Abtak Media Google News

સોનમ ગરબા ગ્રાઉન્ડમાં શ્રેષ્ઠ સિંગરો, ઓરકેસ્ટ્રા સંગાથે રવિવારે રાસોત્સવ યોજાશે

રાજકોટ મોઢવણિક મહાજન ટ્રસ્ટ હંમેશા મોઢવણિક જ્ઞાતિજનોને અવનવા આયોજન આપતું રહ્યું છે જે અંતર્ગત 2 વર્ષ ના અંતરાલ પછી નવરાત્રી ઉત્સવ ને ઉજવવા સમગ્ર ગુજરાત જ્યારે થનગની રહ્યું છે . ત્યારે રાજકોટમાં મોઢવણિક જ્ઞાતિ જનો માટે રાજકોટ મોઢવણિક મહાજન ટ્રસ્ટ દ્વારા આગામી 25 સપ્ટેમ્બર રવિવારના રોજ નિ:શુલ્ક ” વેલકમ નવરાત્રી મહોત્સવ ” 2022 નું જાજરમાન અને ભવ્ય એક દીવસીય આયોજન રાજકોટના જાણીતા જૈન વિઝન સંચાલિત ” સોનમ ગરબા ગ્રાઉન્ડ ” શીતલ પાર્ક બસ સ્ટોપ ની સામે 150 ફૂટ રીંગ રોડ ખાતે સાંજના 6:00 વાગ્યાથી કરવામાં આવેલ છે.

Advertisement

આ નવરાત્રી મહોત્સવ ની વિશેષતા જણાવતાં મોઢવણિક મહાજન પ્રમુખ ભાગ્યેશ વોરા મેને . ટ્રસ્ટી , કિરેન છાપિયા , સહમંત્રી કેતન પારેખ તથા પ્રો . ઇન્ચાર્જ કેતન બૌઘાણી , પિયુષ પટેલ , અતુલ વોરા જણાવે છે કે મોઢવણિક જ્ઞાતિ માટે નિ:શુલ્ક અલ્પાહાર સાથે વેલકમ નવરાત્રી મહોત્સવ પ્રથમ વખત થવા જઈ રહ્યું છે . ત્યારે જ્ઞાતિ ના બાળકો , યુવક – યુવતીઓ , અબાલ – વૃદ્ધ મા આદ્યશક્તિ ના પર્વને વધાવવા મન ભરીને આનંદ માણવા થનગની રહ્યાં છે .

વેલકમ નવરાત્રી મહોત્સવના આકર્ષણો વિશે વધુમાં મોઢવણિક મહાજન ના ઉપપ્રમુખ સુનિલ વોરા , અશ્વિન વડોદરિયા , અને સંજય મણીયાર જણાવે છે કે અલગ અલગ ચાર ગ્રુપમાં ખેલૈયાઓને પ્રિન્સ , પ્રિન્સેસ તેમજ વેલ ડ્રેસ ને ઇનામો આપવામાં આવશે , વિશાળ ગ્રાઉન્ડ સાથે , 1,50,000 વોટ ની સાઉન્ડ સિસ્ટમ તથા નયન રમ્ય લાઇટિંગ થી સુશોભિત ગ્રાઉન્ડ સાથો સાથ વિખ્યાત ગાયક કલાકારો સાથેનું અધતન ઓરકેસ્ટ્રા અને પધારેલ સમસ્ત જ્ઞાતિજનો માટે નિહાળવાની સુંદર બેઠક વ્યવસ્થા રહેશે .

નવરાત્રી મહોત્સવ માં મુખ્ય મહેમાન તરીકે મોઢવણિક જ્ઞાતિના અગ્રણીઓ સર્વશ્રી અમિતભાઈ . કે . પટેલ , અમિતભાઈ આર પટેલ , આશિષભાઈ પટેલ , હેમલભાઈ મોદી , અજયભાઈ ગઢીયા , નીરજભાઈ મહેતા , કૌશિકભાઈ કલ્યાણી , યશભાઈ રાઠોડ , દીપુભાઈ શાહ , કરશનજી કમળશી ભાડલિયા પરિવાર , મધુબેન મારવાડી , ધર્મેશભાઈ જીવાણી , ધર્મેન્દ્રભાઈ મહેતા , મુકેશભાઈ દોશી , હિરેનભાઈ મહેતા સહિતના ઓ ઉપસ્થિત રહી જ્ઞાતિજનો નો ઉત્સાહ વધારશે .

માત્ર મોઢવણિક જ્ઞાતિજનો માટે યોજાઈ રહેલા આ રાસોત્સવમાં સર્વ મોઢવણિક જ્ઞાતિજનો અને ખેલૈયાઓને ઉમટી પડવા રાજકોટ મોઢવણિક મહાજન ની સમગ્ર ટીમ ઉપરાંત જ્ઞાતિ અગ્રણીઓ સર્વ   ધર્મેશ શેઠ ( મોઢવણિક સમાજ ) , કેતન મેસ્વાણી ( મોઢવણિક યુવા ગ્રુપ ) , પ્રનંદ કલ્યાણી ( મોઢવણિક મીત્ર મંડળ ) , ગીતાબેન પટેલ ( મોઢવણિક સત્સંગ મંડળ ) , પ્રતિમા બેન પારેખ ( મોઢવણિક મહિલા મંડળ ) , શ્રેયાન્સ મહેતા ( માતંગી પાટોત્સવ સમિતિ ) દ્વારા અપીલ કરવામાં આવી છે .

આ નવરાત્રી મહોત્સવ ને સફળ બનાવવા માટે રાજકોટ મોઢવણિક મહાજન નાં પ્રમુખ ભાગ્યેશ વોરા , મેને . ટ્રસ્ટી . કિરેન છાપિયા ના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટીઓ સુનિલ વોરા , અશ્વિન વડોદરિયા , કેતન પારેખ , નીતિન વોરા , જગદીશ વડોદરિયા , સંજય મણીયાર , ધર્મેશ વોરા , ઈલેશ પારેખ , તેમજ આ નવરાત્રી પ્રોજેક્ટ ટીમ ના ઇન્ચાર્જ પિયુષભાઈ પટેલ , કેતનભાઇ બોઘાણી , અતુલભાઈ વોરા , નિતીન મણીયાર , સાવન ભાડલિયા , રાજદીપ શાહ , સંદીપ પટેલ , કમલેશ પારેખ , કેતન મેસવાણી , શ્રેયાંશ મહેતા , અતુલ પારેખ , યોગેશ પારેખ , મુકેશ પારેખ , સુનિલ બખાઈ , દિપક કલ્યાણી , ધીરુભાઈ મહેતા , ચેતન મહેતા , ગોપાલ વોરા , જીગ્નેશ મેસ્વાણી , પ્રતિમાબેન પારેખ , ગીતાબેન પટેલ , નીતાબેન પારેખ , છાયાબેન વાજરીયા , કાકુ મહેતા , મેહુલ વોરા , મિલન વોરા , સંજય મહેતા , યતીન ધ્રાફાણી , હેમાંગ કલ્યાણી , પ્રશાંત ગાંગડીયા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે .સમસ્ત મોઢ વણિક જ્ઞાતિના રાસોત્સવને અબતક ચેનલ અને ડિજિટલ માધ્યમથી લાઇવ પ્રસારણ નિહાળી શકશો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.