Abtak Media Google News

મૂખ્યમંત્રી  અને ઉર્જામંત્રી સહિતનાઓને રજુઆત કરતા નગરપાલિકા પ્રમુખ જગમાલ હુંબલ

ગુજરાત સરકારે લોકોની સુખ સુવિધાઓ માટે અનેક યોજનાઓ કાર્યન્વિત કરી અમલી બનાવી છે અને લોકોને ઉત્તમ સુવિધાઓ આપવા ભરપુર પ્રયાસો કર્યા છે. પણ કોન્ટ્રાકટરોની બેદરકારીને કારણે તેનાં ફળ લોકો સુધી પુરી રીતે પહોંચતા નથી.

રાજય સરકારે આવી એક યોજના વીજળી સંબંધીત બનાવી છે અને જાહેર સ્ટ્રીટ લાઇટોનું એલઇડી લાઇટમાં રુપાંતર કરી રાજયના તમામ વિસ્તારોને આ યોજના હેઠળ આવરી લઇ લોકોને ઉત્તમ સુવિધાઓ મળે તે માટે સરકારે આ કામગીરી ઇઇએસએલ કંપનીને સોંપી છે.

માણાવદર નગરપાલિકા વિસ્તારની કાર્યરત આવી લાઇટોની વ્યવસ્થાની કામગીરી પણ ઇઇએસએલ કંપની સંભાળી રહી છે પણ લોકોની સુખાકારીની આ યોજના કંપનીની બેદરકારીને કારણે સફળ થઇ શકી નથી. માણાવદર નગરપાલિકાના પ્રમુખ જગમાલભાઇ હુંબલ પણ આ બાબતે વ્યથિત છે તેમણે ઉર્જામંત્રી, મુખ્યમંત્રી, સ્થાનીક ધારાસભ્ય કમ કેબેનીટ મીનીસ્ટર જવાહરભાઇ ચાવડા તથા સંબંધીત વિભાગોને એક પત્ર લખી વ્યથા વ્યકત કરી છે.

પ્રમુખ હુંબલે જણાવ્યું છે કે માણાવદર શહેરમાં કાર્યરત એલઇડી લાઇટો બંધ હોવાની રોજીંદી ઘણી ફરીયાદો મળી રહી છે. કંપનીને જાણ કરવા છતાં કરવા છતાં આ પ્રશ્ન પરત્વે લક્ષ્ય સેવાતું નથી. કે કોઇ દરકાર કરવામાં આવતી નથી આ કંપની દ્વારા આ વિસ્તારની એલઇડી લાઇટોના મેઇન્ટેશન્સની કામગીરી માટે કોઇ સ્ટાફને હેડકવાર્ટરમાં મુકેલ નથી. પરિણામે ઉડી ગયેલ-ખરાબ થઇ ગયેલ લાઇટો રીપેર કરવા તથા પોલ ઉપર લગાવવા જેવી ફરીયાદોનો સમય મર્યાદામાં નિકાલ થઇ શકતો નથી. જેથી કંપની દ્વારા માણાવદર નગરપાલિકાની કામગીરી માટે કાયમી સ્ટાફ હેડ કવાર્ટરમાં મૂકવા તેમજ રોજીંદી ફરીયાદોનો નિકાલ થાય તે માટે કંપની સતર્ક રહે તેવી રજુઆત પ્રમુખે કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.