Abtak Media Google News

સાવજો શક્તિ અને બહાદુરીનું પ્રતિક: ભુષણ પંડ્યા

રાજયમાં સિંહોના ટપા ટપ મોતને કારણે ભયજનક સ્થિતિ સર્જાય છે. ગુજરાત સાવજોનું ઘર છે પણ શું ઘરમાં જ સાવજો સુરક્ષિત નથી ? આ અંગે ૩૦ વર્ષથી વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી સાથે જોડાયેલા મેમ્બર ઓફ સ્ટેટ બોર્ડના ભુષણ પંડયાએ અબતક સાથે વિસ્તૃત વાતચીત કરી હતી.Vlcsnap 2018 11 22 08H55M26S78પ્રશ્ન: સિંહોને જંગલના રાજા કહેવાય છે ત્યારે હાલ સિંહોની જે પરિસ્થિતિ છે શું કહેશો ?

Advertisement

જવાબ:- સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે તેના ૨-૩ કારણો છે. પ્રથમ કે સિહ છે તે એપેક્ષ પ્રીડીટર છે. જંગલની ફુડ ચેઈનમાં પ્રથમ નંબર પર છે. ઉપરાંત સિંહનું જે વર્તન છે તે કોઈપણ બીજા માંસાહારી પ્રાણી કરતા ઘણુ જુદુ છે. ખાસ કરીને આપણા ગીરના સિંહોનું વર્તન સાવ જુદુ જ છે. સિંહની જે ખુમારી છે.

સિંહ એક જ એવી ગ્રેડ કેટ છે જે સોશિયલ બિદેવયર રાખે છે. સિંહણો પણ એક બીજાના બચ્ચાને પોતાના બચ્ચા હોય એટલા જ પ્રેમથી રાખે છે તેને દુધ પીવડાવે, તેનું રક્ષણ કરે. આપણો માણસ જે રીતે સોશિયલ વર્તન કરીએ છીએ, તેજ રીતે સિંહો પણ વર્તે છે. આ બધા કારણોસર તેને જંગલનો રાજા કહેવાય છે. સિંહ છે એ એક શકિત અને બહાદુરીનું પ્રતિક છે. જુના રાજાઓના સિંહાસન ઉપર સિંહના મહોરા રાખવામાં આવતા, ઘણી કમ્યુનિટીના નામની પાછળ આજે પણ સિંહ લાગે છે. સિંહ આપણા કલ્ચરમાં સમાઈ ગયેલા છે. આપણા માટે એ ફકત એનીમલ નથી.

પ્રશ્ન: સિંહ આપણા કલ્ચર સાથે જોડાયેલા છે ત્યારે જે રીતે બીજા રાજયોમાં વન્યપ્રાણી માટે તંત્ર પગલા લે છે તે રીતે તંત્રએ સિંહ માટે કેટલા અને કેવા પગલા લેવા જોઈએ ?

જવાબ:- ઓવરઓલ જોતા એવું લાગે છે કે, સિંહની સંખ્યા વધતી જાય છે અને દર ૫ વર્ષે જયારે સિંહની ગણતરી થાય ત્યારે આપણને ચોકકસ અંદાજ આવે છે પરંતુ સિંહની ગણતરી બીજા અન્ય વન્યપ્રાણી જેવા કે દિપડા કે વાઘની ગણતરીની જેમ કરવામાં નથી આવતી. બીજા પ્રાણીઓના ફુટ માર્કસ છે અથવા કોઈએ એમને જોયા હોય એના પર તેના મહોરા બનાવીને તેના પરથી ગણતરી કરતા હોય છે.

જયારે સિંહની ગણતરી બ્લોક મેથડથી કરવામાં આવે છે. જંગલોના જુદા-જુદા વિસ્તારોના બ્લોક પાડી દેવામાં આવે છે અને તેમાં ટ્રેકરર્સ અને બીજી ટીમ ફરતી હોય છે. જયારે સિંહ જોવા મળે એકલા કે જુડમાં ભારે ટ્રેકરર્સ તેમના ઉપરી અધિકારીને માહિતી આપે છે અને તેના ઉપરી અધિકારી સ્થળ પર જઈને ચકાસણી કરે છે અને છેલ્લે ફાઈનલ વેરીફીકેશન એના ઝોનલ અધિકારી કરે છે. જો ટ્રેકરર્સને સિંહના ટોળામાં ૧૧ સિંહ જોવા મળે પરંતુ ઝોનલ ઓફિસરની ઘટના સ્થળે ૮ જ સિંહ જોવા મળે તો ગણતરીમાં ૮ જ સિંહ લેવામાં આવે છે.

