Abtak Media Google News

કોરોનાની મહામારી વચ્ચે ગ્રાહકોને લૂંટીને વેપલો કરનારી પેઢીઓ સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કડક કાર્યવાહી

કોવીડ -૧૯ના સંક્રમણના વર્તમાન સમયમાં તેના નિયંત્રણ  માટે રાજય સરકારના વિવિધ વિભાગો સધન કામગીરી કરી રહયા છે.  ખાસ કરીને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કોવિડ-૧૯ના સંક્રમણ કાળમાં વિશેષરૂપે અનેક ધ્યાનાકર્ષક કામગીરી બજાવાયેલી છે.

આ અંગે જણાવતાં ખોરાક અને ઔષધ નિયમન વિભાગના રાજકોટ સ્થિત કચેરીના મદદનીશ કમિશ્નર વ્યાસે જણાવ્યું હતું કે કોવીડ-૧૯ સંક્રમણ અંતર્ગત લોકડાઉનમાં મહત્વપૂર્ણ કામગીરીને ધ્યાને લઇને આ કચેરી સતત ચાલુ રહી છે. આ કચેરી દ્વારા સેનેટાઈઝર કે જે કોવીડ-૧૯ના સંક્રમણને નાથવા બહુ ઉપયેાગી છે તેના ઉત્પાદનની ગુણવત્તા જળવાય તે માટે ખાસ ઝુંબેશ સ્વરૂપે ૧૪  જેટલા નમુનાઓની ખાસ ચાકાસણી કરાઇ હતી. જેમાં ૧ નમુનો અપ્રમાણસર જાહેર કરાયેલ હતો. જેતપુર ખાતે ધારા એન્ટરપ્રાઇઝ નામની ઉત્પાદક પેઢીને બનાવટી સેનેટાઈઝર અન્વયે દરોડાની કામગીરી કરી કાર્યવાહિ કરેલ છે. ઉપરાંત રાજકોટની જ હેલ્થકેર ફાર્મા, શ્રી હરી સર્જિકલ એન્ડ મેડીકલ એજન્સી તથા કેર એન્ડ કયોર પ્રોડકટસ નામની પેઢીના પરવાના માસ્કના કાળા બજાર તેમજ સંગ્રહખોરીને લીધે રદ કરેલ છે.

ખોરાક અને ઔષધ નિયમનની કચેરી દ્વારા કોરોના સંદર્ભે એસેન્સીયલ કેટેગરીમાં આવતા ઉદ્યોગોને  ત્વરીત કામગીરી કરી ચાલુ કરવાની પરવાનગી અપાઇ હતી.

લોકાડાઉન દરમિયાન માસ્ક, હેન્ડ સેનેટાઝર, હાઇડ્રેાકસી કલોરોકવીન દવાઓનો રાજબરોજના જથ્થાની મળવવી તથા તંત્રને પુરૂ પાડવી, હેન્ડ સેનેટાઇઝર, ૩ પ્લાય માસ્ક તથા ગ-૯૫ માસ્કના ઉપયેાગ તથા સોશયલ ડિસ્ટનસીંગ અંગે માહિતી પુરી પડાઇ હતી.

ખાસ કોવિડ-૧૯ એ શ્વસનતંત્રને અસરકર્તા હોવાથી મેડીકલ ઓકસીજનના ઉત્પાદનને લગતી તીરૂપતી ઓકસીજન નામની પેઢીને માટે ખુબજ ઓછા સમયમાં તપાસણી અને જરૂરી  કાર્યવાહી પૂર્ણ કરી ઉત્પાદન માટે પરવાનો આપવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.