Abtak Media Google News

લાયન્સ કલબ રીજીયન-3 ની ઝોન એડવાઇઝરી અને રીજીયન સ્ટાફ મીટીંગ ઝોદન 5-6-7 ની કલબના પ્રમુખ તથા મંત્રીઓ ઉ5સ્થિત રહી કલબ દ્વારા કરવામાં આવેલ સેવાકીય પ્રવૃતિઓનો વિગતવાર રીપોટીંગ કરવામાં આવ્યું હતું. ઝોન ચેરપર્શન પ્રકાશભાઇ, મિલન રોકડ, રેશમા સોલંકી દ્વારા સુંદર રીતે વિસ્તૃત માહીતી આપી હતી.

Advertisement

રીજીવન ચેરપર્શન અનવર ઠેબા દ્વારા સેવાકીય પ્રવૃતિને બિરદાવી હજુ વધુ લાયન્સની ઇમેજ- ચાહના, યુનિટી વધે તેવી સેવાકીય પ્રવૃતિઓ જરુરીયાત લોકોની વચ્ચે જઇને કરવા આહવાન કર્યુ અને તેમાં પણ જો રાજકોટ રીજીયન-3 ની તમામ કલબો એક થઇ એક બેનર નીચે આવી આ કાર્ય કરે તો વધુ સારુ પરિણામ મળે છે તેવો ભાવ વ્યકત કર્યો હતો.

બીપીન મહેતાએ નવી કલબો અને સભ્ય સંખ્યા વધારવા હાર્દિક મહેતાએ આગામી લીડર શીપ તાલીમ વર્ક શોપ બાબત માટે તૈયાર થવા અનુરોધ કર્યો હતો.અનવર ઠેબા, પ્રકાશભાઇ ધારોડીયા, ડો. મિલન રોકડ, રેશમા સોલંકી ઉ5સ્થિત રહેલ. દિવ્યેશ સાકરીયા, હિતેશ કોઠારી, ભાવનાબેન કોઠારી, રમેશ પટેલ,  સુરેશભાઇ સંઘવી ની સફળતા માટે અભિનંદન આપ્યા હતા. કલબ લેવલ ઉપર મીટીંગની શરુઆતમાં કુશભાઇ ઉદાણીને ભાવપૂર્ણ શ્રઘ્ધાંજલી આપી મૌન પ્રાર્થના કરવામાં આવી હતી.રીજીયન-3 ની લાયન્સ કલબો મીડ ટાઉન, આવકાર, પ્રાઇડ, રોયલ સીટી, સ્પદંન કવીન્સ, કાઉન, વાંકાનેર દેવયા અને સિલ્વરના પ્રમુખ મંત્રી તથા ડી. ચેરપર્શન ઉ5સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.