કોઈપણ અધિકારીના જોવા પર સિંહોની ગણતરી થતી નથી તો શકય છે કે એકચયુલી જેટલા સિંહ છે તેના કરતા આંકડો ઓછો પણ આવે પરંતુ લાઈન સેન્સરના ફીગરનો મતલબ એ છે કે આપણી પાસે આટલા સિંહો તો છે જ. ૨૦૧૫ના મે મહિનામાં ૫૨૩ હતા જ પરંતુ દર મહિને પણ તેમનો અમુક સર્વે ચાલુ જ હોય છે ત્યારે હાલ હમણા ૨૦૧૭ ગયા વર્ષમાં જે લમસમ સિંહ ગણતરીના આંકડો આવ્યો તે ૬૫૦ છે તો કહી શકાય કે સિંહોની સંખ્યા વધી રહી છે.

૨૦૨૦ની ગણતરીમાં સાચા ખબર પડશે કે કયાં કેટલા સિંહો છે પરંતુ દલખાણીયા રેન્જમાં જે દુ:ખદ ઘટના બની કે જયાં ૩ થી ૪ અઠવાડીયાની અંદર ૨૩ સિંહોના મૃત્યુ થયા તે ખુબ દુ:ખદ ઘટના છે. કેનાઈડ ડિસ્ટેમબર વાઈરસથી જે સિંહોના મૃત્યુ થયા છે તેના માટે શું કરવું જોઈએ તેની માહિતી ખુબ ઓછા લોકો પાસે છે.

૧૯૯૪માં ટાનસરીયામાં આ વાયરસ ફેલાતા ત્યાં ૧૦૦૦ સિંહોનું મૃત્યુ થયા હતા. આ ૨૩ સિંહમાં ૭ સિંહ જંગલમાં જ મૃત્યુ પામ્યા હતા પરંતુ બાકીના સિંહોને ટ્રીટમેન્ટ માટે રેસ્કયુ કરાયું હતું પણ બચાવી ન શકાયા. કારણકે આ વાયરસથી ઈન્ફેકશન થાય છે અને આ બંને જયારે કોઈ ત્યારે તેનું બચવું લગભગ અશકય જ છે.

પ્રશ્ન: સિંહો દ્વારા લોકોને કનડગત કરવામાં નથી આવતી ત્યારે લોકોએ શું સમજવાની જરૂર છે ? શું તકેદારી તેમને રાખવી જોઈએ ?

જવાબ:- એક વસ્તુ તો નકકી છે કે જંગલની બહાર જેટલા સિંહો અત્યારે છે તેમણે લોકોએ સ્વિકાર્યા છે. ૨૫૦ જેટલા સિંહો ૧૫૦૦ જેટલા ગામોમાં ફરે છે અને લોકોએ તેમને સ્વિકાર્યા છે એટલા માટે જ સિંહો જંગલની બહાર રહી શકયા છે. ખેતરમાં પણ નીલગાય અને ભુંડના લીધે ખેડુતોના પાકને નુકસાન થાય છે.

ત્યારે જો સિંહ ખેતરની આસપાસ હોય તો નીલગાય કે ભુંડો ખેતરમાં આવતા નથી તો ખેડુતો સિંહોને પોતાના પાકના રક્ષણકર્તા પણ કહે છે અને આ જ વિચારધારાથી મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચે સદભાવના જળવાઈ રહી છે. કુદરતે સિંહોને કિલીંગ મશીન તરીકે જ બનાવેલા છે ત્યારે સિંહો અને માણસો વચ્ચેની આ સદભાવના બીજે કયાંય જોવા નથી મળતી. અમુક અપવાદો પણ છે જ પરંતુ તે ખુબ ઓછા જોવા મળે છે પરંતુ એનો અર્થ એવો પણ નથી કે સિંહ હુમલો નહીં કરે, સિંહ ટેરિટોરીયલ એનીમલ છે.

