્ધસાઇન્સર અને માલવાહક બંનેને એલટીટીસી હેઠળ આવરી લેવામાં આવ્યા છે, તો ક્ધસાઇન્સરને છૂટ આપવામાં આવશે. આ કરાર ઓછામાં ઓછા ૩ વર્ષ અને મહત્તમ ૫ વર્ષ માટેનો રહેશે.

ફ્રેર ફોરવર્ડર સ્કીમ

કાર્ગોના એકત્રીકરણ અને રેલ્વેના કોમોડિટી બાસ્કેટમાં વૃદ્ધિ કરવાની સહુલિયત હેતુ આ યોજના તા. ૧૬.૦૬.૨૦૧૫ ની ફ્રેટ ઇન્સેંટિવ સ્કીમ માટે રેલવે માસ્ટર સર્ક્યુલર હેઠળ આવરી લેવામાં આવી છે. એક ફ્રેટ ફોર્વર્ડરને એક/બે કોમોડિટીને કેટલા પણ વેગનમાં લોડ કરવાની છૂટ છે, જેના માટે ટ્રેન લોડિંગ ચાર્જ ચૂકવવાના બાકી દરે ચૂકવવા પડશે. એક ગ્રાહકને ૧૦ વેગન સુધીના બે સામગ્રી લોડ કરવાની મંજૂરી પણ આપવામાં આવી છે, જેના માટે ૧૨૦ ના સંયોજનયુક્ત દર લેવામાં આવશે. આ યોજનાનો લાભ ૭૦૦ કિલોમીટરથી ઓછા અંતર માટે ઉપલબ્ધ રહેશે નહીં. પ્રતિબંધિત સામગ્રીમાં કોલસો અને તેના પ્રકારો, કોક અને તેના પ્રકારો, પીઓએલ, આરએમસી, આયર્ન, ખાનગી માલિકીની વેગનમાં માલવાહક ટ્રાફિક, બંદરો પરનો ટ્રાફિક, ક્ધટેનર ટ્રાફિક, લશ્કરી ટ્રાફિક અને દરિયાઇ જીપ્સમનો સમાવેશ થાય છે.

રેલવે દ્વારા માનવ વપરાશ માટે બિન-શુદ્ધ મીઠું માટેની છૂટ

આ યોજના રેટ પરિપત્ર નંબર ૮,૨૦૦૬ના અંતર્ગત નિર્ધારિત છે. ન્યૂનતમ ભાડા સાથે ૧૦૦૦ કિ.મી.થી વધુના ક્રેડિટના રૂપમાં ક્ધસેશન રેટ નિમ્નાનુસાર છે. મીઠાના કમિશનરની કચેરી દ્વારા રજૂ કરેલા પ્રમાણપત્રો અથવા તેના અધિકૃત એજન્ટો દ્વારા મીઠાના પ્રકાર અને ગ્રેડ અને અગ્રતા ‘ડી’ અથવા ‘સી’ હેઠળ ક્ધઝાઈનર દ્વારા આગળ મોકલવામાં આવેલી નોંધ, જે કેસ હોઈ શકે તે સબમિટ કરવા પર છૂટ મળશે.

ઓપન અને ફલેટ વેગનમાં બેગવાળા માલ લોડ કરવા માટે મલભાડા પ્રોત્સાહન યોજના

ફક્ત ટ્રેન લોડ ટ્રાફિક માટે જ લાગુ પડે છે. પરિપત્રમાં ઉલ્લેખિત વસ્તુઓ માટે સામાન્ય ટ્રાફિક રેટ (એનટીઆર) પર ૨૦ ટકા અને યુરિયા પર ૩૦ ટકા છૂટ આપવામાં આવે છે. ન્યૂનતમ ચાર્જ કરવા યોગ્ય નૂર વર્ગ એલઆર-૧ના એનટીઆર કરતા ઓછું ન હોવું જોઈએ. ફક્ત ખુલ્લા વેગનમાં મહતમ ૨.૫ સુધીના માનક બેગમાં લોડ કરવાના છે. ફલેટ વેગનમાં આઈટમ્સ મહત્તમ ૧૦૦ કિલો સુધી બેગમાં લોડ કરવાના છે.

પશ્ચિમ રેલ્વેને બધી પાર્ટીઓને રેલ્વે સાથે ભાગીદાર બનીને અને આ અનુકૂલિત પ્રસ્તાવ અને યોજનાઓ એનો લાભ ઉઠાવા માટે આમાંત્રિત કરાયા છે.આ યોજનાઓ ને વિશેષ રૂપ થી માલભાડા ટ્રાન્સપોટરો માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે.

પશ્ચિમ રેલ્વે તેમને આગળ આવવા અને આ આકર્ષક યોજનાઓનો લાભ ઉઠાવવા માટે અનુરોધ કરે છે. આ યોજનાઓની વિશિષ્ટ જાણકારી માટે ઉપર્યુક્ત લખેલ રેટ પરિપત્રને નિમ્નલિખિત લિંક પર થી પ્રાપ્ત કરી શકાય છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.