Abtak Media Google News
  • ખરીદી કરી પરત  જતી વેળાએ ગોઝારા અકસ્માતમાં કાળનો કોળીયો બન્યાં
  • પોલીસે અકસ્માત સર્જી  નાસી જનાર ટ્રક ચાલક વિરૂધ્ધ નોંધ્યો ગુનો

વાંકાનેર શહેર નજીક હાઇવે પર ગતરાત્રીના ઝાંઝર સિનેમા સામે એક ટ્રક અને ત્રિપલ સવારી બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયાં હતા. જે બનાવમાં એમ.પી.ના વતની યુવાનોના મોત નીપજાવનાર ટ્રક ચાલક સામે વાંકાનેર સીટી પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી રાકેશ ભવરસિંગ મેળાએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે , ફરિયાદીનો ભાઈ 1), અંકિતભાઈ ભવરસિંગ મેળા ( ઉ.વ. 21, રહે . હાલ વેરોના સિરામીક, બંધુનગર, મુળ રહે, લેડગાઉ, એમ.પી. ), 2). અનીલ રમેશભાઈ રાવત (ઉ.વ . 41, મૂળ રહે . ચચરીયા, એમ.પી.) અને 3) .સુભાષ તેરસિંગભાઈ ડાવર (ઉ.વ. 27 , રહે.ફળીયા અજના, તા. સંધવા, જી. બડવાની, એમ.પી.) ગઇકાલે સાંજના છ વાગ્યે વાંકાનેર ખરીદી કરી બાઇક નં. જી.જે. 36 ઈ. 0872 લઇને પરત કારખાને આવી રહ્યા હોય, ત્યારે ઝાંઝર સિનેમા સામે હાઈવે પર પસાર થતા ટ્રક નં . જી.જે. 12 ્રએકસ 3945 ના ચાલકે બેદરકારી દાખવતા ટ્રક બ્રિજના ઢાળ પરથી પાછો પડ્યો હતો , જેમાં પાછળ બાઇક લઇને આવતા ત્રિપલ સવારી બાઇક ટ્રકના વ્હિલમાં આવી જતા ત્રણેય યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયાં હતાં. જે બાદ ટ્રક ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે જ મુકી નાસી ગયો હતો . જેથી આ બનાવમાં મૃતકના ભાઇની ફરિયાદ પરથી વાંકાનેર સીટી પોલીસે ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.