Abtak Media Google News
  • જમીન કરતાં સૌથી મોટા પ્રાણી સમુદ્રમાં રહે છે: પાણીનો ઉછાળો ગુરૂત્વાકર્ષણની અસરોથી રાહત આપતું હોવાથી શરીર વધવાની શક્યતાઓ વધી જાય છે: પૃથ્વી પરનું સૌથી મોટું પક્ષી શાહમૃગ છે જેનું વજન 156 કિલો હોય છે
  • વિશ્ર્વભરમાં જમીન પર, પાણીમાં કે બરફમાં ઘણા મહાકાય પ્રાણીઓ રહે છે: ઊંચા, નીચા કે જાડા પ્રાણીઓની દુનિયા નિરાળી છે: બ્લુ વ્હેલની જીભનું વજન જ એક હાથી જેવડું હોય છે

પૃથ્વી પર ચિત્ર-વિચિત્ર જીવ-જંતુ પ્રાણીઓ રહે છે. જે પૈકી અમુકને તો આપણે જોયા પણ નથી. દુનિયા વિશાળ જંગલોમાં વિવિધ પશુ-પક્ષીઓ તેમના પર્યાવરણમાં રહે છે ત્યારે આપણને પ્રશ્ર્ન થાય કે દુનિયામાં સૌથી મોટા પ્રાણીઓ કોણ હશે, કેવા હશે, આપણે હાથી, જીરાફ, એનાકોન્ડા જેવા ગણ્યા ગાઠ્યા પ્રાણીઓ જોયા હોય છે. એક વાત નવાઇ પમાડે તેવી છે કે જમીન કરતા સમુદ્રમાં વિશાળકાય જળચરો આદીકાળથી રહે છે. ડાયનાસોર વિશે આપણે જાણવા લાગ્યા પણ આજે પણ આ ગ્રહ ઉપર એવા ઘણા પ્રાણી-પક્ષી રહે છે. જેનું વજન-ઊંચાઇ અચરજ પમાડે તેવી છે. જીવજંતુ, પશુ-પંખી, જનાવર જમીન-પાણી કે બરફના વિસ્તારોમાં જંગલોમાં રહેતા હોય છે. આ લેખમાં આજે સૌથી મોટા મહાકાય પ્રાણીઓની રોચક માહિતીની વાત કરવી છે.

પાણીનો ઉછાળો ગુરૂત્વા કર્ષણની અસરોથી રાહત આપતું હોવાથી શરીર વધ વાની શક્યતાઓ વધી જાય છે. એન્ટાર્કટિકા બ્લુ વ્હેલનું વજન 33 હાથી બરાબર હોય છે અને તેની લંબાઇ 98 ફૂટ જેવડી હોય છે. આવા તો કેટલાય પ્રાણીઓ આ ગ્રહમાં છે તેના વિશે આપણે જાણીએ નવાઇ લાગે છે. પૃથ્વી પરનું સૌથી મોટું પક્ષી શાહમૃગ છે જેનું વજન 156 કિલો હોય છે !!

દુનિયાના ટોપ-10 મહાકાય પ્રાણીઓ

– બ્લુ વ્હેલ :

Blue Whale, દરિયામાં દેખાઈ 82 ફૂટ લાંબી મહાકાય બ્લૂ વ્હેલ, અંદાજે 1 લાખ કિલો છે વજન - Giant Blue Whale Spotted Near Sydney Cost - I Am Gujarat

પૃથ્વી પરનું સૌથી મોટું પ્રાણી વાદળી વ્હેલ છે. તે ડાયનાસોર કરતાં પણ મોટી હોય છે. પૃથ્વી પરનાં સૌથી મોટા જીવંત પ્રાણી કરતા પણ મોટી હોય છે. 105 ફૂટ લાંબી અને 33 હાથી જેટલું વજન ધરાવતી આ વ્હેલનું હૃદ્ય એક કાર જેવડું હોય છે.

– શાહમૃગ :

Dailyhunt

આપણા ગ્રહનું સૌથી મોટું પક્ષી શાહમૃગ છે. ઉડવા માટે ખૂબ મોટું અને ભારે આ પક્ષી કલાકના 70 કિ.મી.ની સ્પીડે દોડે છે. નર 9 ફૂટ સાથે 156 કિલો વજન ધરાવે છે તો માદા 6 થી 7 ફૂટ ઊંચાઇ ધરાવે છે.

– ખારા પાણીનો મગર :

મગર અને મગર - જાતિઓ, નામો, ફોટા અને વર્ણનો, વિડિઓઝ, પોષણ અને પ્રજનન - પ્રાણીસૃષ્ટિ

વિશ્ર્વનો સૌથી મોટો સરીસૃપ ખારા પાણીનો મગર છે, જે 20 ફૂટની લંબાઇ સાથે 1075 કિલો વજન ધરાવે છે. તેનું વજન રીંછ કરતા અઢી ગણું ગણી શકાય છે. નર કરતા માદા નાની હોય છે, જે 9 ફૂટ બંદરની લાંબી હોય છે. આ મગર ભારત, એશિયા અને ઓસ્ટ્રેલિયાના દરીયામાં જોવા મળે છે.

