Abtak Media Google News

ખેડૂત વિભાગમાં ધ્રુવદાદા અને લલિત કગથરા વચ્ચે છેલ્લા રાઉન્ડ સુધી રસાકસી : ધ્રુવદાદાનો વિજય

મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડની 19 વર્ષ બાદ યોજાયેલ ચૂંટણીમાં આજે સવારથી મેંરેથોન મતગણતરીના અંતે રાત્રે 12 વાગ્યે તમામ બેઠકોના પરિણામ જાહેર થયા હતા. જેમાં કુલ 16 બેઠકો પૈકી 13 બેઠકો ઉપર ભાજપ પ્રેરિત મગનભાઈ વડાવીયાની પેનલનો જયજયકાર થયો હતો. અને ધારાસભ્ય લલતીતભાઈ કગથરાને પણ હારનો સામનો કરવો પડ્યો હતો. મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં સવારે પ્રથમ ખરીદ વેચાણ સંઘ અને વેપારી પેનલની મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં ખરીદ વેચાણ સંઘ વિભાગમાં ભાજપના મગનભાઈ વડાવિયા અને મનહરભાઈ ગાંડુભાઇ બાવરવાનો વિજય થયો હતો જયારે વેપારી પેનલમાં કોંગ્રેસ પ્રેરિત છત્રોલા ભરતભાઇ, બાવરવા કિશોરભાઇ અને ઢેઢી શશિકાંતનો વિજય થયો હતો અને એક બેઠક ઉપર ભાજપ પ્રેરિત કેશુભાઇ રૈયાણીનો વિજય થતા વેપારી વિભાગમાં ત્રણ બેઠકો ઉપર કોંગ્રેસનો હાથ મજબૂત થયો હતો.જો કે ખેડૂત વિભાગની 10 બેઠક માટે કુલ 21 ઉમેદવારો મેદાનમાં હોય કુલ 69 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી અને રાત્રીના 12 વાગ્યે તમામ 10 બેઠકો ઉપર ભાજપ પ્રેરિત મગનભાઈ વડાવીયાની સહકાર પેનલનો વિજય થતા માર્કેટિંગ યાર્ડમાં સતા પરિવર્તન ને બદલે પુનરાવર્તન થયું છે અને ફરી મગનભાઈ વડાવીયા ચેરમેન તરીકે બિરાજશે.ઉલ્લેખનીય છે કે ખેડૂત વિભાગની મતગણતરીની પ્રક્રિયા ખુબજ જટિલ હોય સવારથી મોડી રાત્રી સુધી લગલગાટ મતગણતરી ચાલુ રહી હતી અને કોંગ્રેસ પ્રેરિત લલિતભાઈ કાગથરાની પેનલના તમામ ઉમેદવારોને ભાજપ તરફી સહકાર પેનલના ઉમેદવારો કરતા અડધા મત મળ્યા હતા ફક્ત લલિતભાઈ કગથરાને જ સૌથી વધુ મત મળ્યા હતા જો કે ધ્રુવદાદાને તેમનાથી વધુ મત મળતા તેઓ વિજેતા બન્યા હતા.

Screenshot 1

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.