Abtak Media Google News

ગીરનાર તરફ જતાં માર્ગો પર માનવ મહેરામણ ઉમટયું: ૩ લાખ ભાવિકોએ પરિક્રમા પૂરી પણ કરી લીધી

જુનાગઢમાં ગીરનારની પરિક્રમાનો આજથી વિધિવત રીતે પ્રારંભ થયો છે. જુનાગઢમાં આ પરિક્રમા માટે પ લાખથી વધુ શ્રઘ્ધાળુઓ જોડાયા છે. જેના પગલે ભવનાથ તરફ ભાવિકો ભકતોનો ભારે પ્રવાહ જોવા મળી રહ્યો છે. ગીરનાર તરફ જતાં માર્ગો પર માનવ મહેરામણ ઉમટયું છે. લગભગ ૩ લાખ ભાવિકોએ તો પરિક્રમા પૂર્ણ કરી લીધી હોય તેવો પણ અંદાજો છે.

આમ તો દર વર્ષે અગિયારસથી પરિક્રમાનો પ્રારંભ થતો હોય છે. પણ આ વખતે ભકતોનું મહેરામણ ઉમટતા બે દિવસ વહેલી પરિક્રમા શરુ થઇ છે. ગીરનારમાં ૩૩ કરોડ દેવી દેવતાઓનો વાસ  હોવાની પણ લોકકથા છે. ત્યારે પરિક્રમાને લઇ તંત્ર ખડે પગે છે. ભજન, ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ એટલે ગીરનાની લીલી પરિક્રમા ગુજરાત અને ગુજરાત બહારથી પરિક્રમાર્થીઓનો ધસારો સતત વધતો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ગીરનારની ૩૬ કિલોમીટરની પરિક્રમા કારતક સુદ અગિયારસથી પ્રારંભ થતી હોય છે. પણ કેટલાક શ્રઘ્ધાળુઓ દ્વારા પરિક્રમા વહેલી શરુ કરી દેવામાં આવી હતી.

સ્થાનિક તંત્ર દ્વારા પણ ભકતોની સુવિધા માટે ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે આ પરિક્રમા પૂરી કરતા ત્રણ દિવસ જેટલો સમય લાગે છે. ત્યારે મોટી સંખ્યામાં ભકતો ઉમટયા હોવાથી જંગલમાં ગંદકી વગેરે ન થાય તે માટે પણ તકેદારી રાખવામાં આવી છે. આગામી, ર૩ નવેમ્બર સુધી ચાલનાર પરિક્રમાનું ધાર્મિક ઉપરાંત સામાજીક દ્રષ્ટિકોણથી પણ અનોખું મહત્વ છે.

કારણ કે અહિ વિવિધ જાતીના, જુદા જુદા ધર્મના અને અલગ અલગ રીતેરિવાજો ધરાવતા લોકો કોઇપણ મતભેદ વગર આ પરિક્રમા શ્રઘ્ધાથી પૂર્ણ કરે છે. આ પરિક્રમમાં લગભગ દર વર્ષે ૧૦ લાખથી વધુ શ્રઘ્ધાળુઓ જોડાય છે. આજથી વિધિવત રીતે પરિક્રમાંનો પ્રારંભ થયો છે.

પરિક્રામમાં દરયિમાન ઘણા લોકો ટ્રસ્ટો સેવા આપવા માટે આકઠીન માર્ગ પર અન્નક્ષેત્રોના પંડાલો ઉભા કર્યા છે. પરિક્રમમાંના માર્ગ પર ઠેક-ઠેકાણે ભજન મંડળીઓ રાત્રિ દરમ્યાન સંતવાણી પીરસાય છે.

અત્યાર સુધી ૩ લાખ ભાવિકોએ પરિકમમાં પૂર્ણ કરી દીધી છે. ર૩મી નવેમ્બર સુધી ચાલનાર પરિક્રમમાં ૧૦ લાખથી વધુ ભાવિકો ઉમટે તેવી શકયતા દેખાઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.