Abtak Media Google News

જવાબમાં ડો. આકાસાકીએ કહ્યું કે, જે સમયે તેઓ એ હાર માની લીધી હતી તેના કેટલાય સમય બાદ પણ હું કાર્યરત હતો. સમય જતાં તે જ બોબ જ્હોનસ્ટોને એ કહ્યું કે ડો આકાસાકીની મહેનત અને દ્રઢતા સફળ રહી

ભારતમાં એલઇડીનું માર્કેટ 2026 સુધીમાં 24.3 ટકાના વાર્ષિક વૃદ્ધિ દરથી વિકસિત થવાની સંભાવના છે

પ્રકાશ જીવન ની મૂળભૂત જરૂરિયાત છે. આપણે પ્રકાશ વિના દિશાવિહીન અનુભવીએ છીએ. મનુષ્યએ જ્યાર થી આગ ની શોધ કરી ત્યાર થી જ આ દુનિયા માનવસર્જિત પ્રકાશ મેળવતો થયો. જો કે આગ એ કુદરતી છે, પરંતુ આ કુદરતી સ્ત્રોત ને માનવ કૃત્રિમ રીતે ઉત્પન્ન કરવા પ્રયત્ન કરતો રહ્યો છે. થોમસ આલવા એડીસન વર્ષ 1879 એ જ્યાર થી બલ્બ ની પેટંટ મેળવી ત્યાર થી તો આ દુનિયા માનવસર્જિત પ્રકાશ થી ઝગમગી ઉઠ્યો. જો કે આ બલ્બ વિશે પણ ઘણા મતમતાંતર છે; ઘણા લોકો કહે છે કે બલ્બ નિકોલા ટેસલા એ શોધ્યો હતો. પરંતુ એ વિવાદ વિશે ચર્ચા કરવો આજ નો વિષય નથી.

વર્ષ 1879 થી દુનિયા બલ્બ વાપરતી તો થઈ પરંતુ તેટલું પૂરતું નહોતું. ત્યાર બાદ પણ આ પ્રકાશ ના સ્ત્રોત ને ઓછા માં ઓછી વીજળી વાપરી ને પ્રકાશિત કરી શકવા ના પ્રયત્નો ચાલુ હતા. વર્ષ 1890 માં પીટર કૂપર હેવીટ્ટ દ્વારા ફ્લોરોસેંટ લેમ્પ ની શોધ થઈ. ત્યાર થી આપણે વ્હાઇટ લાઇટ જોઈ. હજુ આજે પણ ઘરો માં આ ફ્લોરોસેંટ લેમ્પ ઝગમગે છે. પરંતુ આ પ્રકાશ બિંદુઓ વધુ વીજળી માંગનારા, પર્યાવરણ માટે હાનિકારક અને પ્રમાણ માં મોંઘા હતા.

પાછલા મહિને દુનિયા એ એક એવા વ્યક્તિ ને ગુમાવ્યા જેમણે અત્યાર ની બહુ પ્રચલિત સસ્તી, ઓછી વીજળી થી ચાલનારી અને પર્યાવરણ માટે હાનિરહિત એવી એલઇડી લાઇટ બનાવવા પોતાનું નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેમના આ વિશિષ્ટ યોગદાન માટે તેમણે નોબલ પ્રાઇઝ પણ એનાયત કરવામાં આવ્યું હતું.

તથ્ય કોર્નર

‘‘ ફ્લોરોસેંટ લેમ્પ કરતાં લગભગ ૩૦ માં ભાગ ની વીજઉર્જા થી એલઇડી લેમ્પ ચલાવી શકાય છે”

‘‘ એલઇડી લેમ્પ ફ્લોરોસેંટ લેમ્પ કરતાં ૧૦ ગણું વધુ આયુષ્ય ધરાવે છે “

આજે આપની આજુબાજુ આપણે અસંખ્ય નાની – નાની લાઇટ જોઈએ છીએ. એ રંગબેરંગી લાઇટ આજ થી 2-3 દશકાઓ પહેલા નહોતી. હા, ડાયોડ મારફતે એલઇડી નું મર્યાદિત સ્વરૂપ હતું પરંતુ તે દુનિયા ના ઘરો ને વ્હાઇટ લાઇટ થી પ્રકાશિત કરી શકે એમ નહોતું. આ કામ બ્લૂ એલઇડી લાઇટ વિના થઈ શકે એમ નહોતું. રંગો ના મિશ્રણ થી સફેદ રંગ ઉત્પન્ન થઈ શકે. બ્લૂ એલઇડી વિના આ મિશ્રણ સફેદ લાઇટ માં પરિવર્તિત થઈ શકે નહીં.

