આપણી પૃથ્વી વિષે અને કુદરતી સંપતિ વિષેની માહિતી પૃથ્વી પર સરોવરો, નદીઓ, મહાસાગરો, જંગલો, પર્વતો, રણ અને બીજું ઘણું બધું આવેલું છે.
૧. પૃથ્વી :
પૃથ્વીની વિષે કહીએ તેટલું ઓછુ છે, પૃથ્વીનો આકાર નારંગી જેવો ગોળ છે. આપણે પૃથ્વી પર રહીએ છીએ. પૃથ્વીના મોટા ભાગમાં પાણી છે. પૃથ્વી પર સરોવરો, નદીઓ, મહાસાગરો, જંગલો, પર્વતો, રણ અને બીજું ઘણું બધું આવેલું છે.
૨.નદી :
ધરતી પર વહેતા પાણીના ખૂબ મોટા પ્રવાહને નદી કહે છે. વિશ્વની સૌથી મોટી નદી એમેઝોન છે જયારે સૌથી લાંબી નદી નાઇલ છે.
૩. સરોવર :
ચારે બાજુ જમીનથી ઘેરાયેલા પાણીના મોટા વિસ્તારને સરોવર કહે છે. ભારતમાં ખારા પાણીનું સૌથી મોટું સાંભાર સરોવર રાજસ્થાનમાં છે જયારે કાશ્મીરમાં મીઠા પાણીનું વુલર સરોવર છે.
૪. દરિયો :
પૃથ્વીની સપાટી પર વિપુલ પાણી અને વિશાળ ક્ષેત્રફળ ધરાવતો વિસ્તાર ‘દરિયો’ કહેવાય છે. વિશ્વનો સોથી મોટો દરિયો પ્રશાંત મહાસાગર છે, દરિયાનું પાણી ખારું હોય છે. દરિયો બહુ ઉંડો હોય છે. તેમાં મોજાં ઉછળતાં રહે છે. તેમાં અનેક પ્રકારનાં દરિયાઇ પ્રાણીઓ રહે છે.
૫. જંગલ :
ખૂબ મોટાં અને ગીચ વૃક્ષોથી છવાયેલા વિસ્તારને જંગલ કહે છે. જંગલમાં જંગલી પ્રાણીઓ રહે છે. વિશ્વના સૌથી વધુ જંગલો રશિયા દેશમાં અને જયારે આફ્ર્રિકા ખંડમાં સૌથી વધુ જંગલો છે.
૬. રણ :
વિશ્વનું સૌથી મોટું રણએ સહરાનું રણ છે, જ્યાં કશુંય ન ઉગે તેવો રેતીના ઢગલેઢગલાવાળો સૂકો વિસ્તાર તે રણ. અટકામાં રણએ સૌથી સુકું રણ છે.
૭. પર્વત (પહાડ) :
ધરતી ઉપર નાના-મોટા પર્વતો આવેલા છે. તે પૃથ્વીની કુલ જમીનના લગભગ ચોથા ભાગના વિસ્તારમાં પથરાયેલાં છે. હિમાલયએ વિશ્વનો સૌથી ઉચો પર્વત છે.
થોડું વધુ જાણીએ :
– પ્રશાંત મહાસાગરએ સૌથી મોટો સાગર છે.
– દરિયામાં પાણી ખારું હોવાથી તેમાંથી મીઠું પકવવામાં આવે છે.
– હિમાલય પર્વતમાં આવેલું માઉન્ટ એવરેસ્ટ જગતમાં શિખરોમાં સૌથી ઉંચું શિખર છે.
– તિબ્બતએ સૌથી ઉચ્ચ પર્વત વિસ્તાર છે.
– રશિયા દેશ એ બે ખંડ માં ફેલાયેલ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com