જો લોકો સિંહને દુરથી જ જોવે અને તેમને કનડગત ન કરે તો હુમલો ટાળી શકાય છે. ખાસ જયારે બચ્ચાવાળી સિંહણ હોય ત્યારે તેના માટે સિંહ ખુબ વધારે પ્રોટેકટીવ થઈ જાય છે અને તે સમયે તેની વધારે નજીક જતા તે ભડકી ઉઠે છે તે જ રીતે સિંહ જયારે મારણ ઉપર હોય ત્યારે તેની નજીક જતા તે અગ્રેસીવ થઈ શકે છે. ખાસ સિંહના મેટીંગ સમયમાં તેને એકલો મુકી દેવો જોઈએ, કારણકે તે સમયમાં તે ખુબ જ અગ્રેસીવ થઈ જાય છે અને બને ત્યાં સુધી લોકોએ તે સમયમાં નજીક પણ ન જવું જોઈએ. સિંહ સામેથી કયારેય હુમલા નથી કરતા એવું સાઈન્ટીફીક સ્ટડી થયેલું પણ છે.

પ્રશ્ન: શું નેસડાને કાઢતા સિંહો બહાર આવ્યા છે ? તેમના પર શું અસર પડી છે ?

જવાબ:- વર્ષો પહેલા ગીરમાં અંદાજે ૧૩૦ જેટલા નેસડાઓ હતા. પ્રોજેકટ લાઈન અંતર્ગત જયારે સરકારે નેસડાઓને બહાર કાઢયા એ સમય દરમિયાન ૪૦ જેટલા નેસડાઓ રહી ગયા હતા. જે આજે પણ છે અને રેકોર્ડ પર પણ છે. નેસડાઓ જતા સિંહોને પણ ખુલ્લી જગ્યા મળી હતી પરંતુ હાલની પરીસ્થિતિ ફરી પાછી પહેલા જેવી જ થઈ ગઈ છે. તો હાલ માલધારીઓ સમજાવી ફરી પાછા તેમનું સ્થળાંતર કરવામાં આવે તે ખુબ જરૂરી છે.

જેથી કરીને વન્યપ્રાણી માટે એટલી જગ્યા વધારે મળે. માણસ બધુ કરી શકે છે પરંતુ જંગલ નથી બનાવી શકતો ત્યારે આપણા સૌની ફરજ છે કે આ જંગલને સાચવીએ લોકોની જેટલી ઓછી અવર-જવર રહેશે તેટલું વન્યપ્રાણીઓને વધારે જગ્યા મળશે. ટુરીઝમ કંટ્રોલમાં રહે, માલધારી લોકોનું મેનેજમેન્ટ થાય અને ધાર્મિક સ્થળો પરના ટુરીઝમ કંટ્રોલમાં રહે તો સિંહોની સંખ્યા વધારી શકાય. સિંહ આપણી કોર પોપ્યુલેશન છે. જંગલમાં હશે તો વધશે.

પ્રશ્નો: ઈકો-સેન્સેટીવ ઝોનની શું અસરો ?

જવાબ:- લોકોને ઈકો સેન્સેટીવ ઝોન વિશે ઘણી બધી ગેરસમજો છે. પ્રથમ લોકોને સમજાવવા ખુબ જરૂરી છે. લોકોને ડર છે કે ઈકો સેન્સેટીવ ઝોનથી તેમના ધંધા રોજગારી અટકી જશે પરંતુ તે ખોટુ છે. ઈકો સેન્સેટીવ ઝોનની મેઈન હેતુ એ છે કે તેના થકી જંગલ અને માણસો વચ્ચે તો બફરઝોન વધી શકે અને જો આવુ ન થાય તો સિંહો સીધા જ સીટીમાં આવી શકે અને સાસણ કરતા પણ ગિરનારનું જંગલ વધારે રીચ છે.