કોઈ પણ શોધખોળ માટે સતત મહેનત અને દ્રઢતા જરૂરી છે. ડો. આકસાકી માં આ દ્રઢતા છલકતી રહેતી. 2017 માં એલઇડી: અ હિસ્ટરી ઓફ ધ ફ્યુચર ઓફ લાઇટિંગ ના લેખક બોબ જ્હોનસ્ટોન એ એક ઈમેલ માં ડો આકાસાકી ને પૂછ્યું કે 1980 માં થયેલ સંખ્યાબંધ પ્રયોગો એ ગેલિયમ નાઇટરાઈડ થી બ્લૂ એલઇડી બનાવવા ની સંભાવના નહિવત જણાવી હતી, તો તમે શા માટે સતત તેમાં કાર્યરત હતા? જવાબ માં ડો. આકાસાકી એ કહ્યું કે, જે સમયે તેઓ એ હાર માની લીધી હતી તેના કેટલાય સમય બાદ પણ હું કાર્યરત હતો. સમય જતાં તે જ બોબ જ્હોનસ્ટોન એ કહ્યું કે ડો આકાસાકી ની મહેનત અને દ્રઢતા સફળ રહી.

# વાઇરલ કરી દો ને
શું જાપાન અને ચીન જેટલી વૈજ્ઞાનિક શોધખોળ ભારત માં થઈ શકે?

એલઇડી લાઇટ વર્તમાન સમય માં લગભગ દુનિયાભર માં ફેલાઈ ગઈ છે. હવે દરેક લાઇટ મોટા ભાગે એલઇડી લાઇટ જ હોય છે. જો આંકડાઓ પર નજર નાખીએ તો વિશ્વ ની લગભગ 60 ટકા લાઇટ એલઇડી લાઇટ છે. વિશ્વ ની એક તૃતીયૌંશ ભાગ નું એલઇડી નું ઉત્પાદન ચીન માં થાય છે. વિશ્વ માં એલઇડી ના કુલ વહેંચાણ ના 13 ટકા ઔટોમોટિવ માં વપરાય છે. જો ભારત ની વાત કરીએ તો એપ્રિલ 2019 માં સરકાર ની ઉજાલા બલ્બ યોજના માં લગભગ 21 કરોડ એલઇડી બલ્બ નું વિતરણ થયું હતું. આ યોજના અંતર્ગત 2020 સુધી માં 770 મિલિયન એલઇડી લેમ્પ ની વહેંચણી નું લક્ષ્ય હતું. ભારત માં એલઇડી નું માર્કેટ 2026 સુધી માં 24.3 ટકા ના વાર્ષિક વૃદ્ધિ દર થી વિકસિત થવા ની સંભાવના છે. બીજા બલ્બ અને લાઇટ કરતાં લગભગ 90 ટકા વધુ કાર્યક્ષમતા ધરાવતી એલઇડી લાઇટ બહુ ઓછા સમય માં લાઇટ બલ્બ માં મુખ્ય સ્તરે હશે.

વિશ્વભર ને પ્રકાશિત કરવા માં હરણફાળો આપનારા ડો. ઈસામું આકસાકી ગત મહિને 92 વર્ષ ની ઉમરે અવસાન પામ્યા. આ સાથે આખા વિશ્વ ને સસ્તી અને પર્યાવરણ માટે હાનિરહિત પ્રકાશ આપનારા નોબલ પારિતોષિક વિજેતા ની જીવનજ્યોત બુજાઈ ગઈ. વિશ્વ ને આવા વૈજ્ઞાનિકો ની જરૂર છે. આપણાં ભારત દેશ ને પણ વિજ્ઞાન માં પ્રોત્સાહન અને દ્રઢતા ની આવશ્યકતા છે. જો પૂરતું પ્રોત્સાહન મળી રહેશે તો ભારત માં પણ ઘણા નોબલ પારિતોષિક વિજેતા મળી આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.