Abtak Media Google News

મહારાણી ત્રિશલા દ્વારા જોવામાં આવેલ સપનાઓની જાણકારી જ્યારે સ્વપ્નવેત્તાઓને આપી તો સ્વપ્નવેત્તાઓએ કહ્યું- રાજન! મહારાણીએ મંગળ સપનાઓના દર્શન કર્યા છે. સ્વપ્નવેત્તાઓએ સપનાઓની જે ભાવી વ્યાખ્યા કરી, તેનાથી ભગવાન મહાવીરનું ભવિષ્ય પ્રગટ થયું.

હાથી- જે રીતે શત્રુ સેનાને નષ્ટ કરે છે, તેવી જ રીતે આ કર્મરૂપી શત્રુઓનો નાશ કરશે.

વૃષભ – વૃષભ જે રીતે ભાર વહન કરે છે તેવી જ રીતે આ બાળક પણ સંયમનો ભાર વહન કરશે.

કેસરી સિંહ – કામરૂપી ગજને નષ્ટ કરવામાં કેસરી સિંહ જેવું બળ દેખાડશે.

લક્ષ્મી – આ બાળક અનંત જ્ઞાન દર્શન રૂપ લક્ષ્મીને પ્રાપ્ત કરશે.

પુષ્પમાળા – સુમનમાળાની જેમ બધાને પ્રિય કલ્યાણકારી થશે.

ચંદ્રમા – જેવી રીતે ચંદ્રમા શીતળતા પ્રદાન કરે છે, તેવી જ રીતે આ પણ બધા માટે શીતળતા અને સુરમ્યતાદાયક થશે.

સુર્ય – મિથ્યાત્વના દૂર કરીને રત્નત્રયીનો પ્રકાશ કરશે.

ધ્વજા – ધર્મધ્વજાને બધા જ લોકોમાં ફેલાવશે.

કુંભ કળશ – સંપુર્ણ આત્માના ગુણોનો ધારક થશે.

પદ્મ સરોવર – કમળાકાર સિંહાસન પર બેસીને દેશના કરશે.

ક્ષીર સમુદ્ર – સાગર જેવી અસીમ ઉંડાઈનો ધારક થશે.

દેવ વિમાન – અસંખ્ય દેવ-દેવીયોની પૂજ્યતા મેળવશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.