– જીરાફ :

જિરાફ ઊંચાઇ, ગરદન અને હેડ સમાવેશ થાય છે. ઊંચાઈ જિરાફ

પૃથ્વી પરનું સૌથી ઊંચુ જીવંત પ્રાણી જીરાફ છે. તેની ડોક 6 ફૂટની હોય છે. આફ્રિકાના જંગલોમાં, ઘાસના મેદાનોમાં તે જોવા મળે છે. તે મોટાભાગે જમીન પરની વનસ્પતિ અને વૃક્ષોમાંથી ખોરાક મેળવે છે. તેની લાંબી જીભની મદદથી કુણા પાંદડા ખેંચી લે છે. માદા 15 મહિના પછી બાળકને જન્મ આપે છે જે જન્મતાવેંત 10 ફૂટ ઉપરથી નીચે પડે છે ત્યારે તે બે મીટર ઊંચા હોય છે. તે સારૂ દોડી શકે છે અને પગની તાકાત મજબૂત હોવાથી તેની સામે સિંહ પણ હિંમત નથી કરતાં. 6 ફૂટની લાંબી ગરદનો એક બીજા ભટકાડીને તેઓ જગડો કરતાં હોય છે.

– આફ્રિકન હાથી :

ફોરેસ્ટ એલિફન્ટ: આફ્રિકાના જંગલી ( Elephant ) હાથી

જમીન પર રહેનારૂ પૃથ્વીનું સૌથી મહાકાય પ્રાણી આ હાથી છે. જેનું વજન 6350 કિલો હોય છે. થડથી પૂંછડી સુધી 35 ફૂટ સુધી વધે છે અને તેના ખંભાની ઊંચાઇ 13 ફૂટ સુધી વધે છે. તેની બે પ્રજાતિઓમાં સવાના હાથી અને વનહાથી છે. આ હાથી હાલ લુપ્ત થતી જોખમી પ્રજાતિઓની આઇસીયુએન રેડ લિસ્ટમાં છે. આ પ્રાણી પણ સિંહ સાથે જગડો ત્યારે ખુંખાર થઇ જાય છે જો કે મોટે ભાગે સિંહ તેની જપટે ઓછા ચડે છે.

– બ્રાઉન રીંછ :

ગ્રીઝલી રીંછ અને ભૂરા રીંછ. બ્રાઉન રીંછ (ઉર્સસ આર્કટોસ) બ્રાઉન રીંછ (એન્જી.). ગ્રીઝલી રીંછ ખોરાક

900 કિલો જેટલું વજન ધરાવતા બ્રાઉની રીંછ અને ધ્રુવીય રીંછ વચ્ચે સૌથી મોટા જીવંત માંસાહારીનું સ્થાન વહેચાયેલ છે. તે પાછલા પગ પર ઉભા રહી શકે છે. ઉત્તર અમેરિકા, યુરોપ અને એશિયાનાં જંગલો, પહાડોમાં આ રીંછ જોવા વધુ મળે છે. તેમનો સમુદ્ર અને બરફ વચ્ચે જ સમય જાય છે જેમાં મુખ્યત્વે સીલનો શિકાર કરે છે.

– ચાઇનીઝ સલામંડર :

સલામન્ડર્સ (સલામન્દ્ર) * સરિસૃપ

દુનિયાનું સૌથી મોટું ઉભયજીવી જીવ છે. જેનું વજન 30 કિલો જેટલું હોય છે. તેનો સ્વભાવ શાંત હોવા ઉપરાંત તે ભયંકર અને જંગલીમાં દુલર્ભ છે. તેમની દ્રષ્ટિ નબળી હોવાથી તે પાણીના સ્પંદનો અનુભવે છે, તેની આખી જીંદગી પાણી નીચે જ વિતાવે છે. માદા 500 ઇંડા મુકે છે જેનું જતન નર કરે છે.

– ગોલિયાથ બીટલ :

ગોલિયાથ ભૃંગ. ફોટો, જંતુઓનું વર્ણન આફ્રિકન ગોલિયાથ વિશે રસપ્રદ તથ્યો

આફ્રિકાના જંગલોમાં અંડરગ્રોથમાં છુપાયેલા ગોલિયાથ બિટલ્સ વિશ્ર્વના સૌથી ભારે જંતુ તરીકેનું સ્થાન ધરાવે છે જેનું વજન 100 ગ્રામ અને લંબાઇ 4.5 ઇંચ હોય છે. ભૂરા, કાળા, સફેદ રંગના હોય છે. પ્રાણીઓના ઘણા આકારો અને સ્વરૂપો ધારણ કરે છે અને તે નરી આંખે ન જોઇ શકે તેવાથી લઇને 30 મીટર લાંબી વ્હેલ સુધીના વિશાળ કદના પ્રાણીઓ હોય છે.

જેટ કરતાં પણ વધુ મોટેથી અવાજ કરતું ગ્રહ પરનું સૌથી મોટું પ્રાણી !!

એન્ટર્કટિક બ્લુ વ્હેલનો અવાજ 188 ડેસિબલ સુધીનો હોય છે જ્યારે જેટનો અવાજ 140 ડેસિબલ હોય છે. તેનું વજન ચાર લાખ પાઉન્ડ એટલે કે 33 હાથી જેટલું હોય છે અને તેનું હૃદ્ય એક નાની કાર જેવડું હોય છે. તેની વ્હિસલનો અવાજ સેંકડો માઇલ સુધી સંભળાય છે. 98 ફૂટ લાંબી આ જળચર વ્હેલ માછલી અત્યારે લુપ્ત પ્રજાતિના રેડલિસ્ટમાં છે.

તાજેતરમાં છેલ્લા બે વર્ષમાં જન જાગૃતિ લાવીને તેની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. અદ્ભૂત અજાયબી જેવું આ પ્રાણી ખરા અર્થમાં જાયન્ટસ છે. હાલ વૈજ્ઞાનિકોની ટીમ દક્ષિણ જ્યોર્જિંયાના પેટા એન્ટાર્કટિક ટાપુ પર તેના સંવર્ધન માટે સક્રિય કામગીરી કરી રહી છે. 1972 સુધી તેનો શિકાર ચાલુ રહ્યો હોવાથી 1926માં તેની સંખ્યા સવા લાખથી ઘટીને 2018માં માત્ર 3 હજાર થઇ ગઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.