Abtak Media Google News
  • રિક્ષા પાર્ક કરી હોટેલમાં જમવા જવા માટે રોડ ક્રોસ કરતી વેળાએ કાળનો કોળીયો બન્યા

લીંબડી-અમદાવાદ હાઈવે પર ચોરણિયા ગામના પાટિયા પાસે કાર ચાલકે યુવકને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળ મોત નિપજ્યું હતું. વિગતો અનુસાર લીંબડી છાલીયાપરા વિસ્તારમાં આવેલી ગોલેતરપા શેરીમાં રહેતા રીક્ષા ચાલક મહિપતભાઈ ડાહ્યાભાઈ જાદવ (ઉં.વ.43) રવિવારે રાત્રે લીંબડી-અમદાવાદ હાઈવે પર ચોરણીયા ગામના પાટીયા પાસે આવેલી હોટલમાં જમવા માટે ગયા હતા.

તેઓ રીક્ષા રોડ પર સાઈડમાં પાર્ક કરીને સામેની સાઈડ રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે કોઈ અજાણ્યો કાર ચાલક પૂરઝડપે આવીને મહિપતભાઈને અડફેટે લીધા હતા. તેમને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. દરમિયાન કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. આ બનાવની જાણ લીંબડી પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને મહિપતભાઈની ડેડ બોડીને પીએમ અર્થે લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.