આ જંગલના જે ઝાડ, પાન, વનસ્પતિ ફુલ છે તે ગીર કરતા પણ વધારે રીચ છે. તેને બચાવવાની ખાસ જરૂર છે. ગીરનાર ૧૮૦ કિમીનો એરીયા છે ત્યારે ધાર્મિક સ્થળ હોવાથી શિવરાત્રીનો મેળો હોય ત્યારે અને લીલી પરીક્રમા દરમિયાન લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે અને ખુબ મોટા પ્રમાણમાં જંગલની અંદર ગંદકી કચરો કરતા હોય છે. જેના થકી જંગલોમાં ખુબ નુકસાન થાય છે. ધાર્મિક લાગણીઓ ગીરનાર સાથે જોડાયેલા છે ત્યારે આ બંધ ન કરી શકાય પરંતુ લોકો જો જાગૃત થાય તે પણ જરૂરી છે. ઈકો-સેન્સેટીવ ઝોન ખુબ જરૂરી છે. ફકત લોકોને સાચી સમજણ આપવાની જરૂરીયાત છે.

પ્રશ્ન: જંગલની આસપાસ થતી કોમર્શીયલ એકટીવીટીની શું અસર ?

જવાબ:- જંગલની ગીરની આસપાસ જે ટુરીસ્ટ માટે હોટલો ચાલુ છે તેના પર તો કંઈ ન કરી શકાય પરંતુ નવી કોઈ એકટીવીટી ચાલુ ન થાય તેના પર ધ્યાન રાખી શકાય. ઘણી જગ્યાએ ગેરકાયદેસર પણ હોટલો ખુલ્લી ગઈ છે અને ટુરીસ્ટો પાસે પૈસા લઈને ગેરકાયદેસર લાયન શો પણ દેખાડવામાં આવે છે તેના પર પણ કેસ થયેલ છે અને ઘણી હોટલો સીલ કરવામાં આવી છે. આ ખુબ જરૂરી છે. જો માણસ થોડા ઘણા પૈસા કમાવાની લાલચમાં આવી પ્રવૃતિઓ ચાલુ રાખશે તો આપણા માટે તે ખુબ જોખમકારક છે.

પ્રશ્ન: વધતા જતા ઈન્ટરનેટના વ્યાપથી મોબાઈલ શુટીંગ જેવી પ્રવૃતિ કરવાથી શું અસર પડે છે ?

જવાબ:- વાઈલ્ડ લાઈફ પ્રોટેકશન એકટ મુજબ આ પ્રકારની પ્રવૃતિઓ ગેરકાયદેસર છે. વન વિભાગ દ્વારા પણ અવાર નવાર આ માટે સુચનો આપવામાં આવે છે અને તાજેતરમાં જ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કડક રીતે આવી બધી ગેરકાયદેસર લાયન શુટીંગ પર કડક પગલા લેવાની તાકીદ કરાઈ છે. અને તાજેતરમાં સરકારે ૩૫૦ કરોડની ગ્રાન્ટની જાહેરાત કરી છે તે પણ ખુબ જ અગત્ય છે.

જેના થકી ઘણુ નવું ડેવલોપમેન્ટ થશે. ખાસ જે સીસીટીવી અને કેમેરાની વાત કરીએ તો આ લાગવાથી જંગલની અંદર થતા ગેરકાયદેસરના લાયન શો અને અન્ય પ્રવૃતિઓ પર નજર રાખી રોકી શકાશે તથા હાલ ૧ હોસ્પિટલ સાસણમાં છે પરંતુ નવી હોસ્પિટલમાં અત્યાધુનિક સુવિધા આપવામાં આવશે જેના દ્વારા ઘણા બધા રીપોર્ટ જે બહાર કરવા આપવામાં આવતા તે ત્યાં જ થઈ શકશે.

પ્રશ્ન: ‘સિંહ ટોળામાં ન હોય’ તેવી કહેવત છે, અને હાલ સિંહો જુડમા જ જોવા મળે છે તેનું શું કારણ ?

જવાબ:- સિંહ ટોળામાં ન હોય તે કહેવતનો મતલબ એજ છે કે સિંહ એવું વન્યપ્રાણી છે જેને શકિતસાઈન ખુમારીવાળુ માનવામાં આવે છે તે શકિત અને બળવાનનું પ્રતિક છે પરંતુ સિંહનું વર્તન સોશિયલ છે માટે જે તેઓ હંમેશા તેમના પરીવાર સાથે જોવા મળેછે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.