Abtak Media Google News

દેશનાં ૧૦૦ શહેરોમાં મળેલી સફળતા બાદ રાજકોટમાં પણ ટાટાનું સાહસ: જિલ્લા કલેકટર કચેરીએ યોજાઈ લોન્ચીંગ ઈવેન્ટ, આગામી દિવસોમાં રૂફટોપનું વેચાણ શરૂ થશે

ભારતની સૌથી વિશાળ સૌર ઉર્જા કંપની અને ટાટા પાવરની સંપૂર્ણ માલિકીની સબસીડીયરી ટાટા પાવર સોલારે તેની દેશવ્યાપી નિવાસી સોલાર રૂફટોપ ઝુંબેશ રજૂ કરી છે. આ ઝુંબેશ ગુજરાતના ચોથા સૌથી વિશાળ શહેર રાજકોટમાં નિવાસી સોલાર રૂફટોપ નિવારણોને અમલ કરવા માટે રહેવાસીઓને પ્રેરિત કરવા માટે રજૂ કરવામાં આવી હતી. આ ઝુંબેશનો હેતુ ભારતના ૧૦૦ શહેરોને આવરી લેવાયો છે. અને તે વાર્ષિક ૫ કિલોવોટ દીઠ રૂ. ૫૦૦૦૦ સુધી બચત કરાવવાની ધારણા છે. રાજકોટ જિલ્લા કલકેટર રાહુલ ગુપ્તાઆ લોન્ચીંગ ઈવેન્ટમાં હાજર રહ્યા હતા.

ઝુંબેશને ટેકો આપવા અને ઝુંબેશ વિશે વધુ જાગૃતિ ફેલાવવા માટે ટાટા પાવર સોલારે શહેરમાં સાઈકલ રેલીનું પણ આયોજન કર્યું હતુ જેમાં સ્થાનિક રહેવાસીઓને સૌર ઉર્જા અપનાવવાના લાભો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા આ સાથે પહેલ આસપાસમાં પણ જોડાણ ધરાવે છે. જયાંના ગ્રાહકો પણ નવીનીકરણક્ષમ ઉર્જાનું મહત્વ સમજાશે. ભારતના નાગરીકોને હકારાત્મક પરિવર્તન અપનાવવા અને સૌર ઉર્જાનો ઉપયોગ સ્વીકારવા માટે પ્રેરિત કરશે.

આ પહેલા સાથે ટાટા પાવર સોલાર ગુણવતા યુકત પ્રોડકટો. વિશ્વ કક્ષાના ગ્રાહકલક્ષી નિવારણો અને ગ્રાહકોના સંતોષની પણ પાર જાય તેવો વ્યાપક સેવા ટેકો આપીને ગ્રાહકો સાથે મજબૂત સંબંધ વિકસાવવા પર નિપૂણતાની બાયધરી આપે છે. કાર્બન ફૂટપ્રિન્ટ ઓછી કરવા સંકલ્પબધ્ધ ટાટા પાવર સોલારના નિવાસી રૂફટોપ નિવારણો ડીઝલ જનરેટરોને ઉપયોગ ઓછો કરે છે. જેને લીધે ઈધણની વધુ બચત થાય છે કંપની પાસે ભારતભરમાં મજબૂત ૧૫૦થી વધુ સેલ્સ અને સર્વીસ ચેનલ ભાગીદારો છે. જેઓ તેમના મૂલ્યવાન ગ્રાહકોને ફાઈનાન્સીંગ વિકલ્પો પૂરા પાડે છે.

હાલમાં ટાટા પાવરા સોલારે સફળતાથી પાવાગઢ સોલાર પાર્કમાં ૪૦૦ મેગાવોટના ઈન્સ્ટોલેશન કર્યા છે. આ ઉપરાંત ટાટા પાવર સોલાર કોચિંન ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે એક સ્થળ અને ભારતના સૌથી વિશાળ કારપોર્ટ ખાતે વિશ્વ નું સૌથી વિશશલ રૂફટોપ ગોઠવવાની પણ સફળ પાર્શ્ર્ચભૂ ધરાવે છે. ટાટા પાવર સોલારે ક્રિકેટ કલબ ઓફ ઈન્ડીયા સાથે હાથ મેળવ્યા છે. અને વિક્રમી ૧૦૦ દિવસમાં દુનિયામાં સૌથી વિશાલ સોલાર પાવર્ડ ક્રિકેટ સ્ટેડિયમ મુંબઈ નિર્માણ કર્યું છે. ટાટા પાવરના એમડી અને સીઈઓ પ્રવિણસિંહા અને પ્રેસીડેન્ટ આશીષ ખન્નાએ જણાવ્યું કે આ નવી ઝુંબેશ ગ્રાહકોને સ્વચ્છ અને હરિત નિવારણ તરફ પગલુ મૂકવા માટે પ્રોત્સાહન આપશે અમને દેશભરમાં અમારા ગ્રાહકોને આસાન અને અર્થ અસરકારક વિજળી ઉપજાવવા માટે સોલાર રૂફટોપ ઓફર કરવાની બેહદ ખુશી છે. અમે રાજકોટના બધા ગ્રાહકોને સેવાનો સંપૂર્ણ લાભ લેવા માટે અનુરોધ ક

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.