Abtak Media Google News

પાણીદાર મંત્રી તરીકે ઉભરવાનો પ્રયાસ કરનાર ડેમના પાણી માત્ર સિંચાઈ માટે અનામત રખાવે

ભાદર-૧ , ભાદર-૨ , મોજ અને વેણુ ડેમમાં પીવાના પાણીને અનામત્ત રાખ્યા પછી ખેડુતોને એના હક્ક નું પાણી પીયત માટે નિયમ મુજબ આપવામાં આવ્યું છે.. કોઈ ખોટો ગીદડ જસ લેવાનો કે પોતે ખેડુતોનો હામી છે. એવો ડોળ કરવાનો હીન પ્રયાસ નાં કરે.. પોતાની જાતને પાણીદાર મંત્રી તરીકે ઉપસાવવી હોય અને સરકારમાં એમનું  ચાલતું હોય તો ભાદર-૧-૨ , મોજ અને વેણુ ડેમ ને ફક્ત સિંચાઈ માટેના ડેમ જાહેર કરાવી બતાવે..એવી ચેલેન્જ કોંગ્રેસ નાં ધારાસભ્ય લલિત વસોયાએ કરી છે.

શ્રી વસોયાએ જણાવ્યું કે, ગુજરાત સરકાર દ્વારા સુજલામ-સુફલામ યોજનાઓ દ્વારા આ બધા ડેમો ભરવા માટેની યોજના જાહેર કરાઈ હતી… એ વાતને બાજુએ મુકીએ તો સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાદર-૧

ડેમમાં હાલ ૩૨૦૦ એમ.સી.એફ.ટી. ફુટ પાણીનો જથ્થો છે. સરકાર તેમાંથી રાજકોટ અને જેતપુર પીવા માટેનો ૨૨૦૦ ખ.ઈ.ઋ.ઝ. પાણી અનામત રાખવાનો હુકમ કરેલ છે. રાજકોટની પ્રજાને પીવા માટે નર્મદામાંથી ૫૫૦ કરોડ રૂપિયાના ખર્ચે પાઇપ લાઇન યોજના બનાવી ૨૦૧૭ માં ભારતના વડાપ્રધાન શ્રી આ યોજનાનું લોકઅર્પણ કરી ગયા. જેતપુર-ધોરાજી-ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારને નર્મદાના પાણી માટેની ૬૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બલ્ક યોજના બનાવવામાં આવી. જેનું લોકઅર્પણ ગુજરાતના મુખ્યમંત્રીએ ૨૦૧૭ માં કર્યું. વડાપ્રધાન અને મુખ્યમંત્રીએ રાજકોટ જેતપુર ધોરાજી ઉપલેટા માટે ૧૧૫૦ કરોડના ખર્ચે પાણી કાઢીને મીડીયાને બતાવ્યું તો પછી હવે તમે ભાદર-૧ ડેમમાંથી શા માટે પાણી રાજકોટ અને જેતપુર માટે અનામત રાખો છો……?

સરકારે ૧૧૫૦ કરોડ રુપિયા નો ખર્ચ કર્યો પણ એ ફક્ત લોકોને છેતરવા માટે કર્યો હોય એવુ લાગે છે… જો મંત્રીશ્રી મા તાકાત હોયતો આ યોજનામાં થી પીવા માટે પાણી અપાવી આ ડેમો સિંચાઇ માટે મુક્ત કરાવવો જોઈએ

નવરાત્રી પછી હું ભાદર-૧ -૨ મોજ,વેણુ,અને ફોફળ ડેમ ને સીંચાઈ માટે મુક્ત કરાવવા માટે બીન રાજકીય રીતે લોક લડત શરૂ કરવાનો છું. ખેડુતોની આ લડતમાં પોતે ખેડુતોના હામી છે. પોતે પાણી છોડાવ્યું છે ની બુમરાગ મારતા માન્ય મંત્રી શ્રી ખેડુતોની સાથે રહે બાકી ખોટા વાહિયાત નિવેદનો કરી ખેડુતોને ભારમાવાનો પ્રયાસ ન કરે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.