Abtak Media Google News

ગુજરાતની ઓઈલ ક્ષેત્રે વૈશ્ર્વિક હબ બનવા તરફ આગેકુચ: રિલાયન્સ પછી ન્યારા રિફાઈનરીમાં બે વર્ષમાં જ શરૂ થઈ જશે ઉત્પાદન

દેશના અર્થતંત્રને પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલરના કદ આપવાના લક્ષ્યને પહોંચી વળવા માટે વિવિધ ક્ષેત્રના વિકાસ માટે સરકારે હાથ ધરેલી કવાયતના ભાગરૂપે ગુજરાતમાં વધુ એક ઓઈલ રિફાઈનરી કંપનીની સ્થાપના માટે મંજૂરીની મહોર અને પ્રોજેકટને આગળ વધારવા લીલીઝંડી આપી દેવામાં આવી છે. ન્યારા ખાતે ઉભી થનારી રિફાઈનરીની મંજૂરી આપી દેવામાં આવતા રશિયાની ઓઈલ રિફાઈનરી રોજનેફટના સહયોગથી ન્યારા એનર્જી લીમીટેડની સ્થાપના માટે કવાયત શરૂ થઈ ગઈ છે. દેવભૂમિ દ્વારકાના વાડીનારમાં બનનારી રિફાઈનરીના અંતે પર્યાવરણની મંજૂરી આપી દેવામાં આવી છે.

Advertisement

એસ્સાર ઓઈલ દ્વારા ઉભી કરવામાં આવેલી ન્યારા એનર્જીનું પ્રોજેકટ વર્ક 2021-22માં શરૂ થઈ જશે. અને આ પ્રોજેકટ પાછળ દોઢ લાખ કરોડ રૂપિયાનું રોકાણ થશે.

રાજ્યના ઉદ્યોગો ખાણ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ન્યારાની આ રિફાઈનરીનું બાંધકામ બે વર્ષમાં પૂરું થઈ જશે. કંપનીને અગાઉથી જ જમીન ફાળવવામાં આવી છે અને તેને આગામી પ્રોજેકટ માટે હવે નવી જમીનની જરૂર નથી. 2019ના વાઈબ્રન્ટ ગુજરાત સમીટમાં કંપનીએ 850 મીલીયન ડોલરના રોકાણની યોજનાની દરખાસ્ત મુકી હતી. નવા પેટ્રોલ કેમિકલ વ્યવસાય માટેની ન્યારા એનર્જીના પ્રોજેકટ માટે જાહેર સુનાવણી સહિતની પ્રક્રિયાઓ પાર પાડવામાં આવી હતી. અંતે ન્યારાની આ પ્રોજેકટ માટે જરૂરી એવી તમામ પ્રક્રિયા અને મંજૂરીઓ મળી જતાં હવે વાર્ષિક 10.75 મીલીયન મેટ્રીક ટનના ખનીજ ઉત્પાદન સાથે પેટ્રો કેમિકલ સંકુલ ઉભુ કરવામાં આવશે. આ સંકુલ હાલની રિફાઈનરીની નજીક હશે. ન્યારા એનર્જીના વિસ્તરણમાં 20 એમ.એમ. ટીપીની કાર્યક્ષમતાથી 46 યુનિટ સુધી એટલે કે, સવા બે ગણી ક્ષમતા વધારવામાં આવશે. ન્યારા એનર્જી પેટ્રો કેમિકલ વ્યવસાયમાં ધાતુના ખનન અને તેના ઉત્પાદનનો ધંધો કરશે અને અગાઉ કંપનીએ એસ્સાર ઓઈલની રચના કરીને ઓઈલનું ઉત્પાદન શરૂ કર્યું હતું. ભારતમાં જીડીપીની વૃદ્ધિમાં આ ક્ષેત્રએ દોઢ ગણો વધારો કર્યો છે. હવે વૃદ્ધિદર 10 ટકા જેટલી વધુ થશે.

ન્યારા એનર્જીમાં રસાયણ, ઈથીલીન, ક્રેકર, એરોમેટીક, પોલીસ્ટર, ઈન્ટરમીડિયટ અને પોલીમર્સનું ઉત્પાદન કરશે. અને ગુજરાતમાં દોઢેક લાખ કરોડનું રોકાણ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.